Junagadh News: જિલ્લાભરમાં ગેરકાયદેસર ગેમઝોન ધારકો સામે પોલીસ કાર્યવાહી

જિલ્લામાં 6 ગેમ ઝોન સંચાલકો સામે પોલીસ ફરિયાદજુનાગઢ શહેરમાં ચાલતા 3 ગેમ ઝોન ધારકો વિરુદ્ધ કાર્યવાહી માંગરોળમાં 2 અને કેશોદમાં 1 ગેમઝોન સામે ફરિયાદ રાજ્યભરમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા ગેમઝોન સામે આખરે રાજકોટ અગ્નિકાંડ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. જુનાગઢમાં પણ ફાયર સેફટીને નેવે મૂકીને ઊભા કરાયેલ આ ગેમઝોનમાં લોકોના જીવ જોખમમાં મૂકીને પૈસા કમાવા ધંધો જામ્યો હતો. આખરે આ ધંધા પર લગામ લગાવવામાં આવી છે. જુનાગઢમાં ગેરકાયદેસર ગેમઝોન ધારકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લાના ઉપરકોટ કિલ્લામાં ચાલતા ગેમઝોન સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જિલ્લામાં 6 ગેમ ઝોન સંચાલકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાના સમાચારો મળી રહ્યા છે. તો, જુનાગઢ શહેરમાં ચાલતા 3 ગેમ ઝોન ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે, માંગરોળમાં 2 અને કેશોદમાં 1 ગેમઝોન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જિલ્લાભરમાં ગેરકાયદેસર રીતે ચાલતા આ ગેમ ઝોન ધારકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઇ છે. જુનાગઢના કેશોદમાં લાયન્સ સ્નૂકર ગેમ ઝોનના સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. શહેરના આંબાવાડી વિસ્તારમાં આ ગેમઝોન ફાયર સેફટીના સાધનો વગર ચલાવવામાં આવી રહ્યું હતું. ગેરકાયદેસર રીતે આર્થિક લાભો મેળવવા માટે આ પ્રકારના ગેમઝોન ઊભા કરી દેવામાં આવ્યા હતા. કેશોદ પોલીસ દ્વારા કામગીરી કરીને બેદરકારી દાખવતા ગુનાહિત કૃત્ય બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Junagadh News: જિલ્લાભરમાં ગેરકાયદેસર ગેમઝોન ધારકો સામે પોલીસ કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જિલ્લામાં 6 ગેમ ઝોન સંચાલકો સામે પોલીસ ફરિયાદ
  • જુનાગઢ શહેરમાં ચાલતા 3 ગેમ ઝોન ધારકો વિરુદ્ધ કાર્યવાહી
  • માંગરોળમાં 2 અને કેશોદમાં 1 ગેમઝોન સામે ફરિયાદ

રાજ્યભરમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા ગેમઝોન સામે આખરે રાજકોટ અગ્નિકાંડ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. જુનાગઢમાં પણ ફાયર સેફટીને નેવે મૂકીને ઊભા કરાયેલ આ ગેમઝોનમાં લોકોના જીવ જોખમમાં મૂકીને પૈસા કમાવા ધંધો જામ્યો હતો. આખરે આ ધંધા પર લગામ લગાવવામાં આવી છે.

જુનાગઢમાં ગેરકાયદેસર ગેમઝોન ધારકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લાના ઉપરકોટ કિલ્લામાં ચાલતા ગેમઝોન સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જિલ્લામાં 6 ગેમ ઝોન સંચાલકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાના સમાચારો મળી રહ્યા છે. તો, જુનાગઢ શહેરમાં ચાલતા 3 ગેમ ઝોન ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે, માંગરોળમાં 2 અને કેશોદમાં 1 ગેમઝોન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જિલ્લાભરમાં ગેરકાયદેસર રીતે ચાલતા આ ગેમ ઝોન ધારકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઇ છે.

જુનાગઢના કેશોદમાં લાયન્સ સ્નૂકર ગેમ ઝોનના સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. શહેરના આંબાવાડી વિસ્તારમાં આ ગેમઝોન ફાયર સેફટીના સાધનો વગર ચલાવવામાં આવી રહ્યું હતું. ગેરકાયદેસર રીતે આર્થિક લાભો મેળવવા માટે આ પ્રકારના ગેમઝોન ઊભા કરી દેવામાં આવ્યા હતા. કેશોદ પોલીસ દ્વારા કામગીરી કરીને બેદરકારી દાખવતા ગુનાહિત કૃત્ય બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.