Porbandar Rain: ઘેડ વિસ્તારના 15થી વધુ ગામ સંપર્ક વિહોણા, મુખ્યમાર્ગ પાણીમાં ગરકાવ

કુતિયાણાના ઘેડ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિઘેડ વિસ્તારના 15થી વધુ ગામો સંપર્ક વિહોણા સેગરસ નજીક મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે પોરબંદરમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે અને કુતિયાણાના ઘેડ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘેડ વિસ્તારના 15થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને ઘેડ વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. ભારે વરસાદને પગલે તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને સેગરસ નજીક મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ત્યારે કાસાબડ, છત્રવા, જમરા, મહિયારી ભોગસર, ધરસન, કવલાકા, તરખાઈ ગામ સહિત 15 જેટલા ગામ સંપર્ક વિહોણા બન્યા છે અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. કેશોદના શેરગઢમાં એક કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકયો જૂનાગઢમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ ધમાકેદાર બેટીંગ કરી રહ્યો છે. ત્યારે જૂનાગઢના કેશોદમાં આવેલ શેરગઢમાં છેલ્લા એક કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકયો છે. સ્મશાન અને ખેતરોની દિવાલો પણ તૂટી ગઈ છે એટલો ભારે વરસાદ વરસ્યો છે, ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ સવલત પૂરી પાડવામાં આવતી નથી અને ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ બન્યું છે. મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, જળબંબાકારની સ્થિતિ સૌરાષ્ટ્રમાં દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પોરબંદરના બોખીરા જળમગ્ન થઈ ગયું હતુ તો દ્વારકાના પણ રોડ રસ્તા પાણીમાં સમાયેલા જોવા મળ્યા હતા. જુનાગઢમાં ભારે વરસાદને પગલે દામોદર કુંડ છલકાઈ ગયો હતો તો પ્રભાસ પાટણનો ત્રિવેણી સંગમ પણ છલકાઈ ગયો છે. 12 ડેમોમાં પાણીની પુષ્કળ આવક જૂનાગઢ જિલ્લાના 12 ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ છે. ઓઝત-2 ડેમના 4 દરવાજા ખોલાયા છે,ઓઝત વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા છે. ઓઝત શાહપુર ડેમના 10 દરવાજા ખોલાયા છે. સાવલી ડેમ 9 દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા છે. હાલ ડેમમાં 10,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે આજે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે.

Porbandar Rain: ઘેડ વિસ્તારના 15થી વધુ ગામ સંપર્ક વિહોણા, મુખ્યમાર્ગ પાણીમાં ગરકાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કુતિયાણાના ઘેડ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ
  • ઘેડ વિસ્તારના 15થી વધુ ગામો સંપર્ક વિહોણા
  • સેગરસ નજીક મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા

રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે પોરબંદરમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે અને કુતિયાણાના ઘેડ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘેડ વિસ્તારના 15થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને ઘેડ વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે.

ભારે વરસાદને પગલે તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને સેગરસ નજીક મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ત્યારે કાસાબડ, છત્રવા, જમરા, મહિયારી ભોગસર, ધરસન, કવલાકા, તરખાઈ ગામ સહિત 15 જેટલા ગામ સંપર્ક વિહોણા બન્યા છે અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

કેશોદના શેરગઢમાં એક કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકયો

જૂનાગઢમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ ધમાકેદાર બેટીંગ કરી રહ્યો છે. ત્યારે જૂનાગઢના કેશોદમાં આવેલ શેરગઢમાં છેલ્લા એક કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકયો છે. સ્મશાન અને ખેતરોની દિવાલો પણ તૂટી ગઈ છે એટલો ભારે વરસાદ વરસ્યો છે, ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ સવલત પૂરી પાડવામાં આવતી નથી અને ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ બન્યું છે.

મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, જળબંબાકારની સ્થિતિ

સૌરાષ્ટ્રમાં દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પોરબંદરના બોખીરા જળમગ્ન થઈ ગયું હતુ તો દ્વારકાના પણ રોડ રસ્તા પાણીમાં સમાયેલા જોવા મળ્યા હતા. જુનાગઢમાં ભારે વરસાદને પગલે દામોદર કુંડ છલકાઈ ગયો હતો તો પ્રભાસ પાટણનો ત્રિવેણી સંગમ પણ છલકાઈ ગયો છે.

12 ડેમોમાં પાણીની પુષ્કળ આવક

જૂનાગઢ જિલ્લાના 12 ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ છે. ઓઝત-2 ડેમના 4 દરવાજા ખોલાયા છે,ઓઝત વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા છે. ઓઝત શાહપુર ડેમના 10 દરવાજા ખોલાયા છે. સાવલી ડેમ 9 દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા છે. હાલ ડેમમાં 10,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે આજે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે.