Junagadh: પ્રથમ વરસાદે પાલિકાની આબરૂના ધજાગરા ઉડાડ્યા, રોડ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય

શહેરમાં પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પોલ ખોલીસામાન્ય વરસાદના કારણે લોકો રસ્તા પર ચાલી ન શકે તેવી સ્થિતિ ઊભી થઈ આગામી દિવસોમાં જો રસ્તો બનાવવામાં નહીં આવે તો ધરણા સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી જુનાગઢ શહેરમાં પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પોલ ખોલી દીધી છે. મધુરમ વિસ્તારમાં આવેલ સોમનાથ ટાઉનશિપમાં ભૂગર્ભ ગટરની કામગીરી વરસાદ પહેલા પૂર્ણ કરવામાં ના આવતા વરસાદ વરસતાની સાથે જ કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાઈ ગયું છે. લોકોને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે. સ્થાનિક લોકોને હેરાન થવાનો આવ્યો વારો પ્રથમ વરસાદ એ જ જુનાગઢ મહાનગર પાલિકાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે, જુનાગઢ શહેરમાં ગઈકાલે પડેલા સામાન્ય વરસાદના કારણે લોકો ચાલી ન શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે મહાનગર પાલિકા કચેરી ખાતે મધુરમ વિસ્તારમાં આવેલ સોમનાથ ટાઉનશિપના રહેવાસીઓ દ્વારા હંગામો મચાવામાં આવ્યો હતો. ટાઉનશિપમાં ભૂગર્ભ ગટરની કામગીરીને લઈ રસ્તાઓ ખોદવામાં આવ્યા હતા, પરંતુ ચોમાસુ શરૂ થાય તે પહેલાં કામગીરી પૂર્ણ કરવામાં ન આવતા આજે સ્થાનિક લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. ધરણા સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી બિસ્માર રસ્તાથી અનેક લોકોના અકસ્માત થાય છે અને એક મહિલાના હાથમાં ગંભીર ઈજાઓ પણ પહોંચી છે તેમજ બાળકોને સ્કૂલ વાહનો લેવા મૂકવા પણ આવી શકતા નથી, તેમજ ચાલીને જવામાં પણ અનેક મુશ્કેલીઓ થઈ રહી છે. જેને લઈ વહેલી તકે મહાનગરપાલિકા દ્વારા સોમનાથ ટાઉનશિપનો રસ્તો બનાવવામાં આવે તેવી માંગણી રહીશો દ્વારા ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે, આગામી દિવસોમાં જો રસ્તો બનાવવામાં નહીં આવે તો ધરણા સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આમ પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની આબરૂના ધજાગરા ઉડાવી દીધા છે. માત્ર બે ઈંચ વરસાદમાં સોસાયટીઓમાં રસ્તા સાવ કીચડ કાદવ થઈ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને તંત્ર સામે લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે.

Junagadh: પ્રથમ વરસાદે પાલિકાની આબરૂના ધજાગરા ઉડાડ્યા, રોડ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શહેરમાં પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પોલ ખોલી
  • સામાન્ય વરસાદના કારણે લોકો રસ્તા પર ચાલી ન શકે તેવી સ્થિતિ ઊભી થઈ
  • આગામી દિવસોમાં જો રસ્તો બનાવવામાં નહીં આવે તો ધરણા સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી

જુનાગઢ શહેરમાં પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પોલ ખોલી દીધી છે. મધુરમ વિસ્તારમાં આવેલ સોમનાથ ટાઉનશિપમાં ભૂગર્ભ ગટરની કામગીરી વરસાદ પહેલા પૂર્ણ કરવામાં ના આવતા વરસાદ વરસતાની સાથે જ કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાઈ ગયું છે. લોકોને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે.

સ્થાનિક લોકોને હેરાન થવાનો આવ્યો વારો

પ્રથમ વરસાદ એ જ જુનાગઢ મહાનગર પાલિકાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે, જુનાગઢ શહેરમાં ગઈકાલે પડેલા સામાન્ય વરસાદના કારણે લોકો ચાલી ન શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે મહાનગર પાલિકા કચેરી ખાતે મધુરમ વિસ્તારમાં આવેલ સોમનાથ ટાઉનશિપના રહેવાસીઓ દ્વારા હંગામો મચાવામાં આવ્યો હતો. ટાઉનશિપમાં ભૂગર્ભ ગટરની કામગીરીને લઈ રસ્તાઓ ખોદવામાં આવ્યા હતા, પરંતુ ચોમાસુ શરૂ થાય તે પહેલાં કામગીરી પૂર્ણ કરવામાં ન આવતા આજે સ્થાનિક લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે.

ધરણા સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી

બિસ્માર રસ્તાથી અનેક લોકોના અકસ્માત થાય છે અને એક મહિલાના હાથમાં ગંભીર ઈજાઓ પણ પહોંચી છે તેમજ બાળકોને સ્કૂલ વાહનો લેવા મૂકવા પણ આવી શકતા નથી, તેમજ ચાલીને જવામાં પણ અનેક મુશ્કેલીઓ થઈ રહી છે. જેને લઈ વહેલી તકે મહાનગરપાલિકા દ્વારા સોમનાથ ટાઉનશિપનો રસ્તો બનાવવામાં આવે તેવી માંગણી રહીશો દ્વારા ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે, આગામી દિવસોમાં જો રસ્તો બનાવવામાં નહીં આવે તો ધરણા સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આમ પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની આબરૂના ધજાગરા ઉડાવી દીધા છે. માત્ર બે ઈંચ વરસાદમાં સોસાયટીઓમાં રસ્તા સાવ કીચડ કાદવ થઈ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને તંત્ર સામે લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે.