Gujaratમાં ડ્રગ્સ સામેની લડત માટે પોલીસકર્મીઓને અપાઇ ખાસ તાલીમ

ગાંધીનગર FSL ખાતે પોલીસકર્મીઓને અપાઈ તાલીમ ડ્રગ્સ ઓળખ, સેમ્પલિંગ અંગે માહિતગાર કરાયા ફેક્ટરીઓ પર દરોડાના જોખમને લઈ અપાઈ ટ્રેનિંગ ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડત માટે પોલીસકર્મીઓને તાલીમ અપાઈ છે. જેમાં ગાંધીનગર FSL ખાતે પોલીસકર્મીઓને તાલીમ અપાઈ છે. તેમાં ડ્રગ્સ ઓળખ, સેમ્પલિંગ અંગે માહિતગાર કરાયા છે. તેમજ ફેક્ટરીઓ પર દરોડાના જોખમને લઈ ટ્રેનિંગ અપાઈ છે. તથા ડ્રગ્સ સામેની લડતમાં પોલીસ વિભાગના કર્મચારીઓને ગાંધીનગર FSL ખાતે તાલીમ અપાઇ છે. કાયદાની છટકબારીનો લાભ આરોપી મેળવી ન શકે તે માટે તાલીમ જરૂરી પોલીસ વિભાગની ATS, SOG, CRIME બ્રાન્ચ જેવી વિંગના જવાનોનો FSL ખાતે વર્કશોપ યોજાયો હતો. એન.ડી.પી.એસ.એક્ટ હેઠળના સિન્થેટિક ડ્રગ્સ તથા તેના નિર્માણ, ઓળખ અને સેમ્પલિંગ અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. તેમજ રાજ્યમાં સિન્થેટિક ડ્રગ્સ બનાવતી ફેકટરી પર રેડ અને તેના સેમ્પલિંગ દરમિયાન રહેલા જોખમો અંગે પણ ટ્રેનિંગ અપાઇ છે. ડ્રગ્સના કેસમાં સંડોવાયેલા આરોપીઓને મહત્તમ સજા મળે તેમજ કાયદાની છટકબારીનો લાભ આરોપી મેળવી ન શકે તે માટે તાલીમ જરૂરી છે.  પદાર્થોના સેમ્પલિંગ, પેકેજીંગ, હેન્ડલિંગ તેમજ પૃથ્થકરણ વિષે પ્રેક્ટિકલ વર્કશોપમાં માહિતી અપાઇ જપ્ત કરવામાં આવતા પદાર્થોના સેમ્પલિંગ, પેકેજીંગ, હેન્ડલિંગ તેમજ પૃથ્થકરણ વિષે પ્રેક્ટિકલ વર્કશોપમાં માહિતી અપાઇ છે. સામાન્ય વપરાશના કેમિકલ્સને આરોપીઓના હાથમાં આવતા કેવી રીતે રોકવા તે અંગે પણ તાલીમ અપાઇ છે. ગુજરાતમાં દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાની ઘટનાઓ સતત વધતી જ જઈ રહી છે. અવારનવાર મળી આવતા ડ્રગ્સના પેકેટ દર્શાવે છે કે, ગુજરાતમાં આવા માદક પદાર્થની ફેરફેર વધી રહી છે. આ સાથે કચ્છના દરિયાઈ સીમામાંથી માદક દ્રવ્યોનો જથ્થો મળી આવવાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે. આજે સવારે BSFએ કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂપિયા 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન, ચરસના ત્રણ અલગ-અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા છે. એક સપ્તાહમાં 150થી પણ વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કરાયા BSFના જવાનોને ક્રિક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા એક સપ્તાહમાં BSFએ 150થી પણ વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે. ઉપરાંત BSFના જવાનો દ્વારા દરિયાકાંઠાના વિસ્તાર અને ખાડી વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચાલુ જ છે અને હજુ પણ વધુ માત્રામાં ડ્રગ્સના પૅકેટ મળી આવવાની સંભાવના છે. હાલમાં દરિયામાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે ફેંકી દેવાયેલ ડ્રગ્સના પકેટો મોજામાં તણાઈ આવીને કચ્છની દરિયાઈ સીમામાંથી મળી આવે છે. આ સાથે જુદી જુદી સુરક્ષા એજન્સીઓ છેલ્લા 12 દિવસથી સતત પેટ્રોલિંગ કરી રહી છે અને કચ્છના જુદા જુદા દરિયાકાંઠા પરથી આ ડ્રગ્સ મળી આવી રહ્યું છે. આજે મળેલા ડ્રગ્સના જથ્થા અંગે BSF દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Gujaratમાં ડ્રગ્સ સામેની લડત માટે પોલીસકર્મીઓને અપાઇ ખાસ તાલીમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગર FSL ખાતે પોલીસકર્મીઓને અપાઈ તાલીમ
  • ડ્રગ્સ ઓળખ, સેમ્પલિંગ અંગે માહિતગાર કરાયા
  • ફેક્ટરીઓ પર દરોડાના જોખમને લઈ અપાઈ ટ્રેનિંગ

ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડત માટે પોલીસકર્મીઓને તાલીમ અપાઈ છે. જેમાં ગાંધીનગર FSL ખાતે પોલીસકર્મીઓને તાલીમ અપાઈ છે. તેમાં ડ્રગ્સ ઓળખ, સેમ્પલિંગ અંગે માહિતગાર કરાયા છે. તેમજ ફેક્ટરીઓ પર દરોડાના જોખમને લઈ ટ્રેનિંગ અપાઈ છે. તથા ડ્રગ્સ સામેની લડતમાં પોલીસ વિભાગના કર્મચારીઓને ગાંધીનગર FSL ખાતે તાલીમ અપાઇ છે.

કાયદાની છટકબારીનો લાભ આરોપી મેળવી ન શકે તે માટે તાલીમ જરૂરી

પોલીસ વિભાગની ATS, SOG, CRIME બ્રાન્ચ જેવી વિંગના જવાનોનો FSL ખાતે વર્કશોપ યોજાયો હતો. એન.ડી.પી.એસ.એક્ટ હેઠળના સિન્થેટિક ડ્રગ્સ તથા તેના નિર્માણ, ઓળખ અને સેમ્પલિંગ અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. તેમજ રાજ્યમાં સિન્થેટિક ડ્રગ્સ બનાવતી ફેકટરી પર રેડ અને તેના સેમ્પલિંગ દરમિયાન રહેલા જોખમો અંગે પણ ટ્રેનિંગ અપાઇ છે. ડ્રગ્સના કેસમાં સંડોવાયેલા આરોપીઓને મહત્તમ સજા મળે તેમજ કાયદાની છટકબારીનો લાભ આરોપી મેળવી ન શકે તે માટે તાલીમ જરૂરી છે.

 પદાર્થોના સેમ્પલિંગ, પેકેજીંગ, હેન્ડલિંગ તેમજ પૃથ્થકરણ વિષે પ્રેક્ટિકલ વર્કશોપમાં માહિતી અપાઇ

જપ્ત કરવામાં આવતા પદાર્થોના સેમ્પલિંગ, પેકેજીંગ, હેન્ડલિંગ તેમજ પૃથ્થકરણ વિષે પ્રેક્ટિકલ વર્કશોપમાં માહિતી અપાઇ છે. સામાન્ય વપરાશના કેમિકલ્સને આરોપીઓના હાથમાં આવતા કેવી રીતે રોકવા તે અંગે પણ તાલીમ અપાઇ છે. ગુજરાતમાં દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાની ઘટનાઓ સતત વધતી જ જઈ રહી છે. અવારનવાર મળી આવતા ડ્રગ્સના પેકેટ દર્શાવે છે કે, ગુજરાતમાં આવા માદક પદાર્થની ફેરફેર વધી રહી છે. આ સાથે કચ્છના દરિયાઈ સીમામાંથી માદક દ્રવ્યોનો જથ્થો મળી આવવાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે. આજે સવારે BSFએ કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂપિયા 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન, ચરસના ત્રણ અલગ-અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા છે.

એક સપ્તાહમાં 150થી પણ વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કરાયા

BSFના જવાનોને ક્રિક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા એક સપ્તાહમાં BSFએ 150થી પણ વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે. ઉપરાંત BSFના જવાનો દ્વારા દરિયાકાંઠાના વિસ્તાર અને ખાડી વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચાલુ જ છે અને હજુ પણ વધુ માત્રામાં ડ્રગ્સના પૅકેટ મળી આવવાની સંભાવના છે. હાલમાં દરિયામાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે ફેંકી દેવાયેલ ડ્રગ્સના પકેટો મોજામાં તણાઈ આવીને કચ્છની દરિયાઈ સીમામાંથી મળી આવે છે. આ સાથે જુદી જુદી સુરક્ષા એજન્સીઓ છેલ્લા 12 દિવસથી સતત પેટ્રોલિંગ કરી રહી છે અને કચ્છના જુદા જુદા દરિયાકાંઠા પરથી આ ડ્રગ્સ મળી આવી રહ્યું છે. આજે મળેલા ડ્રગ્સના જથ્થા અંગે BSF દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.