Jamnagar: રોડ અકસ્માત રોકવા RTOની વિશેષ ટ્રાફિક ડ્રાઇવ, લોકોને જાગૃતિ કરવા પ્રયાસ

Feb 5, 2025 - 17:30
Jamnagar: રોડ અકસ્માત રોકવા RTOની વિશેષ ટ્રાફિક ડ્રાઇવ, લોકોને જાગૃતિ કરવા પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર શહેરમાં અને ખાસ કરીને હાઈવે રોડ પર થતા અકસ્માતો ઘટાડવાના ભાગરૂપે જામનગરની ટ્રાફિક શાખા તેમજ આરટીઓ કચેરી દ્વારા લોકોને સમજ આપવા માટેની વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી. ગઈકાલે મોડી રાત્રે ટ્રાફિક પોલીસ અને આરટીઓ ઈન્સ્પેક્ટરની ટીમ દ્વારા સંયુક્ત રીતે જન જાગૃતિ લાવવા ના ભાગ રૂપે રોડ સલામતી એવરનેસ લાવવા ડ્રાઈવ યોજવામાં આવી હતી.

જામનગર સહીત રાજ્યભરમાં અકસ્માતોના બનાવો દિવસે-દિવસે વધતા જાય છે, ત્યારે જામનગર ટ્રાફિક શાખા અને આરટીઓ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાહન ચલાવતા સમયે હેલ્મેટ અને સીટ બેલ્ટ બાંધવા અંગેની અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારી અને આરટીઓ અધિકારીઓ દ્વારા રાત ઉજાગરા કરવામાં આવ્યા હતા. જામનગરની ટ્રાફિક શાખા ની પોલીસ ટીમ અને આરટીઓની ટીમ દ્વારા મોડી રાત્રીએ સમર્પણ સર્કલ નજીક વધતા જતા અકસ્માત ના બનાવો ને ધ્યાનમાં લઈ લોકોમાં વાહન ચલાવવાના મુદ્દે એવરનેસ લાવવાના ભાગ રૂપે વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી.

વાહન ચાલકોને સલામતી સાથે વાહનો ચલાવવા અને જાગૃતિ દાખવવા માટે ટ્રાફિક અવેરનેશ સંદર્ભે પત્રિકા આપી ખાસ ડ્રાઈવ યોજાઈ હતી. આ વેળાએ જામનગર ના નવ નિયુક્ત એ.એસ.પી. અક્ષેસ ઈંજીનીયર, ટ્રાફિક શાખા ના પી.આઈ તથા આરટીઓ ઈન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા ડ્રાઈવ યોજી લોકોને સલામતી રીતે ડ્રાઈવિંગ માટે માહિતગાર કરવામાં આવ્યા હતા. તથા આગામી દિવસોમાં પોલીસ દંડનીય કાર્યવાહી હાથ ધરશે. આ સાથે લોકોમાં વધુમાં વધુ ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આવે અને લોકો હેલ્મેટ, સીટ બેલ્ટ નો અવશ્ય ઉપયોગ કરે તે હેતુથી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પોસ્ટર બેનર સાથે દસ ઓટો રિક્ષામાં લગાવેલ પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા તેમજ ટ્રાફિક અવેરનેશના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ખાસ કરીને હાઈવે રોડ પરથી ટુ-વ્હીલર માં નિકળનારા લોકોએ હેલ્મેટ ફરજિયાત પણે પહેરવાની રહેશે, તેવી સમજ આપવામાં આવી હતી. અને હેલ્મેટ પહેર્યા વિના નીકળનારા વાહન ચાલકો, તેમજ ટ્રાફિક નિયમનનો ઉલ્લંગન કરનારા વાહન ચાલકો સામે કડક હાથે દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0