Junagadh News: કેશોદમાં યુવાનનું આત્મઘાતી પગલું, આર્થિક સંકડામણ અને પરિવારની ચિંતામાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી એક હૃદયદ્રાવક અહેવાલ સામે આવ્યો છે. કેશોદના મધુસુદન વિસ્તારમાં રહેતા 38 વર્ષીય યુવાને આર્થિક ભીંસ અને પારિવારિક ચિંતાઓના કારણે અંતિમ પગલું ભરી લીધું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ધવલકુમાર રામકૃષ્ણ લશ્કરી નામના યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આર્થિક સ્થિતિ નબળી હોવા સાથે માતાની બિમારી અને બહેનના લગ્નની હતી ચિંતા
ઘટનાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક ધવલકુમારની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હતી, જેના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં જીવી રહ્યા હતા. આ ઉપરાંત, તેમના પરિવારમાં માતા કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા અને તેમની સારવાર કરાવવાની મોટી ચિંતા તેમને સતાવી રહી હતી. વળી, ઘરમાં બહેનના લગ્ન પણ નજીક આવી રહ્યા હોવા છતાં આર્થિક અછતના કારણે લગ્નની વ્યવસ્થાઓ કેવી રીતે કરવી તેની ચિંતામાં યુવાન અંદરથી તૂટી પડ્યા હતા અને આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું.

પરિવારમાં શોકનો માહોલ, પોલીસે હાથ ધરી કાયદેસરની તપાસ
યુવાનના અચાનક અને આકસ્મિક અવસાનથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારના મોભી સમાન યુવાનના મોતથી માતા-બહેન સહિતના સ્વજનો ડૂસકાં ચઢાવી રહ્યા છે. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: 27 November Top News: સોનામાં પણ ભેળસેળ? UPI પેમેન્ટ પર નહીં મળે હવે SMS?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

