Gujarat Weather: રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે, આ શહેરોમાં હીટવેવની આગાહી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં આઠ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. 9 થી 12 તારીખ સુધી રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.હવામાન વિભાગે આકરી ગરમીની કરી આગાહી કરી છે. આગામી દિવસમા ગરમીનો પારો ઉંચો જવાની શક્યતા છે. 11થી 12મેના રોજ હીટવેવની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.હવામાન વિભાગે આગામી સાત દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ આગાહીને લઈને કહ્યું હતું કે, આગામી સાત દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની અસર વર્તાશે. રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, સુરત, વડોદરામાં આગામી સાત દિવસ હીટવેવની શક્યતાઓ છે. અમદાવાદમાં 11,12 અને 13 એપ્રિલે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગર, સુરત, વડોદરામાં પણ ગરમીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે
રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. હવામાન વિભાગે આવતીકાલથી જ હીટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની પણ આગાહી કરી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટર્ફ સક્રિય થતાં આ બંને રાજ્યોને અડીને આવેલા ગુજરાતના જિલ્લાઓમાં છુટો છવાયો વરસાદ થઈ શકે છે.
આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી, 12 મે સુધી ગરમીનું યલો એલર્ટ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

