Gujarat Rain News: રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગનું રેડ એલર્ટ

Jul 26, 2026 - 07:30
Gujarat Rain News: રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગનું રેડ એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં બે સક્રિય વરસાદી સિસ્ટમના કારણે આગામી કલાકોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે,જ્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, સુરેન્દ્રનગર, કચ્છ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.જ્યારે તાપી, નવસારી, વલસાડ, અમરેલી, દાદરા અને નગર હવેલી તથા દમણમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.અનેક વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે.

24 કલાકમાં રાજ્યના 204 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં 5.5 ઈંચ નોંધાયો છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ પડ્યો છે.બનાસકાંઠાના ઓગડમાં 4 ઈંચ તથા નવસારીના ખેરગામ, ખેડાના નડિયાદ અને વલસાડના નાનાપોંડામાં 3.5-3.5 ઈંચ વરસાદ વરસ્યો છે.આ ઉપરાંત અરવલ્લીના ભિલોડા, પાટણ શહેર અને સરસ્વતી તાલુકામાં 3 ઈંચ, તેમજ વાવ-થરાદના લાખણી, સાબરકાંઠાના ઈડર, મહેસાણાના વિસનગર અને બનાસકાંઠાના અમીરગઢમાં 2.5-2.5 ઈંચ તથા ધાનેરામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય 191 તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદી હાજરી જોવા મળી છે.

18 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી

દેશના 18 રાજ્યોમાં આજે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર સહિત કુલ 18 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad બાજુની સાઇટના કારણે ન્યૂ પ્રભુપાર્ક સોસાયટીના બ્લોક જોખમી બન્યા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0