Gujarat Palika Election 2025 : સાણંદમાં જાન નીકળતા પહેલા વરરાજાએ કર્યુ મતદાન

Feb 16, 2025 - 11:30
Gujarat Palika Election 2025 : સાણંદમાં જાન નીકળતા પહેલા વરરાજાએ કર્યુ મતદાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાણંદ નગર પાલિકાની ચૂંટણીમાં મતદાનને લઈ ઉત્સાહ જોવા મળ્યો છે,જેમાં જાન નીકળતા પહેલા વરરાજાએ મતદાન કર્યું છે.સાણંદના બુથ નંબર 5માં વરરાજાએ મતદાન કર્યુ છે અને લોકોને અપીલ કરી છે કે મતદાન કરવા માટે સમય નીકાળવો જોઈએ,મયુર મકવાણાએ પહેલા મતદાન કર્યુ અને હવે જાન લઈને લગ્ન કરવા માટે નીકળ્યા છે.

સાણંદમાં 28 બેઠકો માટે ચૂંટણી છે

સાણંદ નગરપાલિકાના 7 વોર્ડ પર 28 બેઠકો માટે યોજાનાર ચૂંટણી છે. ત્યારે બેઠક પર મતદાનને લઇ બૂથ ઉપર પ્રિસાઈડિંગ સ્ટાફ, વીવીપીએટ, ઇવીએમ સહિતની સામગ્રી રવાના શનિવારે કરી દેવામાં આવી હતી. સાણંદ નગરપાલિકાના 7 વોર્ડ પર 28 બેઠકો ઉપર 34,402 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સાણંદ નગરપાલિકાની ચૂંટણી સમયે મતદાન માટેની કામગીરી માટે આશરે 200 સ્ટાફ અલગ અલગ 36 બૂથ પર કામગીરી કરી રહ્યો છે.

કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર

એક મનપા, 66 નગરપાલિકાઓ માટે મતદાન યોજાયું છે,મતદાન,સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10168 ઉમેદવાર મેદાને,પાલિકા-પંચાયતોની 1962 બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે,કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે,203માંથી ભાજપના 195 ઉમેદવારો બિનહરીફ જાહેર,કોંગ્રેસના 3 અને અપક્ષના 5 ઉમેદવારો બિનહરીફ,ભાજપના 195માંથી 21 મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ,કુલ 4033 મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન છે,જેમાં 836 સંવેદનશીલ, 153 અતિસંવેદનશીલ મથકો,કાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે,18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0