Gujarat News: કોઈથી ડરવાનું શીખ્યો નથી, કોઈથી ડરતો નથી: પરશોત્તમ સોલંકી

રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના આગેવાનનો હુંકાર કોઈને તકલીફ હોય તો પરશોત્તમ સોલંકીનો દરવાજો ખુલ્લો છે પરશોત્તમ સોલંકીનો ગાંધીનગર ખાતે જન્મદિવસ ઊજવવામાં આવ્યો રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના આગેવાનનો હુંકાર સામે આવ્યો છે. જેમાં પરશોત્તમ સોલંકીએ જણાવ્યું છે કે કોઈથી ડરવાનું શીખ્યો નથી, કોઈથી ડરતો નથી. તમને લાગતુ હશે કે હું કમજોર છું. પણ દોઢ મહિનો સારવાર કરીને હું પાછો આવી ગયો છું. આપણે કોઈને નડવું નથી. કોઈને તકલીફ હોય તો પરશોત્તમ સોલંકીનો દરવાજો ખુલ્લો છે. મારા દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા મારા દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા છે.ભાવનગર નહીં તો ગાંધીનગરના દરવાજા કાયમી ખુલ્લા છે. પરશોત્તમ સોલંકીનું જન્મદિવસના કાર્યક્રમમા આ નિવેદન સામે આવ્યું છે. સોલંકીએ 64મા જન્મદિવસે ઉજવણી દરમિયાન નિવેદન આપ્યુ છે. તેમજ ભાવનગર લોકસભાના ઉમેદવાર નિમુબેનને કહયુ કે ભાવનગરથી ઉભા છે એટલે જીતી જવાના છે. પરશોત્તમ સોલંકીનો ગાંધીનગર ખાતે જન્મદિવસ ઊજવવામાં આવ્યો ગુજરાત સરકારમાં મત્સ્યોદ્યોગ વિભાગનો હવાલો સંભાળતા રાજ્યકક્ષાના મંત્રી પરશોત્તમ સોલંકીનો ગાંધીનગર ખાતે જન્મદિવસ ઊજવવામાં આવ્યો હતો. કદાવર કોળી નેતાના આ 64મા જન્મદિવસની ઉજવણી ગાંધીનગર સ્થિત મંત્રી આવાસમાં ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને યુવાનો ઊમટી પડ્યા હતા. આ ઉજવણી સમયે પરશોત્તમ સોલંકીએ કહ્યું હતું કે બધાને લાગતું હશે કે પરશોત્તમભાઈ વીક થઈ ગયા. મારે હમણાં દોઢ મહિનો સ્ટર્લિંગ હોસ્પિટલ અને લીલાવતી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું, કેમ કે મારી તબિયત ખૂબ ખરાબ હતી. ડોક્ટર્સે પણ જવાબ આપી દીધો હતો, પણ તમારા આશીર્વાદથી પાછો આવ્યો છું. હું ઘણીવાર વિચારું કે મેં એવાં કયાં કામ કર્યાં છે એ મને નથી સમજાતું, પણ સારું છે કે એ સમજાતું નથી, નહીં તો અભિમાન આવી જાય. મારી સામે જે આવે તેનો હું સામનો કરું છું, લડું છું. કોઈથી ડરવાનું શીખ્યો નથી અને ડરતા આવડતું નથી તેઓ આગળ કહે છે, કોઈથી ડરવાનું શીખ્યો નથી અને ડરતા આવડતું નથી. કુદરતની મહેરબાની છે કે આટલી તબિયત ખરાબ હોવા છતાં તમને આજે એટલે બોલાવ્યા છે કે પરશોત્તમ સોલંકી હજુ મજબૂત છે. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તમારા બધાના આશીર્વાદ લઈશ એવી પ્રાર્થના કરું છું. આવનારા દિવસોમાં કોઈને તકલીફ હોય તો પરશોત્તમ સોલંકીના બંગલાનો દરવાજા ખુલ્લો રહેશે, કોઈ ચિંતા કરતા નહીં. મારું જીવન દાવ પર લગાવવું પડશે તો દાવ પર લગાવીશું, પણ કોઈને દુઃખી નહીં થવા દઉં. એનાથી બીજું મને કંઈ નથી જોઈતું.

Gujarat News: કોઈથી ડરવાનું શીખ્યો નથી, કોઈથી ડરતો નથી: પરશોત્તમ સોલંકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના આગેવાનનો હુંકાર
  • કોઈને તકલીફ હોય તો પરશોત્તમ સોલંકીનો દરવાજો ખુલ્લો છે
  • પરશોત્તમ સોલંકીનો ગાંધીનગર ખાતે જન્મદિવસ ઊજવવામાં આવ્યો

રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના આગેવાનનો હુંકાર સામે આવ્યો છે. જેમાં પરશોત્તમ સોલંકીએ જણાવ્યું છે કે કોઈથી ડરવાનું શીખ્યો નથી, કોઈથી ડરતો નથી. તમને લાગતુ હશે કે હું કમજોર છું. પણ દોઢ મહિનો સારવાર કરીને હું પાછો આવી ગયો છું. આપણે કોઈને નડવું નથી. કોઈને તકલીફ હોય તો પરશોત્તમ સોલંકીનો દરવાજો ખુલ્લો છે.

મારા દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા

મારા દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા છે.ભાવનગર નહીં તો ગાંધીનગરના દરવાજા કાયમી ખુલ્લા છે. પરશોત્તમ સોલંકીનું જન્મદિવસના કાર્યક્રમમા આ નિવેદન સામે આવ્યું છે. સોલંકીએ 64મા જન્મદિવસે ઉજવણી દરમિયાન નિવેદન આપ્યુ છે. તેમજ ભાવનગર લોકસભાના ઉમેદવાર નિમુબેનને કહયુ કે ભાવનગરથી ઉભા છે એટલે જીતી જવાના છે.

પરશોત્તમ સોલંકીનો ગાંધીનગર ખાતે જન્મદિવસ ઊજવવામાં આવ્યો

ગુજરાત સરકારમાં મત્સ્યોદ્યોગ વિભાગનો હવાલો સંભાળતા રાજ્યકક્ષાના મંત્રી પરશોત્તમ સોલંકીનો ગાંધીનગર ખાતે જન્મદિવસ ઊજવવામાં આવ્યો હતો. કદાવર કોળી નેતાના આ 64મા જન્મદિવસની ઉજવણી ગાંધીનગર સ્થિત મંત્રી આવાસમાં ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને યુવાનો ઊમટી પડ્યા હતા. આ ઉજવણી સમયે પરશોત્તમ સોલંકીએ કહ્યું હતું કે બધાને લાગતું હશે કે પરશોત્તમભાઈ વીક થઈ ગયા. મારે હમણાં દોઢ મહિનો સ્ટર્લિંગ હોસ્પિટલ અને લીલાવતી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું, કેમ કે મારી તબિયત ખૂબ ખરાબ હતી. ડોક્ટર્સે પણ જવાબ આપી દીધો હતો, પણ તમારા આશીર્વાદથી પાછો આવ્યો છું. હું ઘણીવાર વિચારું કે મેં એવાં કયાં કામ કર્યાં છે એ મને નથી સમજાતું, પણ સારું છે કે એ સમજાતું નથી, નહીં તો અભિમાન આવી જાય. મારી સામે જે આવે તેનો હું સામનો કરું છું, લડું છું.

કોઈથી ડરવાનું શીખ્યો નથી અને ડરતા આવડતું નથી

તેઓ આગળ કહે છે, કોઈથી ડરવાનું શીખ્યો નથી અને ડરતા આવડતું નથી. કુદરતની મહેરબાની છે કે આટલી તબિયત ખરાબ હોવા છતાં તમને આજે એટલે બોલાવ્યા છે કે પરશોત્તમ સોલંકી હજુ મજબૂત છે. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તમારા બધાના આશીર્વાદ લઈશ એવી પ્રાર્થના કરું છું. આવનારા દિવસોમાં કોઈને તકલીફ હોય તો પરશોત્તમ સોલંકીના બંગલાનો દરવાજા ખુલ્લો રહેશે, કોઈ ચિંતા કરતા નહીં. મારું જીવન દાવ પર લગાવવું પડશે તો દાવ પર લગાવીશું, પણ કોઈને દુઃખી નહીં થવા દઉં. એનાથી બીજું મને કંઈ નથી જોઈતું.