Heat Wave News :હીટવેવના લીધે ગુજરાતનો 80 ટકાથી વધુ વિસ્તાર અગનભઠ્ઠીમાં ફેરવાયો

અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ, 20 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટઅમદાવાદમાં 46.6, ગાંધીનગરમાં 46, સુરેન્દ્રનગરમાં 45.9, કંડલામાં 45.5, ડીસામાં 45.4, વડોદરામાં 45 આગામી એક સપ્તાહ સુધી ગરમી ઘટવાના કોઈ એંધાણ નહીં, 29મીએ પણ 44 ડિગ્રીની આગાહી અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીના લીધે જનજીવન ખોરવાઈ ગયું છે. સવારે 11 વાગ્યા પછી રસ્તાઓ પર ટ્રાફિક ઘટવા લાગે છે અને બપોરે 2થી 5 વાગ્યા દરમિયાન રસ્તાઓ સૂમસામ બનવા લાગ્યાં છે. ઊંચા તાપમાનની સાથે હીટવેવના કારણે ગુજરાતનો 80 ટકાથી વધુ વિસ્તાર અગનભઠ્ઠીમાં ફેરવાયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પારો 46 ડિગ્રીને પાર જતાં હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે. તેમજ એ સિવાયનાં 20 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના નાગરિકોએ હજુ આગામી દિવસોમાં ગરમીમાં શેકાવુ પડે તેવા હવામાન ખાતાનાં સંકેતો પ્રાપ્ત થઈ રહ્યાં છે. એક સપ્તાહ સુધી કાળાઝળ ગરમીથી રાહત મળે એ પ્રકારે તાપમાનમાં ઘટાડો થવાની કોઈ જ શક્યતાઓ જણાતી નથી. અમદાવાદની વાત કરીએ તો આગામી 29મી મેના દિવસે પણ શહેરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાવવાની આગાહી કરાઈ છે. આજે ગુરૂવારે રાજ્યનાં 6 શહેર તાપમાનનો પારો 45 કે તેથી પણ વધુ ડિગ્રીએ પહોચી ગયો હતો. હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરેલા ગરમીના આંકડા મુજબ ગુરૂવારના રોજ સૌથી વધુ 46.6 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયુ હતુ. એ સિવાય પાટનગર ગાંધીનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45.4 અને વડોદરામાં 45 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ ઉપરાંત અન્ય શહેરોની વાત કરવામાં આવે તો વિ.વિ.નગરમાં 44.1, અમરેલીમાં 44.4, રાજકોટમાં 43.8 ડિગ્રી અને ભુજમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. રાજ્યમાં કમોસમી વરસાદના લીધે ગત સપ્તાહમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી પણ નીચે આવી ગયો હતો. અમદાવાદમાં ગત 15મી મેના રોજ મહત્તમ તાપમાન ઘટીને 39.7 ડિગ્રી થઈ ગયુ હતુ. તેના બીજા જ દિવસે એટલે કે, 17મી મેના રોજ અમદાવાદ શહેર 8 શહેરમાં પારો ઉચકાઈને 43 ડિગ્રીને પાર પહોચી ગયો હતો, જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, ડીસા અને ગાંધીનગરમાં પારો 44 ડિગ્રીને પાર નોંધાયો હતો. આમ ગુજરાતમાં 15મી મેથી આજદીન સુધી એટલે કે, છેલ્લા 9 દિવસથી સતત તાપમાનો પારો ઉચકાઈ રહ્યો છે અને રાહત મળવાના હજુ કોઈ સંકેત નથી. આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જા મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ, અમરેલી, રાજકોટ, બોટાદ, કચ્છ, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, વલસાડ, વડોદરા, અરવલ્લી, છોટા ઉદેપુર, પંચમહાલ અને ખેડામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું.

Heat Wave News :હીટવેવના લીધે ગુજરાતનો 80 ટકાથી વધુ વિસ્તાર અગનભઠ્ઠીમાં ફેરવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ, 20 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
  • અમદાવાદમાં 46.6, ગાંધીનગરમાં 46, સુરેન્દ્રનગરમાં 45.9, કંડલામાં 45.5, ડીસામાં 45.4, વડોદરામાં 45
  • આગામી એક સપ્તાહ સુધી ગરમી ઘટવાના કોઈ એંધાણ નહીં, 29મીએ પણ 44 ડિગ્રીની આગાહી

અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીના લીધે જનજીવન ખોરવાઈ ગયું છે. સવારે 11 વાગ્યા પછી રસ્તાઓ પર ટ્રાફિક ઘટવા લાગે છે અને બપોરે 2થી 5 વાગ્યા દરમિયાન રસ્તાઓ સૂમસામ બનવા લાગ્યાં છે. ઊંચા તાપમાનની સાથે હીટવેવના કારણે ગુજરાતનો 80 ટકાથી વધુ વિસ્તાર અગનભઠ્ઠીમાં ફેરવાયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પારો 46 ડિગ્રીને પાર જતાં હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે. તેમજ એ સિવાયનાં 20 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના નાગરિકોએ હજુ આગામી દિવસોમાં ગરમીમાં શેકાવુ પડે તેવા હવામાન ખાતાનાં સંકેતો પ્રાપ્ત થઈ રહ્યાં છે. એક સપ્તાહ સુધી કાળાઝળ ગરમીથી રાહત મળે એ પ્રકારે તાપમાનમાં ઘટાડો થવાની કોઈ જ શક્યતાઓ જણાતી નથી. અમદાવાદની વાત કરીએ તો આગામી 29મી મેના દિવસે પણ શહેરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાવવાની આગાહી કરાઈ છે. આજે ગુરૂવારે રાજ્યનાં 6 શહેર તાપમાનનો પારો 45 કે તેથી પણ વધુ ડિગ્રીએ પહોચી ગયો હતો.

હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરેલા ગરમીના આંકડા મુજબ ગુરૂવારના રોજ સૌથી વધુ 46.6 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયુ હતુ. એ સિવાય પાટનગર ગાંધીનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45.4 અને વડોદરામાં 45 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ ઉપરાંત અન્ય શહેરોની વાત કરવામાં આવે તો વિ.વિ.નગરમાં 44.1, અમરેલીમાં 44.4, રાજકોટમાં 43.8 ડિગ્રી અને ભુજમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

રાજ્યમાં કમોસમી વરસાદના લીધે ગત સપ્તાહમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી પણ નીચે આવી ગયો હતો. અમદાવાદમાં ગત 15મી મેના રોજ મહત્તમ તાપમાન ઘટીને 39.7 ડિગ્રી થઈ ગયુ હતુ. તેના બીજા જ દિવસે એટલે કે, 17મી મેના રોજ અમદાવાદ શહેર 8 શહેરમાં પારો ઉચકાઈને 43 ડિગ્રીને પાર પહોચી ગયો હતો, જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, ડીસા અને ગાંધીનગરમાં પારો 44 ડિગ્રીને પાર નોંધાયો હતો. આમ ગુજરાતમાં 15મી મેથી આજદીન સુધી એટલે કે, છેલ્લા 9 દિવસથી સતત તાપમાનો પારો ઉચકાઈ રહ્યો છે અને રાહત મળવાના હજુ કોઈ સંકેત નથી.

આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જા મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ, અમરેલી, રાજકોટ, બોટાદ, કચ્છ, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, વલસાડ, વડોદરા, અરવલ્લી, છોટા ઉદેપુર, પંચમહાલ અને ખેડામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું.