Gujarat Weather News : અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી, 24 એપ્રિલથી ગરમીનો પ્રચંડ પ્રકોપ અનુભવાશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. રાજ્યમાં કેટલાક જિલ્લમાં આજે 40થી 41 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 24 એપ્રિલથી ગરમીમાં પ્રચંડ વધારો થશે તેવી આગાહી કરી છે.28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે. રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા છે.
24 એપ્રિલથી ગરમીમાં પ્રચંડ વધારો થશે
અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરતાં કહ્યું હતું કે, 24 એપ્રિલથી ગરમીમાં પ્રચંડ વધારો થશે, મધ્ય ગુજરાતમાં પારો 42 ડિગ્રીને પાર પહોંચશે, પાટણ, સમી અને હારીજ, સાબરકાંઠા, અરવલ્લીમાં પારો 42 ડિગ્રી રહેશે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેશે, જૂનાગઢ અને કચ્છમાં પારો 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભેજ વધતા બફારો રહેશે. 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે, રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા છે.
પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભેજ વધતા બફારો
અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભેજ વધતા બફારો રહેશે.28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે. રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા છે.11થી 20 મે દરમિયાન ઈરાન તરફથી કાળી આંધી આવશે. તેજ પવનને કારણે કાચા મકાનના છાપરા ઉડી શકે છે. 15 મે બાદ બંગાળની ખાડીમાં ભયાનક ચક્રવાતની શક્યતા છે. 17 મે થી 20 જૂન વચ્ચે અરબ સાગરમાં વાવાઝોડાના સંકેત છે. 23 મેથી દરિયામાં ભારે પવન અને ઊંચા મોજા ઉછળશે. 15 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે
અંબાલાલ પટેલે કહ્યું હતું કે, 8થી 15 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે છે.જૂન માસમાં સારો વરસાદ રહેવાની આશા છે.28મે થી 1 જૂન વચ્ચે કેરળના તટે ચોમાસું બેસવાની શક્યતા છે. જૂન અને ઓગસ્ટમાં સારો વરસાદ રહેશે.ઓક્ટોબર સુધી પાછોતરો વરસાદ રહેવાની આગાહી કરી છે.વાવાઝોડાને કારણે ચોમાસું મોડું પડવાની પણ શક્યતા છે. ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની આશા છે.
આ પણ વાંચોઃ Local body election: સુરત બાદ પંચમહાલમાં આમ આદમી પાર્ટીના 50 લાખ રૂપિયાની હેરાફેરી ઝડપાઈ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

