Junagadh Rain: જુનાગઢની દૂધધારા પરિક્રમા રદ, કેશોદમાં યુવાનનું કરાયું રેસ્કયુ

ભારે વરસાદને પગલે જુનાગઢમાં દૂધધારા પરિક્રમા રદ જુનાગઢમાં ધોધમાર વરસાદના કારણે તળાવ રોડ પર વૃક્ષ ધરાશાયી ગિરનાર જંગલમાં યોજાતી દૂધધારા પરિક્રમાં પ્રથમ વખત રદ કરાઈ રાજ્યમાં મેઘાએ જમાવટ કરી છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે જુનાગઢમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે યોજાનારી દૂધધારા પરિક્રમા રદ કરવામાં આવી છે. પરંપરાગત યોજાતી દૂધધારા પરિક્રમા પ્રથમ વખત રદ કરવામાં આવી છે. આ દૂધધારા પરિક્રમા ગિરનાર જંગલમાં 36 કિમીના રૂટ પર યોજાય છે. તેમજ જુનાગઢમાં ધોધમાર વરસાદ ખાબકતા વૃક્ષ ધરાશાયી થયા છે. જૂનાગઢના કેશોદમાં યુવાનનું કરાયું રેસ્કયુ સતત જુનાગઢમાં વરસી રહેલા વરસાદ પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જુનાગઢમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. ત્યારે કેશોદમાં નવા બની રહેલા અંડરબ્રિજમાં પાણી ભરાયું છે. નવા બનતા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા એક યુવાન ફસાયો હતો. ફાયર બ્રિગેડને યુવક ફસાયો હોવાની જાણ કરવામાં આવતા સ્થળ પર પહોંચી યુવાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા યુવાનને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે વૃક્ષ થયુ ધરાશાયી જુનાગઢ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. તેવામાં ભારે વરસાદના કારણે જુનાગઢમાં ભારે વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી થયા છે. જૂનાગઢમાં તળાવ રોડ પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. શહેરમાં રોડ પર વૃક્ષ ધરાશાયી થતા લોકોની અવર-જવર પર અસર પડી હતી. તેમજ વાહન વ્યવહાર ખોરવાયો હતો. વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તંત્ર દ્વારા વૃક્ષને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર જિલ્લાભરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. સમગ્ર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી ઓજત નદીના પાણી મોટાભાગના ગામોમાં ઘૂસી જવા પામ્યા છે અને અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. તેવામાં ભારે વરસાદથી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદ થતા અનેક ગામો સંપર્ક વિહોણા જુનાગઢ પંથકના મોટાભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે, તો બીજી બાજુ કેશોદ તાલુકાના બામણાસા ઘેડ ગામે પ્રથમ વરસાદ વરસાની સાથે ઓજત નદીમાં ભારે પાણી આવક થઈ હતી, જેને પગલે નદીને કાંઠે બાંધેલો પાળ તૂટી જતા ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેતરોમાં ભારે ધોવાણ સર્જાતા ખેડૂતોએ વાવણી કરેલ પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જિલ્લામાં મૂસળધાર વરસાદને પગલે અનેક ગામોમાં બેટમાં ફેરવાયા છે અને ત્યારે અવિરત વરસાદ શરૂ હોવાના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Junagadh Rain: જુનાગઢની દૂધધારા પરિક્રમા રદ, કેશોદમાં યુવાનનું કરાયું રેસ્કયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભારે વરસાદને પગલે જુનાગઢમાં દૂધધારા પરિક્રમા રદ
  • જુનાગઢમાં ધોધમાર વરસાદના કારણે તળાવ રોડ પર વૃક્ષ ધરાશાયી
  • ગિરનાર જંગલમાં યોજાતી દૂધધારા પરિક્રમાં પ્રથમ વખત રદ કરાઈ

રાજ્યમાં મેઘાએ જમાવટ કરી છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે જુનાગઢમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે યોજાનારી દૂધધારા પરિક્રમા રદ કરવામાં આવી છે. પરંપરાગત યોજાતી દૂધધારા પરિક્રમા પ્રથમ વખત રદ કરવામાં આવી છે. આ દૂધધારા પરિક્રમા ગિરનાર જંગલમાં 36 કિમીના રૂટ પર યોજાય છે. તેમજ જુનાગઢમાં ધોધમાર વરસાદ ખાબકતા વૃક્ષ ધરાશાયી થયા છે.

જૂનાગઢના કેશોદમાં યુવાનનું કરાયું રેસ્કયુ

સતત જુનાગઢમાં વરસી રહેલા વરસાદ પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જુનાગઢમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. ત્યારે કેશોદમાં નવા બની રહેલા અંડરબ્રિજમાં પાણી ભરાયું છે. નવા બનતા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા એક યુવાન ફસાયો હતો. ફાયર બ્રિગેડને યુવક ફસાયો હોવાની જાણ કરવામાં આવતા સ્થળ પર પહોંચી યુવાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા યુવાનને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે. 

ભારે વરસાદને કારણે વૃક્ષ થયુ ધરાશાયી

જુનાગઢ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. તેવામાં ભારે વરસાદના કારણે જુનાગઢમાં ભારે વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી થયા છે. જૂનાગઢમાં તળાવ રોડ પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. શહેરમાં રોડ પર વૃક્ષ ધરાશાયી થતા લોકોની અવર-જવર પર અસર પડી હતી. તેમજ વાહન વ્યવહાર ખોરવાયો હતો. વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તંત્ર દ્વારા વૃક્ષને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ભારે વરસાદના કારણે જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર

જિલ્લાભરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. સમગ્ર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી ઓજત નદીના પાણી મોટાભાગના ગામોમાં ઘૂસી જવા પામ્યા છે અને અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. તેવામાં ભારે વરસાદથી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદ થતા અનેક ગામો સંપર્ક વિહોણા

જુનાગઢ પંથકના મોટાભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે, તો બીજી બાજુ કેશોદ તાલુકાના બામણાસા ઘેડ ગામે પ્રથમ વરસાદ વરસાની સાથે ઓજત નદીમાં ભારે પાણી આવક થઈ હતી, જેને પગલે નદીને કાંઠે બાંધેલો પાળ તૂટી જતા ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેતરોમાં ભારે ધોવાણ સર્જાતા ખેડૂતોએ વાવણી કરેલ પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જિલ્લામાં મૂસળધાર વરસાદને પગલે અનેક ગામોમાં બેટમાં ફેરવાયા છે અને ત્યારે અવિરત વરસાદ શરૂ હોવાના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.