Ahmedabad EOWએ મકરબામાં કરોડોનો પ્લોટ પચાવી પાડનાર ત્રણ લોકોની કરી ધરપકડ

અમદાવાદમાં જમીન છેતરપિંડીના કેસોમાં થયો વધારો કરોડોનો પ્લોટ પચાવી પાડી આરોપીઓએ લીધા રૂપિયા આર્થિક ગુના નિવારણે ફરિયાદ નોંધી આરોપીઓને દબોચ્યા આરોપીઓ દ્રારા ગુનાને અંજામ આપવા માટે અનેક યુક્તિ અપનાવવામાં આવે છે તેવી જ યુક્તિ અપનાવીને અમદાવદના ત્રણ માસ્ટરમાઈન્ડ દ્વારા જમીન પચાવવાનું કૌંભાડ આચરવામાં આવ્યુ છે.જેમાં ફિલ્મી યુક્તિ અપનાવીને કરોડોનો પ્લોટ પચાવી પાડવાનાર ત્રણ આરોપીઓની EOW (ECONOMY OFFENCE WINGS)એ ધરપકડ કરી છે. મૂળ માલિકને આ વાતની જાણ થઈ અમદાવાદ ઈઓડબ્લ્યુની પકડમાં ઉભેલા આરોપી પાર્થ શાહ જે ગૌતમકૃપા એપાર્ટમેન્ટ વાસણાનો રહેવાસી છે. મેહુલ પરીખ, રેવતી ટાવર સેટેલાઇટનો રહેવાસી છે. અને કિશોરભાઈ પંચાલ, ન્યુ નિકિતા પાર્ક સોસાયટી થલતેજનો રહેવાસી છે. ત્રણે ભેજાબાજોએ મળીને મકરબા ખાતેના કરોડોના પ્લોટને પચાવી પાડવા માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો હતો. મૂળ માલિકની જેમ દેખાવવા દાઢી અને વાળની સ્ટાઇલ આરોપીએ કરાવી હતી. અને જમીનના મૂળ માલિકની ખોટી ઓળખ ઉભી કરી હતી.આખરે મૂળ માલિકને આ છેતરપિંડીની જાણ થતાં તેઓ વિદેશથી પરત ફરતા આરોપીનો ભાંડો ફૂટી ગયો હતો. ફરિયાદીએ પોલીસનો આભાર માન્યો એનઆરઆઈ ધ્રુવીશ મહેતાનો મકરબાની સીમમાં આવેલ પ્લોટ પરિચિત આરોપીઓ એજ પડાવી પાડ્યો હતો. જેને ખબર પડતાં ધ્રુવિશ મહેતાએ ઈઓડબ્લ્યુમાં ફરિયાદ નોંધાવી હતી,અને ઈઓડબ્લ્યુએ ફરિયાદ નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.આરોપીઓએ કરોડોનો પ્લોટ પચાવી પાડવા નકલી આધાર અને પાન કાર્ડ પણ બનાવ્યા હતા.અને પ્લોટનો રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી તેના આધારે ખોટા સોગંદનામા બનાવી રેવન્યુ રેકર્ડમાં નોંધ પડાવી લીધી હતી.આરોપીઓએ કરોડોનો પ્લોટ પડાવી લેવા માલિક ધ્રુવિશે જેવા દેખાવવા બાલ,દાઢી સેટ કરાવી લીધી હતી અને પોતે મૂળ માલિક હોવાનો દાવો કર્યો હતો. ત્યારે આરોપીઓને ઝડપી પાડતા પ્લોટના મૂળ માલિકે આર્થિક ગુના નિવારણ શાખાનો આભાર માન્યો હતો. અન્ય આરોપીઓ પણ સંકડાયેલા હોવાની વાત કરોડોના પ્લોટને પચાવી પાડવા આરોપીઓએ ઘડેલા પ્લાન ઉપરથી પોલીસે પડદો ઊંચકી લીધો છે. આરોપીઓએ નકલી આધાર અને પાનકાર્ડ બનાવી બેન્ક એકાઉન્ટ પણ ખોલાવી દીધું હતું. ત્યારે કરોડોના પ્લોટને છટકપટથી હાંસલ કરવા જતાં આરોપીઓ પોલીસની પકડમાં આવી ગયા છે. અને પોલીસે ત્રણે આરોપીની ધરપકડ કરી વધુ આરોપીઓની શોધખોળ હાથધરી છે. અગાઉ EOWએ જુહાપુરાના સજ્જુની પણ જમીન કેસમાં ધરપકડ કરી છે આર્થિક ગુના નિવારણ શાખા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ EOW (ECONOMY OFFENCE WINGS) દ્રારા જુહાપુરાના નામચીન ભૂમાફિયા સજ્જુ લાલની ધરપકડ કરવામાં આવી હતી,તેના પર જમીન કબજાની ખંડણીની ફરિયાદ દાખલ થઈ છે.જેમાં શાહપુરના મન્સૂરી પરિવાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.જેમા સજ્જુ લાલ દ્વારા 12 કરોડ રૂપિયા ખંડણી માંગવામાં આવી હતી. તે ઉપરાંત અમદાવાદ શહેર અને આજુબાજુના તાલુકાઓમાં પણ 26 થી વધુ ગુના સજ્જુ લાલ પર નોંધાયા છે.  

Ahmedabad EOWએ મકરબામાં કરોડોનો પ્લોટ પચાવી પાડનાર ત્રણ લોકોની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં જમીન છેતરપિંડીના કેસોમાં થયો વધારો
  • કરોડોનો પ્લોટ પચાવી પાડી આરોપીઓએ લીધા રૂપિયા
  • આર્થિક ગુના નિવારણે ફરિયાદ નોંધી આરોપીઓને દબોચ્યા

આરોપીઓ દ્રારા ગુનાને અંજામ આપવા માટે અનેક યુક્તિ અપનાવવામાં આવે છે તેવી જ યુક્તિ અપનાવીને અમદાવદના ત્રણ માસ્ટરમાઈન્ડ દ્વારા જમીન પચાવવાનું કૌંભાડ આચરવામાં આવ્યુ છે.જેમાં ફિલ્મી યુક્તિ અપનાવીને કરોડોનો પ્લોટ પચાવી પાડવાનાર ત્રણ આરોપીઓની EOW (ECONOMY OFFENCE WINGS)એ ધરપકડ કરી છે.

મૂળ માલિકને આ વાતની જાણ થઈ

અમદાવાદ ઈઓડબ્લ્યુની પકડમાં ઉભેલા આરોપી પાર્થ શાહ જે ગૌતમકૃપા એપાર્ટમેન્ટ વાસણાનો રહેવાસી છે. મેહુલ પરીખ, રેવતી ટાવર સેટેલાઇટનો રહેવાસી છે. અને કિશોરભાઈ પંચાલ, ન્યુ નિકિતા પાર્ક સોસાયટી થલતેજનો રહેવાસી છે. ત્રણે ભેજાબાજોએ મળીને મકરબા ખાતેના કરોડોના પ્લોટને પચાવી પાડવા માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો હતો. મૂળ માલિકની જેમ દેખાવવા દાઢી અને વાળની સ્ટાઇલ આરોપીએ કરાવી હતી. અને જમીનના મૂળ માલિકની ખોટી ઓળખ ઉભી કરી હતી.આખરે મૂળ માલિકને આ છેતરપિંડીની જાણ થતાં તેઓ વિદેશથી પરત ફરતા આરોપીનો ભાંડો ફૂટી ગયો હતો.

ફરિયાદીએ પોલીસનો આભાર માન્યો

એનઆરઆઈ ધ્રુવીશ મહેતાનો મકરબાની સીમમાં આવેલ પ્લોટ પરિચિત આરોપીઓ એજ પડાવી પાડ્યો હતો. જેને ખબર પડતાં ધ્રુવિશ મહેતાએ ઈઓડબ્લ્યુમાં ફરિયાદ નોંધાવી હતી,અને ઈઓડબ્લ્યુએ ફરિયાદ નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.આરોપીઓએ કરોડોનો પ્લોટ પચાવી પાડવા નકલી આધાર અને પાન કાર્ડ પણ બનાવ્યા હતા.અને પ્લોટનો રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી તેના આધારે ખોટા સોગંદનામા બનાવી રેવન્યુ રેકર્ડમાં નોંધ પડાવી લીધી હતી.આરોપીઓએ કરોડોનો પ્લોટ પડાવી લેવા માલિક ધ્રુવિશે જેવા દેખાવવા બાલ,દાઢી સેટ કરાવી લીધી હતી અને પોતે મૂળ માલિક હોવાનો દાવો કર્યો હતો. ત્યારે આરોપીઓને ઝડપી પાડતા પ્લોટના મૂળ માલિકે આર્થિક ગુના નિવારણ શાખાનો આભાર માન્યો હતો.

અન્ય આરોપીઓ પણ સંકડાયેલા હોવાની વાત

કરોડોના પ્લોટને પચાવી પાડવા આરોપીઓએ ઘડેલા પ્લાન ઉપરથી પોલીસે પડદો ઊંચકી લીધો છે. આરોપીઓએ નકલી આધાર અને પાનકાર્ડ બનાવી બેન્ક એકાઉન્ટ પણ ખોલાવી દીધું હતું. ત્યારે કરોડોના પ્લોટને છટકપટથી હાંસલ કરવા જતાં આરોપીઓ પોલીસની પકડમાં આવી ગયા છે. અને પોલીસે ત્રણે આરોપીની ધરપકડ કરી વધુ આરોપીઓની શોધખોળ હાથધરી છે.

અગાઉ EOWએ જુહાપુરાના સજ્જુની પણ જમીન કેસમાં ધરપકડ કરી છે

આર્થિક ગુના નિવારણ શાખા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ EOW (ECONOMY OFFENCE WINGS) દ્રારા જુહાપુરાના નામચીન ભૂમાફિયા સજ્જુ લાલની ધરપકડ કરવામાં આવી હતી,તેના પર જમીન કબજાની ખંડણીની ફરિયાદ દાખલ થઈ છે.જેમાં શાહપુરના મન્સૂરી પરિવાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.જેમા સજ્જુ લાલ દ્વારા 12 કરોડ રૂપિયા ખંડણી માંગવામાં આવી હતી. તે ઉપરાંત અમદાવાદ શહેર અને આજુબાજુના તાલુકાઓમાં પણ 26 થી વધુ ગુના સજ્જુ લાલ પર નોંધાયા છે.