Gujarat News:આજે જાહેર થશે ચૂંટણીપંચનું નોટિફિકેશન, 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે

લોકસભા સાથે વિધાનસભાની પેટાચૂંટણી માટે નોટિફિકેશન 12થી 19 એપ્રિલ સુધી ભરી શકાશે ઉમેદવારી ફોર્મ 22 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી શકશે આજે ચૂંટણીપંચનું નોટિફિકેશન જાહેર થશે. જેમાં લોકસભા સાથે વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ નોટિફિકેશન જાહેર થશે. 12થી 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. તથા 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી થશે. તેમજ 22 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી શકશે. તેમાં ગુજરાતની 26 બેઠકો પર ઉમેદવારી પત્ર ભરી શકાશે. ત્રીજા તબક્કા માટે આજથી ઉમેદવારી પત્ર ભરી શકાશે ત્રીજા તબક્કા માટે આજથી ઉમેદવારી પત્ર ભરી શકાશે. તમામ પક્ષના ઉમેદવારો - નેતાઓના પ્રચાર તેજ થશે. જેમાં કેન્દ્રીય નેતાઓના ચૂંટણી પ્રવાસ પણ વધશે. લોકસભાની ચૂંટણીના પગલે ગુજરાતની 26 બેઠકો માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરાશે. 19મી એપ્રિલ સુધી જાહેર રજાના દિવસ સિવાય સવાર 11.00થી બપોરના 3.00 વાગ્યા સુધી ફોર્મ સ્વિકારાશે. 20મીએ ફોર્મની ચકાસણી થશે તો 22મી સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. 7મી મેના રોજ સવાર 7.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધી મતદાન થશે. 4 જૂનના રોજ લોકસભા ચુંટણીનું પરિણામ જાહેર થશે. ચૂંટણી માટે ઇવીએમની ફાળવણી પણ કરી દેવાઇ છે અમદાવાદ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપલબ્ધિ, ચકાસણી અને જમા કરાવવા સહિતની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ તા.12મી એપ્રિલ, શુક્રવારથી ઉમેદવારી પત્ર મેળવીને ભરી શકાશે. ઉમેદવારી ફોર્મ મેળવવા અને જમા કરાવવાનો સમય જાહેર રજા સિવાયના દિવસોમાં સવાર 11.00 થી બપોરના 3.00 વાગ્યા સુધીનો રહેશે. જે માટે નિયમોનુસાર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 20મી એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે. જ્યારે 22મી એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ બપોરના 3.00 વાગ્યા સુધી પરત ખેંચી શકાશે. આ પછી ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરાશે. ગરમીના કારણે ચૂંટણીનો સમય સવાર 7.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા અંગે સબંધિત નોડલ અધિકારીઓને સૂચનાઓ આપી દીધી છે. ચૂંટણી માટે ઇવીએમની ફાળવણી પણ કરી દેવાઇ છે.

Gujarat News:આજે જાહેર થશે ચૂંટણીપંચનું નોટિફિકેશન, 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભા સાથે વિધાનસભાની પેટાચૂંટણી માટે નોટિફિકેશન
  • 12થી 19 એપ્રિલ સુધી ભરી શકાશે ઉમેદવારી ફોર્મ
  • 22 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી શકશે

આજે ચૂંટણીપંચનું નોટિફિકેશન જાહેર થશે. જેમાં લોકસભા સાથે વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ નોટિફિકેશન જાહેર થશે. 12થી 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. તથા 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી થશે. તેમજ 22 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી શકશે. તેમાં ગુજરાતની 26 બેઠકો પર ઉમેદવારી પત્ર ભરી શકાશે.

ત્રીજા તબક્કા માટે આજથી ઉમેદવારી પત્ર ભરી શકાશે

ત્રીજા તબક્કા માટે આજથી ઉમેદવારી પત્ર ભરી શકાશે. તમામ પક્ષના ઉમેદવારો - નેતાઓના પ્રચાર તેજ થશે. જેમાં કેન્દ્રીય નેતાઓના ચૂંટણી પ્રવાસ પણ વધશે. લોકસભાની ચૂંટણીના પગલે ગુજરાતની 26 બેઠકો માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરાશે. 19મી એપ્રિલ સુધી જાહેર રજાના દિવસ સિવાય સવાર 11.00થી બપોરના 3.00 વાગ્યા સુધી ફોર્મ સ્વિકારાશે. 20મીએ ફોર્મની ચકાસણી થશે તો 22મી સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. 7મી મેના રોજ સવાર 7.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધી મતદાન થશે. 4 જૂનના રોજ લોકસભા ચુંટણીનું પરિણામ જાહેર થશે.

ચૂંટણી માટે ઇવીએમની ફાળવણી પણ કરી દેવાઇ છે

અમદાવાદ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપલબ્ધિ, ચકાસણી અને જમા કરાવવા સહિતની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ તા.12મી એપ્રિલ, શુક્રવારથી ઉમેદવારી પત્ર મેળવીને ભરી શકાશે. ઉમેદવારી ફોર્મ મેળવવા અને જમા કરાવવાનો સમય જાહેર રજા સિવાયના દિવસોમાં સવાર 11.00 થી બપોરના 3.00 વાગ્યા સુધીનો રહેશે. જે માટે નિયમોનુસાર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 20મી એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે. જ્યારે 22મી એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ બપોરના 3.00 વાગ્યા સુધી પરત ખેંચી શકાશે. આ પછી ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરાશે. ગરમીના કારણે ચૂંટણીનો સમય સવાર 7.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા અંગે સબંધિત નોડલ અધિકારીઓને સૂચનાઓ આપી દીધી છે. ચૂંટણી માટે ઇવીએમની ફાળવણી પણ કરી દેવાઇ છે.