Bhavnagar: કરોડો રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત 9 કિલો એમ્બરગ્રીસ જપ્ત, આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટના 8 સૂત્રધારોની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોનો ઉપયોગ કરીને વન્યજીવોના અંગો અને પ્રતિબંધિત પદાર્થોની તસ્કરી કરતા માફિયાઓ પર ભાવનગર વન વિભાગ અને સ્ટેટ મોનિટરિંગ સેલે શિકંજો કસ્યો છે. ભાવનગર શહેરમાં કિંમતી એમ્બરગ્રીસ (જેને સામાન્ય ભાષામાં વ્હેલ માછલીની ઊલટી અથવા તરતું સોનું કહેવામાં આવે છે) નો મોટો જથ્થો વેચવા માટે કેટલાક ઇસમો આવી રહ્યા હોવાની સચોટ બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને મળી હતી. આ બાતમીના આધારે SMC ની ટીમે વોચ ગોઠવીને પ્રથમ ઓપરેશનમાં ૪ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. તેમની પાસેથી અંદાજે 4.20 કરોડની કિંમતનું એમ્બરગ્રીસ મળી આવ્યું હતું.
તપાસ ફોરેસ્ટ વિભાગને સોંપાતા બીજો મોટો બ્લાસ્ટ
એમ્બરગ્રીસ એ વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ પ્રતિબંધિત પદાર્થ હોવાથી SMC દ્વારા આ કેસની આગળની કાયદેસરની તપાસ અને કસ્ટડી ભાવનગર વન વિભાગ ને સોંપવામાં આવી હતી. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પકડાયેલા ચારેય આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરતા આ રેકેટના અન્ય છેડા પણ ખુલ્યા હતા. તસ્કરોની મોડસ ઓપરેન્ડી સમજીને વન વિભાગની ટીમે તાત્કાલિક ભાવનગરના ગ્રામ્ય વિસ્તાર એવા ખડસલિયા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન વન વિભાગને બીજી મોટી સફળતા મળી હતી અને સીમમાંથી વધુ 4 શખ્સોને 5.10 કરોડના એમ્બરગ્રીસના જથ્થા સાથે દબોચી લેવાયા હતા.
9.30 કરોડનો મુદ્દામાલ જપ્ત, નેટવર્કની તપાસ
સંયુક્ત ઓપરેશનના અંતે વન વિભાગે કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી કુલ 9 કિલોગ્રામ શુદ્ધ એમ્બરગ્રીસ જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 9.30 કરોડ આંકવામાં આવી રહી છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, સ્પર્મ વ્હેલ પ્રજાતિ લુપ્ત થવાના આરે હોવાથી શિડ્યુલ-૧ હેઠળ તેને રક્ષણ મળેલું છે. આ પદાર્થનો ઉપયોગ મોંઘા અત્તરોમાં સુગંધ લાંબો સમય ટકાવી રાખવા અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં દવાઓ બનાવવા માટે થાય છે. આ જથ્થો દરિયા કિનારેથી ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વન વિભાગે કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: Ahmedabad: રિવરફ્રન્ટ પૂર્વ પર નવા 10 કરોડના ખર્ચે બનેલા ભવ્ય 'હેરીટેજ પાર્ક'નું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

