Viramgam સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી: રાત્રે સ્ટાફ ઊંઘતો ઝડપાયો, દર્દીઓને ભારે હાલાકી

Jul 12, 2026 - 17:30
Viramgam સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી: રાત્રે સ્ટાફ ઊંઘતો ઝડપાયો, દર્દીઓને ભારે હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિરમગામની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ હાલ વિવાદોના વમળમાં ફસાઈ છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર આ હોસ્પિટલનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાત્રિના સમયે ફરજ પરનો તબીબી સ્ટાફ અને કર્મચારીઓ ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યા છે. સબ-ડિસ્ટ્રિક્ટ કક્ષાની આટલી મોટી હોસ્પિટલમાં વહીવટી તંત્રની આવી ગંભીર લાપરવાહી સામે આવતા સ્થાનિક લોકો અને દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તંત્રની લાપરવાહી અને દર્દીઓની હાલાકી

વાયરલ વીડિયોના આધારે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રાત્રિના સમયે ઈમરજન્સી સેવાઓ માટે પણ કોઈ જવાબદાર સ્ટાફ હાજર હોતો નથી. દર્દીઓ ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચે છે, ત્યારે કાં તો સ્ટાફ ગેરહાજર હોય છે અથવા તો ઊંઘતો ઝડપાય છે. વીડિયોમાં દેખાઈ રહેલા સુતેલા કર્મચારીઓને જ્યારે દર્દીના સગા દ્વારા જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આ પ્રકારનું અસંવેદનશીલ વર્તન સરકારી આરોગ્ય તંત્રની પોલ ખોલે છે.

ખાનગી હોસ્પિટલોમાં જવા મજબૂર બનતા દર્દીઓ

આ સરકારી હોસ્પિટલ આસપાસના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે એકમાત્ર મોટો આશરો છે. પરંતુ રાત્રિના સમયે સમયસર અને યોગ્ય સારવાર ન મળવાને કારણે દર્દીઓની હાલત વધુ કફોડી બને છે. અંતે, કોઈ વિકલ્પ ન બચતા ગરીબ દર્દીઓને નાછૂટકે મોંઘીદાટ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા માટે મજબૂર થવું પડે છે. જવાબદાર કર્મચારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0