Surendranagar: પ્રેમસંબંધની તકરારમાં સુરેન્દ્રનગરના યુવાનનો ગળે ફાંસો ખાઈને આપઘાત
સુરેન્દ્રનગરની સિધ્ધનાથ સોસાયટીમાં રહેતા યુવાનને તેના જ સમાજની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. આ બાબતે બન્નેએ લગ્ન કરાર અંગે સોગંધનામુ પણ કર્યુ હતુ.ત્યારે યુવતીના પરિવારજનો યુવકને અવારનવાર માર મારી ધમકી આપતા હોવાથી યુવકે તા. 13મીએ બપોરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ અંગે મૃતકના ભાઈએ સ્યુસાઈડ નોટના આધારે યુવતી સહિત 12 સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. સુરેન્દ્રનગરમાં પ્રેમ સંબંધ મામલે યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. એ ડીવીઝન પોલીસ મથકે મૃતક નિતીન નરોત્તમભાઈ કણઝરીયાના ભાઈ અલ્પેશભાઈ કણઝરીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ તેમના ભાઈ નીતીનને ભુમીકા નરોત્તમભાઈ મકવાણા સાથે પ્રેમ સબંધ હતો. આથી બન્નેએ લગ્ન કરાર અંગે સોગંધનામુ પણ કર્યુ હતુ. આ વાત ભુમીકાના માતા-પિતાને ગમતી ન હોઈ અવારનવાર ઘરે આવી નીતીન સહિત પરીવારજનોને માર મારી ધમકી આપતા હતા. છેલ્લા થોડા સમયથી આ લોકો નિતીનને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી માનસિક ત્રાસ આપતા હતા. આથી તા. 13ના રોજ બપોરે નીતીને પંખા સાથે ગળેફાંસો ખાઈને મોતને વહાલુ કરી લીધુ છે. તેને મરતા પહેલા સ્યુસાઈડ નોટ પણ લખી છે. તેમાં પોતાનું દર્દ તથા મોત માટે જવાબદાર વ્યક્તિઓના નામ પણ લખ્યા છે. આથી તમામે નિતીન કણઝરીયાને મરવા મજબુર કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયુ છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એચ.એસ.જાડેજા ચલાવી રહ્યા છે.ગત જુલાઈ માસમાં પણ પ્રેમસંબંધ બાબતે મારામારી થઈ હતી નિતીનભાઈએ તા. 11-9-2023ના રોજ પોપટપરામાં રહેતા નરોત્તમભાઈ લાલજીભાઈ મકવાણાની દિકરી સાથે નોટરી ઉપર પ્રેમલગ્નનુ લખાણ કર્યુ હતુ. આ બાબતની તેના પરીવારજનોને જાણ થતા ગત તા. 10મી જુલાઈના રોજ દિકરીના પરીવારજનો નિતીનભાઈના ઘરે આવ્યા હતા. અને નોટરીનું અસલ લખાણ અમોને આપી દો તેમ કહી બોલાચાલી કરી હતી અને હીરેનભાઈ, નિતીનભાઈ અને તેમના માતા જોશનાબેનને માર માર્યો હતો. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકે ગત તા. 10મી જુલાઈએ રાત્રે ફરિયાદ થઈ હતી. આરોપીઓના નામ મકવાણા ભુમીકા નરોત્તમભાઈ, મકવાણા હર્ષીલ નરોત્તમભાઈ, મકવાણા નરોત્તમ લાલજીભાઈ, જલ્પાબેન નરોત્તમભાઈ મકવાણા, મનસુખ લાલજીભાઈ મકવાણા, કાશીબેન મનસુખભાઈ મકવાણા, મહેન્દ્ર ઠાકરશીભાઈ દલવાડી, જયોત્સના મહેન્દ્રભાઈ દલવાડી, કાંતાબેન દીલીપભાઈ દલવાડી, કૌશીક ડુંગરભાઈ ચૌહાણ, જય ડુંગરભાઈ ચૌહાણ, ડુંગરભાઈ ચૌહાણ. મૃતકે લખેલી સુસાઈડ નોટ મારૂ નામ નિતીન નરોત્તમભાઈ કણઝરીયા છે. મારૂ સ્યુસાઈડ કરવાનું કારણ ભુમીકા નરોત્તમભાઈ મકવાણા તથા કૌશીક ડુંગરભાઈ ચૌહાણ અને તેના પરીવારના લોકો છે. ભુમીકા મકવાણા અને તેનો પરીવાર તેના સાસરીવાળા સાથે મળી મને અને મારા પરીવારને જાનથી મારી નાંખવાની ધમકી આપે છે. અને મને ખોટા કેસમાં ફસાવી મારી પાસેથી રૂપીયા પડાવી લેવાની પણ ધમકી આપે છે. ભુમીકા મકવાણા અને તેનો પરીવાર મારી અને મારા પરીવાર ઉપર જીવલેણ હુમલો મારા ઘરમાં ઘુસીને કરી ચૂકયા છે. આ બધાને રાજકારણનો ખુલ્લો સાથ હોવાથી મને મારા પરીવારનો જીવ જોખમમાં લાગતા હું આ બધાના ત્રાસથી મારૂ જીવન ટુંકાવુ છુ. ભુમીકા મકવાણા અને કૌશીક ચૌહાણ આ બન્નેના પરીવાર અને સબંધીઓથી મારા પરીવારજનો જીવ જોખમમાં છે. મને વિરમગામથી ખોટો ફોન કરી ત્યાં બોલાવી મને મારી નાંખવાની કોશીષ પણ કરી રહ્યા છે. આથી આ બધાના ત્રાસથી હું ન ચાહવા છતાં મારે મારૂ જીવન ટુંકાવવુ પડે છે. તેથી મારા મોતના જવાબદાર ઉપર જણાવેલ વ્યકતી છે. તેથી તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરૂ છુ, અને આ મારૂ નીવેદન છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરની સિધ્ધનાથ સોસાયટીમાં રહેતા યુવાનને તેના જ સમાજની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. આ બાબતે બન્નેએ લગ્ન કરાર અંગે સોગંધનામુ પણ કર્યુ હતુ.ત્યારે યુવતીના પરિવારજનો યુવકને અવારનવાર માર મારી ધમકી આપતા હોવાથી યુવકે તા. 13મીએ બપોરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
આ અંગે મૃતકના ભાઈએ સ્યુસાઈડ નોટના આધારે યુવતી સહિત 12 સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. સુરેન્દ્રનગરમાં પ્રેમ સંબંધ મામલે યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. એ ડીવીઝન પોલીસ મથકે મૃતક નિતીન નરોત્તમભાઈ કણઝરીયાના ભાઈ અલ્પેશભાઈ કણઝરીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ તેમના ભાઈ નીતીનને ભુમીકા નરોત્તમભાઈ મકવાણા સાથે પ્રેમ સબંધ હતો. આથી બન્નેએ લગ્ન કરાર અંગે સોગંધનામુ પણ કર્યુ હતુ. આ વાત ભુમીકાના માતા-પિતાને ગમતી ન હોઈ અવારનવાર ઘરે આવી નીતીન સહિત પરીવારજનોને માર મારી ધમકી આપતા હતા. છેલ્લા થોડા સમયથી આ લોકો નિતીનને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી માનસિક ત્રાસ આપતા હતા. આથી તા. 13ના રોજ બપોરે નીતીને પંખા સાથે ગળેફાંસો ખાઈને મોતને વહાલુ કરી લીધુ છે. તેને મરતા પહેલા સ્યુસાઈડ નોટ પણ લખી છે. તેમાં પોતાનું દર્દ તથા મોત માટે જવાબદાર વ્યક્તિઓના નામ પણ લખ્યા છે. આથી તમામે નિતીન કણઝરીયાને મરવા મજબુર કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયુ છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એચ.એસ.જાડેજા ચલાવી રહ્યા છે.
ગત જુલાઈ માસમાં પણ પ્રેમસંબંધ બાબતે મારામારી થઈ હતી
નિતીનભાઈએ તા. 11-9-2023ના રોજ પોપટપરામાં રહેતા નરોત્તમભાઈ લાલજીભાઈ મકવાણાની દિકરી સાથે નોટરી ઉપર પ્રેમલગ્નનુ લખાણ કર્યુ હતુ. આ બાબતની તેના પરીવારજનોને જાણ થતા ગત તા. 10મી જુલાઈના રોજ દિકરીના પરીવારજનો નિતીનભાઈના ઘરે આવ્યા હતા. અને નોટરીનું અસલ લખાણ અમોને આપી દો તેમ કહી બોલાચાલી કરી હતી અને હીરેનભાઈ, નિતીનભાઈ અને તેમના માતા જોશનાબેનને માર માર્યો હતો. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકે ગત તા. 10મી જુલાઈએ રાત્રે ફરિયાદ થઈ હતી.
આરોપીઓના નામ
મકવાણા ભુમીકા નરોત્તમભાઈ, મકવાણા હર્ષીલ નરોત્તમભાઈ, મકવાણા નરોત્તમ લાલજીભાઈ, જલ્પાબેન નરોત્તમભાઈ મકવાણા, મનસુખ લાલજીભાઈ મકવાણા, કાશીબેન મનસુખભાઈ મકવાણા, મહેન્દ્ર ઠાકરશીભાઈ દલવાડી, જયોત્સના મહેન્દ્રભાઈ દલવાડી, કાંતાબેન દીલીપભાઈ દલવાડી, કૌશીક ડુંગરભાઈ ચૌહાણ, જય ડુંગરભાઈ ચૌહાણ, ડુંગરભાઈ ચૌહાણ.
મૃતકે લખેલી સુસાઈડ નોટ
મારૂ નામ નિતીન નરોત્તમભાઈ કણઝરીયા છે. મારૂ સ્યુસાઈડ કરવાનું કારણ ભુમીકા નરોત્તમભાઈ મકવાણા તથા કૌશીક ડુંગરભાઈ ચૌહાણ અને તેના પરીવારના લોકો છે. ભુમીકા મકવાણા અને તેનો પરીવાર તેના સાસરીવાળા સાથે મળી મને અને મારા પરીવારને જાનથી મારી નાંખવાની ધમકી આપે છે. અને મને ખોટા કેસમાં ફસાવી મારી પાસેથી રૂપીયા પડાવી લેવાની પણ ધમકી આપે છે. ભુમીકા મકવાણા અને તેનો પરીવાર મારી અને મારા પરીવાર ઉપર જીવલેણ હુમલો મારા ઘરમાં ઘુસીને કરી ચૂકયા છે. આ બધાને રાજકારણનો ખુલ્લો સાથ હોવાથી મને મારા પરીવારનો જીવ જોખમમાં લાગતા હું આ બધાના ત્રાસથી મારૂ જીવન ટુંકાવુ છુ. ભુમીકા મકવાણા અને કૌશીક ચૌહાણ આ બન્નેના પરીવાર અને સબંધીઓથી મારા પરીવારજનો જીવ જોખમમાં છે. મને વિરમગામથી ખોટો ફોન કરી ત્યાં બોલાવી મને મારી નાંખવાની કોશીષ પણ કરી રહ્યા છે. આથી આ બધાના ત્રાસથી હું ન ચાહવા છતાં મારે મારૂ જીવન ટુંકાવવુ પડે છે. તેથી મારા મોતના જવાબદાર ઉપર જણાવેલ વ્યકતી છે. તેથી તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરૂ છુ, અને આ મારૂ નીવેદન છે.