Ahmedabad ક્રાઈમ બ્રાન્ચે 8 હથિયાર અને 29 કારતૂસ સાથે 4 આરોપીને દબોચ્યા
ક્રાઇમ બ્રાન્ચે તહેવાર પહેલા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 8 હથિયાર અને 39 કારતૂસ સાથે ચાર આરોપીની ધરપકડ કરી છે.મહત્વનું છે કે બે આરોપીઓ લૂંટના ગંભીર ગુનામાં ફરાર હતા.આરોપી મધ્યપ્રદેશથી હથિયાર લાવવી વેચતા હોવાનો ખુલાસો થયો છે.રાજ્યમાં ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલાં હથિયારોનાં જથ્થા સાથે ચાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પિસ્તલ અને કારતૂસ ઝડપાઈ ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ આર્મ્સ એક્ટનાં ગુના નોધી 8 પિસ્તલ અને 39 કારતૂસ કબજે કર્યા છે..જેમાંથી આરોપી કિશોર ઉર્ફે કે.કે પંચાલ અને વિક્રમ માળી પાસેથી 6 પિસ્તલ અને 24 કારતૂસ કબજે કરી છે.તો અન્ય આરોપી જગદિશ ઉર્ફે જે.કે લુહાર પાસેથી બે પિસ્તલ અને 12 નંગ કારતૂસ કબજે કર્યા છે.તો અમદાવાદના સરખેજનાં આરોપી આમીન મેમણ પાસેથી 1 પિસ્તલ અને 3 રાઉન્ડ કારતૂસ કબજે કર્યા છે.ત્યારે બીજી બાજુ હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના આરોપી માનસિંગ સિખલીગરનું નામ સામે આવ્યું છે જેની ધરપકડ માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મધ્યપ્રદેશ પોલીસની મદદ લઈને માનસિંગની ધરપકડને લઈ તપાસ શરૂ કરી છે. ગુનાહિત ઈતિહાસ ધરાવે છે આરોપીઓ હથિયાર સાથે પકડાયેલ આરોપીનાં ગુનાહિત ભૂતકાળની તપાસ કરતા આરોપી કિશોર ઉર્ફે કે.કે અમદાવાદ અને બનાસકાંઠાના ચાર ગુનામાં ફરાર હતો.જેમાં લૂંટ,ચોરી,ધાડ જેવી ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો.આરોપી કિશોર ઉપર 12 થી વધુ ગુના અમદાવાદ,બરોડા ,બનાસકાંઠાનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે.તો અન્ય આરોપી વિક્રમ માળી વિરુદ્ધ બનાસકાંઠા માં 5 જેટલા ગુના નોંધાયા છે.મહત્વ નું છે કે આરોપીઓ અલગ અલગ ગુનામાં જેલમાં હતા ત્યારે એક બીજાના સંપર્ક મા આવ્યા હતા.અને છેલ્લા 2 વર્ષ થી હથિયાર નાં હેરાફેરી નું નેટવર્ક શરૂ કર્યું હતું. હથિયારો ઝડપાયા અમદાવાદ ગ્રામ્ય અને સુરેન્દ્રનગરમાં ઠગલા બંધ હથિયારો 80 હજારથી 1 લાખમાં વેચ્યા હોવાનું સામે આવ્યું છે.ત્યારે આરોપી મધ્યપ્રદેશથી ખાનગી વાહનમાં હથિયાર છુપાવીને ગુજરાતના અલગ અલગ ખુણે પહોંચાડતા હોવાનું સામે આવ્યું છે.અત્યાર સુધી કોને કોને હથિયાર આપ્યા છે જેને લઇ તપાસ કરી રહ્યા છે.આરોપીઓએ ભૂતકાળમાં લૂંટ જેવા ગંભીર ગુનાઓ આચર્યા છે. તો બીજી તરફ આરોપી પાસેથી હથિયાર જથ્થા મળી આવતા આરોપી કોઈ અન્ય ગુનાને અંજામ આપવાના હતા કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.ત્યારે હથિયાર નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે કે કેમ તેને લઈ તપાસ તેજ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ક્રાઇમ બ્રાન્ચે તહેવાર પહેલા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 8 હથિયાર અને 39 કારતૂસ સાથે ચાર આરોપીની ધરપકડ કરી છે.મહત્વનું છે કે બે આરોપીઓ લૂંટના ગંભીર ગુનામાં ફરાર હતા.આરોપી મધ્યપ્રદેશથી હથિયાર લાવવી વેચતા હોવાનો ખુલાસો થયો છે.રાજ્યમાં ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલાં હથિયારોનાં જથ્થા સાથે ચાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
પિસ્તલ અને કારતૂસ ઝડપાઈ
ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ આર્મ્સ એક્ટનાં ગુના નોધી 8 પિસ્તલ અને 39 કારતૂસ કબજે કર્યા છે..જેમાંથી આરોપી કિશોર ઉર્ફે કે.કે પંચાલ અને વિક્રમ માળી પાસેથી 6 પિસ્તલ અને 24 કારતૂસ કબજે કરી છે.તો અન્ય આરોપી જગદિશ ઉર્ફે જે.કે લુહાર પાસેથી બે પિસ્તલ અને 12 નંગ કારતૂસ કબજે કર્યા છે.તો અમદાવાદના સરખેજનાં આરોપી આમીન મેમણ પાસેથી 1 પિસ્તલ અને 3 રાઉન્ડ કારતૂસ કબજે કર્યા છે.ત્યારે બીજી બાજુ હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના આરોપી માનસિંગ સિખલીગરનું નામ સામે આવ્યું છે જેની ધરપકડ માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મધ્યપ્રદેશ પોલીસની મદદ લઈને માનસિંગની ધરપકડને લઈ તપાસ શરૂ કરી છે.
ગુનાહિત ઈતિહાસ ધરાવે છે આરોપીઓ
હથિયાર સાથે પકડાયેલ આરોપીનાં ગુનાહિત ભૂતકાળની તપાસ કરતા આરોપી કિશોર ઉર્ફે કે.કે અમદાવાદ અને બનાસકાંઠાના ચાર ગુનામાં ફરાર હતો.જેમાં લૂંટ,ચોરી,ધાડ જેવી ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો.આરોપી કિશોર ઉપર 12 થી વધુ ગુના અમદાવાદ,બરોડા ,બનાસકાંઠાનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે.તો અન્ય આરોપી વિક્રમ માળી વિરુદ્ધ બનાસકાંઠા માં 5 જેટલા ગુના નોંધાયા છે.મહત્વ નું છે કે આરોપીઓ અલગ અલગ ગુનામાં જેલમાં હતા ત્યારે એક બીજાના સંપર્ક મા આવ્યા હતા.અને છેલ્લા 2 વર્ષ થી હથિયાર નાં હેરાફેરી નું નેટવર્ક શરૂ કર્યું હતું.
હથિયારો ઝડપાયા
અમદાવાદ ગ્રામ્ય અને સુરેન્દ્રનગરમાં ઠગલા બંધ હથિયારો 80 હજારથી 1 લાખમાં વેચ્યા હોવાનું સામે આવ્યું છે.ત્યારે આરોપી મધ્યપ્રદેશથી ખાનગી વાહનમાં હથિયાર છુપાવીને ગુજરાતના અલગ અલગ ખુણે પહોંચાડતા હોવાનું સામે આવ્યું છે.અત્યાર સુધી કોને કોને હથિયાર આપ્યા છે જેને લઇ તપાસ કરી રહ્યા છે.આરોપીઓએ ભૂતકાળમાં લૂંટ જેવા ગંભીર ગુનાઓ આચર્યા છે. તો બીજી તરફ આરોપી પાસેથી હથિયાર જથ્થા મળી આવતા આરોપી કોઈ અન્ય ગુનાને અંજામ આપવાના હતા કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.ત્યારે હથિયાર નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે કે કેમ તેને લઈ તપાસ તેજ કરી છે.