Jagannath Rathyatra 2024: રથયાત્રામાં વરસાદને લઈને ખાસ તકેદારી, AMCને અપાઈ સૂચનાઓ

વરસાદની શકયતાને લઇ વોટરપ્રૂફ મંડપ બંધાશે રથને તકલીફ ન પડે તે માટેની મંદિરની AMCને સૂચના ડ્રેનેઝ લાઇન ,જર્જરિત ઇમારત પર નજર રાખવા અપીલ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે જ રથયાત્રા સમયે મેઘમહેરની પણ શક્યતાઓ જોવા મળી રહી છે. વરસાદના કારણે પ્રભુને તકલીફન ન પડે તે માટે મંદિર તરફથી એએમસીને ખાસ પ્રકારની સૂચનાઓની સાથે સાથે કેટલીક બાબતોની અપીલ પણ કરવામાં આવી રહી છે. તો જાણો શું છે વરસાદની શક્યતાઓ વચ્ચે મંદિર અને એએમસીનો પ્લાન. મંદિરે એએમસીને શું કરી અપીલ વરસાદની શક્યતાઓને લઈને મંદિર તરફથી પણ ખાસ વાતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વરસાદી માહોલના કારણે ખાસ કરીને રસ્તાઓની સ્થિતિ ખરાબ થઈ રહી છે. આ કારણે એએમસીને ખાસ સૂચના અને અપીલ કરવામાં આવી છે કે રથયાત્રાના રૂટ પરના રસ્તા યોગ્ય રીતે મેનેજ કરવામાં આવે. આ રસ્તા પર પાણી, ભૂવા કે રોડ સહિતની તમામ તકેદારી રાખવાનું સૂચન કરાયું છે. વરસાદને લઈને તંત્રને ખાસ ધ્યાન રાખવા કહેવામાં આવ્યું છે. ભગવાનના રથને તકલીફ ન પડે તેનું ખાસ રખાશે ધ્યાન રથયાત્રાના રૂટના રસ્તાઓ ક્લીઅર કરવાની સાથે સાથે આ રૂટની ડ્રેનેજ લાઈનો, જર્જરિત ઈમારતો સહિતની તમામ વાતનું પણ ધ્યાન રાખવાનું કહેવાયું છે. ભગવાન અને ભક્તોને હાલાકી ન પડે તે માટે ઠેરઠેર વોટરપ્રૂફ મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવશે. અમદાવાદમાં 147મી રથયાત્રાને લઇ તડામાર તૈયારીઓ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ મંદિરમાં તૈયારીઓ ચાલી રહી છે. જગન્નાથ મંદિરને લાઇટિંગ દ્વારા વિશેષ રીતે ડેકોરેટ કરાશે. જગન્નાથ મંદિરને રામ મંદિરની થીમ પર ડેકોરેટ કરવામાં આવશે. મંદિરના મુખ્ય ગેટ પર મુવેબલ કેમેરાથી કરાયું સજ્જ. ડોગ સ્કોર્ડ અને બૉમ્બ સ્કોર્ડ દ્વારા સમગ્ર મંદિરમાં ચેકીંગની વ્યવસ્થા છે. રથયાત્રા નજીક આવતા મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પોલીસ પણ છે સજ્જ અમદાવાદમાં રથયાત્રાને લઇ પોલીસ સજ્જ થઈ છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય જગન્નાથ મંદિર પહોંચ્યા છે. રથયાત્રા રૂટ પર પોલીસ સુરક્ષા રિહર્સલ કરશે. સુરક્ષાની કચાસ ન રહી જાય માટે રૂટ પર પેટ્રોલિંગ કરશે. 

Jagannath Rathyatra 2024: રથયાત્રામાં વરસાદને લઈને ખાસ તકેદારી, AMCને અપાઈ સૂચનાઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસાદની શકયતાને લઇ વોટરપ્રૂફ મંડપ બંધાશે
  • રથને તકલીફ ન પડે તે માટેની મંદિરની AMCને સૂચના
  • ડ્રેનેઝ લાઇન ,જર્જરિત ઇમારત પર નજર રાખવા અપીલ

ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે જ રથયાત્રા સમયે મેઘમહેરની પણ શક્યતાઓ જોવા મળી રહી છે. વરસાદના કારણે પ્રભુને તકલીફન ન પડે તે માટે મંદિર તરફથી એએમસીને ખાસ પ્રકારની સૂચનાઓની સાથે સાથે કેટલીક બાબતોની અપીલ પણ કરવામાં આવી રહી છે. તો જાણો શું છે વરસાદની શક્યતાઓ વચ્ચે મંદિર અને એએમસીનો પ્લાન.

મંદિરે એએમસીને શું કરી અપીલ

વરસાદની શક્યતાઓને લઈને મંદિર તરફથી પણ ખાસ વાતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વરસાદી માહોલના કારણે ખાસ કરીને રસ્તાઓની સ્થિતિ ખરાબ થઈ રહી છે. આ કારણે એએમસીને ખાસ સૂચના અને અપીલ કરવામાં આવી છે કે રથયાત્રાના રૂટ પરના રસ્તા યોગ્ય રીતે મેનેજ કરવામાં આવે. આ રસ્તા પર પાણી, ભૂવા કે રોડ સહિતની તમામ તકેદારી રાખવાનું સૂચન કરાયું છે. વરસાદને લઈને તંત્રને ખાસ ધ્યાન રાખવા કહેવામાં આવ્યું છે.

ભગવાનના રથને તકલીફ ન પડે તેનું ખાસ રખાશે ધ્યાન

રથયાત્રાના રૂટના રસ્તાઓ ક્લીઅર કરવાની સાથે સાથે આ રૂટની ડ્રેનેજ લાઈનો, જર્જરિત ઈમારતો સહિતની તમામ વાતનું પણ ધ્યાન રાખવાનું કહેવાયું છે. ભગવાન અને ભક્તોને હાલાકી ન પડે તે માટે ઠેરઠેર વોટરપ્રૂફ મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

અમદાવાદમાં 147મી રથયાત્રાને લઇ તડામાર તૈયારીઓ

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ મંદિરમાં તૈયારીઓ ચાલી રહી છે. જગન્નાથ મંદિરને લાઇટિંગ દ્વારા વિશેષ રીતે ડેકોરેટ કરાશે. જગન્નાથ મંદિરને રામ મંદિરની થીમ પર ડેકોરેટ કરવામાં આવશે. મંદિરના મુખ્ય ગેટ પર મુવેબલ કેમેરાથી કરાયું સજ્જ. ડોગ સ્કોર્ડ અને બૉમ્બ સ્કોર્ડ દ્વારા સમગ્ર મંદિરમાં ચેકીંગની વ્યવસ્થા છે. રથયાત્રા નજીક આવતા મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

પોલીસ પણ છે સજ્જ

અમદાવાદમાં રથયાત્રાને લઇ પોલીસ સજ્જ થઈ છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય જગન્નાથ મંદિર પહોંચ્યા છે. રથયાત્રા રૂટ પર પોલીસ સુરક્ષા રિહર્સલ કરશે. સુરક્ષાની કચાસ ન રહી જાય માટે રૂટ પર પેટ્રોલિંગ કરશે.