ગુજરાતના 74 તાલુકામાં મેઘો મન મૂકીને વરસ્યો, વલસાડમાં 10 ઈંચ વરસાદ, આજે આ જિલ્લામાં એલર્ટ

Gujarat Rain Update: ગુજરાતના 74 તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડમાં 10 ઈંચથી વધુ, ઉમરગામમાં 7 ઈંચથી વધુ, નવસારી જિલ્લાના ખેરગામમમાં 8 ઈંચથી વધુ, ગણદેવીમાં 8 ઈંચથી સહિત તમામ તાલુકામાં સારો વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીહવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (14મી જુલાઈ) રાજ્યના દક્ષિણ ભાગોના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત યલો એલર્ટ અંતર્ગતના જિલ્લામાં રાજકોટ, જૂનાગઢ, પંચમહાલ, છોટ ઉદેપુર, નર્મદા, સુરત અને તાપી સહિતના પૂર્વ દક્ષિણ ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત મળીને કુલ 18 જિલ્લામાં વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળશે.આ પણ વાંચો: 'માપમાં રહેજે, આ તો મણિપુરનો છોકરો સમજી...', પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યકર્તાને ધમકાવ્યોઅતિભારે વરસાદને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઆગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાની વિસ્તારોમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ રહેવાની શક્યતા સામે લોકોને સતર્ક રહેવા જણાવ્યું હતું. આ સાથે માછીમારોને દરિયા ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના 74 તાલુકામાં મેઘો મન મૂકીને વરસ્યો, વલસાડમાં 10 ઈંચ વરસાદ, આજે આ જિલ્લામાં એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Representative image in Rain

Gujarat Rain Update: ગુજરાતના 74 તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડમાં 10 ઈંચથી વધુ, ઉમરગામમાં 7 ઈંચથી વધુ, નવસારી જિલ્લાના ખેરગામમમાં 8 ઈંચથી વધુ, ગણદેવીમાં 8 ઈંચથી સહિત તમામ તાલુકામાં સારો વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 

આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (14મી જુલાઈ) રાજ્યના દક્ષિણ ભાગોના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત યલો એલર્ટ અંતર્ગતના જિલ્લામાં રાજકોટ, જૂનાગઢ, પંચમહાલ, છોટ ઉદેપુર, નર્મદા, સુરત અને તાપી સહિતના પૂર્વ દક્ષિણ ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત મળીને કુલ 18 જિલ્લામાં વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળશે.

આ પણ વાંચો: 'માપમાં રહેજે, આ તો મણિપુરનો છોકરો સમજી...', પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યકર્તાને ધમકાવ્યો


અતિભારે વરસાદને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાની વિસ્તારોમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ રહેવાની શક્યતા સામે લોકોને સતર્ક રહેવા જણાવ્યું હતું. આ સાથે માછીમારોને દરિયા ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.