Surat News: ટીકટોક સ્ટાર કિર્તિ પટેલ સામે ગુનો દાખલ, પુણા પોલીસ સ્ટેશન બહાર બરાડા પાડ્યા

Jul 12, 2026 - 14:30
Surat News: ટીકટોક સ્ટાર કિર્તિ પટેલ સામે ગુનો દાખલ, પુણા પોલીસ સ્ટેશન બહાર બરાડા પાડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી રીલ સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર મોટી મુશ્કેલીમાં મુકાઈ છે. સુરતમાં પોલીસ સ્ટેશનની બહાર કીર્તિ પટેલે જોરજોરથી બૂમબરાડા પાડીને ભારે હોબાળો મચાવ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.આ મામલે હવે સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ તેમજ સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા સામે વિધિવત રીતે FIR નોંધવામાં આવી છે.

પુણા પોલીસ મથકમાં સંયુક્ત રીતે ફરિયાદ દાખલ

પોલીસ ફરિયાદમાં કરાયેલા આક્ષેપ અનુસાર, કીર્તિ પટેલ અને નયના બારૈયાએ પરિવાર વિશે સોશિયલ મીડિયા પર બદનક્ષીકારક તેમજ વાંધાજનક વીડિયો અપલોડ કર્યા હતા. આ ઉપરાંત, ફરિયાદી પક્ષને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનો પણ ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે સુરતના વેપારી રાજુભાઈ ભમ્મર તેમજ બોરડા ગામના સરપંચના પતિ દ્વારા પુણા પોલીસ મથકમાં સંયુક્ત રીતે આ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

કીર્તિ પટેલની અટકાયત થવાની શક્યતાઓ

એકસાથે બે અલગ-અલગ વ્યક્તિઓ દ્વારા ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવાતા પુણા પોલીસે કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયના બારૈયા સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અંગત અદાવતમાં વીડિયો બનાવીને ધમકીઓ આપવાના આ મામલામાં પોલીસ આગામી દિવસોમાં કીર્તિ પટેલની અટકાયત કરે તેવી પણ પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ Rajkot News: કોઈ યુવાન કે નબીરો નહીં પણ વૃદ્ધાએ સ્કોર્પિયો કારમાં સ્ટંટ કર્યો, જુઓ Video



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0