Gujarat સરકાર ઉત્તરાયણમાં ઈજાગ્રસ્ત પશુ-પક્ષીઓને લઈ કરૂણા અભિયાન કેમ્પ યોજશે
પશુ-પક્ષીઓની સારવાર-રક્ષા માટે ગુજરાતમાં તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન-૨૦૨૫ હાથ ધરાશે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા આ નિર્ણય લેવાયો છે જેમાં સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોય છે જેથી શક્ય હોય તો આ સમયે પતંગ ન ચગાવવા મંત્રીની સૌને અપીલ છે. વેટરનિટી તબીબો હાજર રહેશે કરૂણા અભિયાન અંતર્ગત ગુજરાતમાં છેલ્લા ૦૮ વર્ષ દરમિયાન ૯૭ હજારથી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરી યોગ્ય સારવાર અપાઈ,અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૧૭,૬૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા તેમજ આ અભિયાનમાં ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સહભાગી થશે સાથે સાથે ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કેન્દ્રોની માહિતી માટે વન વિભાગનો ૮૩૨૦૦૦૨૦૦૦ વોટ્સઅપ અને ૧૯૨૬ હેલ્પલાઇન તેમજ પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટે ૧૯૬૨ હેલ્પલાઇન નંબર સેવારત રહેશે. દર વર્ષે યોજાય છે કરૂણા અભિયાન ગુજરાતમાં ઉત્તરાયણના પર્વના સમયગાળામાં પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી લોકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ ૨૦૧૫થી દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યભરમાં આવતીકાલે તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવશે. કરૂણા અભિયાનનું આદર્શ મોડલ મંત્રી મુળુભાઈએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરુણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે. છેલ્લા આઠ વર્ષમાં કરૂણાઅભિયાન અંતર્ગત રાજ્યભરમાં ૯૭,૨૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે. જે પૈકીના ૩૧,૪૦૦થી વધુ પશુઓને તેમજ ૬૫,૭૦૦થી વધુ પક્ષીઓને યોગ્ય સારવાર આપવામાં આવી છે. સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં આશરે ૧૭,૬૦૦થી વધુ પશુ-પક્ષીઓને સારવાર આપાઈ છે. જેમાં ૨,૪૦૦ જેટલા પશુઓ અને ૧૫,૨૦૦થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે. ગુજરાતે સૌપ્રથમવાર શરુ કરેલું કરૂણા અભિયાનનું આદર્શ મોડલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાનો સિંહફાળો આપી રહી છે મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સમર્થ નેતૃત્વ તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કરૂણા અભિયાન-૨૦૨૫ને વધુ પરિણામલક્ષી બનાવવા માટે તમામ આગોતરી તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ જીવદયાના અભિયાનને સફળ બનાવવામાં પશુપાલન, વન વિભાગ અને મહાનગરપાલિકાઓ સહિતની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાનો સિંહફાળો આપી રહી છે.સાથે જ, રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ અને ૧૯૨૬ હેલ્પલાઇન જાહેર કરાયો છે. આ નંબર પર "Hi" મેસેજ કરવાથી એક લિંક મળશે જેને ક્લીક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળશે. આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા ૧૯૬૨ નંબર સેવારત છે. આ નંબરનો સંપર્ક કરી નાગરિકો અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવી શકશે તેમ,મંત્રીએ ઉમેર્યું હતું. સાધનો અને દાવાઓનો સ્ટોક સુનિશ્ચિત કરવામાં આવ્યો વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, કરૂણા અભિયાન-૨૦૨૫માં આશરે ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮,૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેશે. સાથે જ, પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ ૧,૦૦૦થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કરાશે. આ અભિયાન દરમિયાન રાજ્યભરના ૮૬૫ પશુ દવાખાના, ૩૪ વેટરનરી પોલિક્લિનિક, ૨૭ શાખા પશુ દવાખાના ઉપરાંત ૫૮૭ જેટલા ફરતા પશુદવાખાના અને ૩૭ કરૂણાએનીમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રહેશે. જ્યાં ઘાયલ પશુ-પક્ષીની સારવાર માટે જરૂરી તમામ સાધનો અને દાવાઓનો સ્ટોક સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. રેસ્કયૂ કરીને અપાય છે સારવાર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના શહેરી વિસ્તારોમાં ઉપલબ્ધ પશુ સારવાર સંસ્થા ઉપરાંત ૫૦ જેટલા વધારાના મોબાઇલ યુનિટ દ્વારા સારવાર આપવા માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ, રાજ્ય મંત્રી મુકેશભાઈએ ઉમેર્યું હતું.અત્રે ઉલ્લખેનીય છે કે, ગત વર્ષે કરૂણાઅભિયાન અંતર્ગત રાજ્યભરમાં ૧૩,૮૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા, જેમાં ૪,૪૦૦થી વધુ પશુઓ અને ૯,૩૦૦થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે. જ્યારે, છેલ્લા ૦૮ વર્ષમાં અમદાવાદ જિલ્લા બાદ સૌથી વધુ સુરત જિલ્લામાં ૧૩,૩૦૦થી વધુ, વડોદરા જિલ્લામાં ૧૦,૭૦૦થી વધુ, રાજકોટ જિલ્લામાં ૮,૩૦૦થી વધુ, આણંદ જિલ્લામાં ૬,૮૦૦થી વધુ અને જૂનાગઢ જિલ્લામાં ૬,૧૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર પૂરી પાડવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પશુ-પક્ષીઓની સારવાર-રક્ષા માટે ગુજરાતમાં તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન-૨૦૨૫ હાથ ધરાશે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા આ નિર્ણય લેવાયો છે જેમાં સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોય છે જેથી શક્ય હોય તો આ સમયે પતંગ ન ચગાવવા મંત્રીની સૌને અપીલ છે.
વેટરનિટી તબીબો હાજર રહેશે
કરૂણા અભિયાન અંતર્ગત ગુજરાતમાં છેલ્લા ૦૮ વર્ષ દરમિયાન ૯૭ હજારથી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરી યોગ્ય સારવાર અપાઈ,અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૧૭,૬૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા તેમજ આ અભિયાનમાં ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સહભાગી થશે સાથે સાથે ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કેન્દ્રોની માહિતી માટે વન વિભાગનો ૮૩૨૦૦૦૨૦૦૦ વોટ્સઅપ અને ૧૯૨૬ હેલ્પલાઇન તેમજ પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટે ૧૯૬૨ હેલ્પલાઇન નંબર સેવારત રહેશે.
દર વર્ષે યોજાય છે કરૂણા અભિયાન
ગુજરાતમાં ઉત્તરાયણના પર્વના સમયગાળામાં પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી લોકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ ૨૦૧૫થી દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યભરમાં આવતીકાલે તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવશે.
કરૂણા અભિયાનનું આદર્શ મોડલ
મંત્રી મુળુભાઈએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરુણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે. છેલ્લા આઠ વર્ષમાં કરૂણાઅભિયાન અંતર્ગત રાજ્યભરમાં ૯૭,૨૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે. જે પૈકીના ૩૧,૪૦૦થી વધુ પશુઓને તેમજ ૬૫,૭૦૦થી વધુ પક્ષીઓને યોગ્ય સારવાર આપવામાં આવી છે. સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં આશરે ૧૭,૬૦૦થી વધુ પશુ-પક્ષીઓને સારવાર આપાઈ છે. જેમાં ૨,૪૦૦ જેટલા પશુઓ અને ૧૫,૨૦૦થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે. ગુજરાતે સૌપ્રથમવાર શરુ કરેલું કરૂણા અભિયાનનું આદર્શ મોડલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે.
સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાનો સિંહફાળો આપી રહી છે
મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સમર્થ નેતૃત્વ તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કરૂણા અભિયાન-૨૦૨૫ને વધુ પરિણામલક્ષી બનાવવા માટે તમામ આગોતરી તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ જીવદયાના અભિયાનને સફળ બનાવવામાં પશુપાલન, વન વિભાગ અને મહાનગરપાલિકાઓ સહિતની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાનો સિંહફાળો આપી રહી છે.સાથે જ, રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ અને ૧૯૨૬ હેલ્પલાઇન જાહેર કરાયો છે. આ નંબર પર "Hi" મેસેજ કરવાથી એક લિંક મળશે જેને ક્લીક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળશે. આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા ૧૯૬૨ નંબર સેવારત છે. આ નંબરનો સંપર્ક કરી નાગરિકો અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવી શકશે તેમ,મંત્રીએ ઉમેર્યું હતું.
સાધનો અને દાવાઓનો સ્ટોક સુનિશ્ચિત કરવામાં આવ્યો
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, કરૂણા અભિયાન-૨૦૨૫માં આશરે ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮,૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેશે. સાથે જ, પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ ૧,૦૦૦થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કરાશે. આ અભિયાન દરમિયાન રાજ્યભરના ૮૬૫ પશુ દવાખાના, ૩૪ વેટરનરી પોલિક્લિનિક, ૨૭ શાખા પશુ દવાખાના ઉપરાંત ૫૮૭ જેટલા ફરતા પશુદવાખાના અને ૩૭ કરૂણાએનીમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રહેશે. જ્યાં ઘાયલ પશુ-પક્ષીની સારવાર માટે જરૂરી તમામ સાધનો અને દાવાઓનો સ્ટોક સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.
રેસ્કયૂ કરીને અપાય છે સારવાર
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના શહેરી વિસ્તારોમાં ઉપલબ્ધ પશુ સારવાર સંસ્થા ઉપરાંત ૫૦ જેટલા વધારાના મોબાઇલ યુનિટ દ્વારા સારવાર આપવા માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ, રાજ્ય મંત્રી મુકેશભાઈએ ઉમેર્યું હતું.અત્રે ઉલ્લખેનીય છે કે, ગત વર્ષે કરૂણાઅભિયાન અંતર્ગત રાજ્યભરમાં ૧૩,૮૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા, જેમાં ૪,૪૦૦થી વધુ પશુઓ અને ૯,૩૦૦થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે. જ્યારે, છેલ્લા ૦૮ વર્ષમાં અમદાવાદ જિલ્લા બાદ સૌથી વધુ સુરત જિલ્લામાં ૧૩,૩૦૦થી વધુ, વડોદરા જિલ્લામાં ૧૦,૭૦૦થી વધુ, રાજકોટ જિલ્લામાં ૮,૩૦૦થી વધુ, આણંદ જિલ્લામાં ૬,૮૦૦થી વધુ અને જૂનાગઢ જિલ્લામાં ૬,૧૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર પૂરી પાડવામાં આવી છે.