Ahmedabad: સરકારે કહ્યું,પંચ એક સભ્યથી જ ચાલશે, હાઈકોર્ટે કહ્યું નહીં ચાલે !
રાજયમાં કાયમી ધોરણે ઓબીસી કમિશનની રચના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની અરજીમાં આજે ગુજરાત સરકારે સોગંદનામું રજૂ કરી બેધડક, તડ ને ફડ કહી દીધું હતું કે, સરકાર હાલ રાજ્યમાં એક જ સભ્યથી ઓબીસી કમિશન ચલાવવા માંગે છે. જે અંગે ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે રાજય સરકારના વલણ પરત્વે ભારે નારાજગી વ્યકત કરી હતી અને સરકારની ઝાટકણી કાઢી હતી કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ એક મેમ્બરનું કમિશન હોઇ શકે નહીં. જો સુપ્રીમ કોર્ટના ચુકાદાનું અર્થઘટન કરીને સરકાર એક મેમ્બરના કમિશનથી કામ ચલાવવા માંગતી હોય તો શા માટે બીજા બે મેમ્બર લેવા માટે ઠરાવ કરવામાં આવ્યો? શા માટે કમિશનની ફેર રચના કરવામાં આવી? જો સરકાર પાસે જવાબ ના હોય તો તે કોર્ટ પાસે સમય માગી નકામી દલીલો કરે નહીં. પહેલાં મહિનામાં તમે કોર્ટને બે સભ્યોના નિમણૂક કરવાની બાહેંધરી આપી હતી તો 7 મહિનામાં તમે શું કર્યું?હાઇકોર્ટે ઓબીસી કમિશનને લઇ અન્ય રાજયોના કાયદા અને નિયમો સંદર્ભે જરૂરી સોગંદનામું રજૂ કરવા નિર્દેશ કર્યો હતો. સ્થાયી ઓબીસી કમિશનની માંગ કરતી પીઆઇએલમાં આજે રાજયના ચીફ્ સેક્રેટરીએ સોગંદનામું રજૂ કરી જણાવ્યું હતું કે, રાજ્યમાં એક જ સભ્યનું ઓબીસી કમીશન જ હાલ કાર્યરત રહેશે. જેના ચેરમેન નિવૃત્ત હાઈકોર્ટ જજ છે. જો કે, અરજદારે તરત જ વિરોધ કરતાં જણાવ્યું હતું કે, નેશનલ કમિશનમાં પાંચ સભ્યો હોય છે. તેના આધારે જ રાજ્યમાં કમીશનની રચના થવી જોઇએ. જેથી હાઇકોર્ટે પણ સરકારપક્ષને ટકોર કરી હતી કે, રાજયમાં સ્થાયી રીતે એક સભ્યનું કમિશન હોઇ શકે નહી. 1993થી ચાલી આવતી આ પધ્ધતિને વધુ લંબાવી શકાય નહી. જો રાજયમાં ઓબીસી કમિશનની જરૂર જ ના હોય તો તેની જોગવાઇ કરવામાં આવી ન હોત. દરમ્યાન હાઇકોર્ટે રાજય સરકારના જવાબમાં અરજદારપક્ષને અન્ય રાજયોમાં ઓબીસી કમિશનની રચનાનો અભ્યાસ અને તેના કાયદા અને નિયમો સંદર્ભે સોગંદનામું રજૂ કરવા નિર્દેશ કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજયમાં કાયમી ધોરણે ઓબીસી કમિશનની રચના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની અરજીમાં આજે ગુજરાત સરકારે સોગંદનામું રજૂ કરી બેધડક,
તડ ને ફડ કહી દીધું હતું કે, સરકાર હાલ રાજ્યમાં એક જ સભ્યથી ઓબીસી કમિશન ચલાવવા માંગે છે. જે અંગે ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે રાજય સરકારના વલણ પરત્વે ભારે નારાજગી વ્યકત કરી હતી અને સરકારની ઝાટકણી કાઢી હતી કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ એક મેમ્બરનું કમિશન હોઇ શકે નહીં. જો સુપ્રીમ કોર્ટના ચુકાદાનું અર્થઘટન કરીને સરકાર એક મેમ્બરના કમિશનથી કામ ચલાવવા માંગતી હોય તો શા માટે બીજા બે મેમ્બર લેવા માટે ઠરાવ કરવામાં આવ્યો? શા માટે કમિશનની ફેર રચના કરવામાં આવી? જો સરકાર પાસે જવાબ ના હોય તો તે કોર્ટ પાસે સમય માગી નકામી દલીલો કરે નહીં. પહેલાં મહિનામાં તમે કોર્ટને બે સભ્યોના નિમણૂક કરવાની બાહેંધરી આપી હતી તો 7 મહિનામાં તમે શું કર્યું?
હાઇકોર્ટે ઓબીસી કમિશનને લઇ અન્ય રાજયોના કાયદા અને નિયમો સંદર્ભે જરૂરી સોગંદનામું રજૂ કરવા નિર્દેશ કર્યો હતો. સ્થાયી ઓબીસી કમિશનની માંગ કરતી પીઆઇએલમાં આજે રાજયના ચીફ્ સેક્રેટરીએ સોગંદનામું રજૂ કરી જણાવ્યું હતું કે, રાજ્યમાં એક જ સભ્યનું ઓબીસી કમીશન જ હાલ કાર્યરત રહેશે. જેના ચેરમેન નિવૃત્ત હાઈકોર્ટ જજ છે. જો કે, અરજદારે તરત જ વિરોધ કરતાં જણાવ્યું હતું કે, નેશનલ કમિશનમાં પાંચ સભ્યો હોય છે. તેના આધારે જ રાજ્યમાં કમીશનની રચના થવી જોઇએ.
જેથી હાઇકોર્ટે પણ સરકારપક્ષને ટકોર કરી હતી કે, રાજયમાં સ્થાયી રીતે એક સભ્યનું કમિશન હોઇ શકે નહી. 1993થી ચાલી આવતી આ પધ્ધતિને વધુ લંબાવી શકાય નહી. જો રાજયમાં ઓબીસી કમિશનની જરૂર જ ના હોય તો તેની જોગવાઇ કરવામાં આવી ન હોત. દરમ્યાન હાઇકોર્ટે રાજય સરકારના જવાબમાં અરજદારપક્ષને અન્ય રાજયોમાં ઓબીસી કમિશનની રચનાનો અભ્યાસ અને તેના કાયદા અને નિયમો સંદર્ભે સોગંદનામું રજૂ કરવા નિર્દેશ કર્યો હતો.