Gujaratના ગીર પંથકમાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો

સવારે 8:18 વાગ્યે અનુભવાયો આંચકો તાલાલા, સાસણ ગીર પંથકમાં ભૂકંપ રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતા નોંધાઈ ગુજરાતના ગીર પંથકમાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો છે. જેમાં સવારે 8:18 વાગ્યે આંચકો અનુભવાયો છે. તાલાલા, સાસણ ગીર પંથકમાં ભૂકંપ આવતા સ્થાનિકોમાં ભય વ્યાપી ગયો છે. જેમાં રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતા નોંધાઈ છે. તેમજ તાલાલાથી 12 કિમી નોર્થ ઇસ્ટ કેન્દ્ર બિંદુ છે. ધરતી ધણધણી ઉઠી અને લોકોમાં ગભરાટ ફેલાયો એશિયન સિંહોના નિવાસ અને દેશના સહેલાણીઓ જ્યાં ઉમટતા રહ્યા છે તે સાસણગીર પંથકમાં ધરતીની ઉપરી સપાટીએ ઉપરા ઉપરી તીવ્ર ભૂકંપોનો સિલસિલો શરુ થયો છે. જેમાં અગાઉ પણ તાલાલા ગીર પંથકમાં ધરા ધ્રુજી ઉઠી હતી. રિકટર સ્કેલ પર 3.5ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ભુકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 13 કિ.મી દૂર ભોજદે ગીર નજીક નોંધાયું હતુ. અનેકવાર ભુકંપના નાના આંચકા પણ આવ્યા હતા. સાસણગીર અને આસપાસના વિસ્તારોની ધરતી ધણધણી ઉઠી અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો.  જમીનની ઉપરી સપાટી ઉપર આ ભૂકંપો ઉદ્ભવી રહ્યા છે અગાઉ આઈ.એસ.આર.માં નોંધાયા મૂજબ 21.162 અક્ષાંસ અને 70.583 રેખાંશ ઉપર જમીનથી માત્ર 6.2 કિ.મી.ઉંડાઈએ તલાલાથી 13 કિ.મી.નોર્થ નોર્થ ઇસ્ટ સાસણ નજીક અને સાસણગીર અને સૂરજગઢ વચ્ચે આ ભૂકંપનો કેન્દ્રબિંદુ નોંધાયું હતુ. જેમાં કોઈ મોટી ફોલ્ટલાઈન કે જમીનનો ફોલ્ટ સક્રિય થયાનું અનુમાન હતુ. આ તમામ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિ.મી. કરતા ઓછી ઉંડાઈએ છે અર્થાત્ જમીનની ઉપરી સપાટી ઉપર આ ભૂકંપો ઉદ્ભવી રહ્યા છે. ​​​​​​​

Gujaratના ગીર પંથકમાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સવારે 8:18 વાગ્યે અનુભવાયો આંચકો
  • તાલાલા, સાસણ ગીર પંથકમાં ભૂકંપ
  • રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતા નોંધાઈ

ગુજરાતના ગીર પંથકમાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો છે. જેમાં સવારે 8:18 વાગ્યે આંચકો અનુભવાયો છે. તાલાલા, સાસણ ગીર પંથકમાં ભૂકંપ આવતા સ્થાનિકોમાં ભય વ્યાપી ગયો છે. જેમાં રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતા નોંધાઈ છે. તેમજ તાલાલાથી 12 કિમી નોર્થ ઇસ્ટ કેન્દ્ર બિંદુ છે.

ધરતી ધણધણી ઉઠી અને લોકોમાં ગભરાટ ફેલાયો

એશિયન સિંહોના નિવાસ અને દેશના સહેલાણીઓ જ્યાં ઉમટતા રહ્યા છે તે સાસણગીર પંથકમાં ધરતીની ઉપરી સપાટીએ ઉપરા ઉપરી તીવ્ર ભૂકંપોનો સિલસિલો શરુ થયો છે. જેમાં અગાઉ પણ તાલાલા ગીર પંથકમાં ધરા ધ્રુજી ઉઠી હતી. રિકટર સ્કેલ પર 3.5ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ભુકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 13 કિ.મી દૂર ભોજદે ગીર નજીક નોંધાયું હતુ. અનેકવાર ભુકંપના નાના આંચકા પણ આવ્યા હતા. સાસણગીર અને આસપાસના વિસ્તારોની ધરતી ધણધણી ઉઠી અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

 જમીનની ઉપરી સપાટી ઉપર આ ભૂકંપો ઉદ્ભવી રહ્યા છે

અગાઉ આઈ.એસ.આર.માં નોંધાયા મૂજબ 21.162 અક્ષાંસ અને 70.583 રેખાંશ ઉપર જમીનથી માત્ર 6.2 કિ.મી.ઉંડાઈએ તલાલાથી 13 કિ.મી.નોર્થ નોર્થ ઇસ્ટ સાસણ નજીક અને સાસણગીર અને સૂરજગઢ વચ્ચે આ ભૂકંપનો કેન્દ્રબિંદુ નોંધાયું હતુ. જેમાં કોઈ મોટી ફોલ્ટલાઈન કે જમીનનો ફોલ્ટ સક્રિય થયાનું અનુમાન હતુ. આ તમામ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિ.મી. કરતા ઓછી ઉંડાઈએ છે અર્થાત્ જમીનની ઉપરી સપાટી ઉપર આ ભૂકંપો ઉદ્ભવી રહ્યા છે. ​​​​​​​