Gujarat Monsoon: હવામાન વિભાગની આગાહી રાજયમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન

રાજયમાં 7 દિવસ વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ રહેશે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયુ છે,ત્યારે તેની વચ્ચે વરસાદની ગતી ધીમી પડી છે.19 અને 20 જૂને વડોદરા ભરૂચ છોટા ઉદેપુર નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ દાદારનગર હવેલી સહિત ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.જ્યારે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ મહીસાગર પંચમહાલ દાહોદમાં છૂટો છવાયો વરસાદ રહેશે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં 13 જીલ્લામાં વરસાદ રાજયમાં છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે.સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં એક ઈંચ વરસાદ,ચાર તાલુકામાં એક ઈંચ સુધી વરસાદ તો 30 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદની ગતિ અને જોર ઘટ્યાં 24 કલાકમાં 34 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.4 તાલુકામાં 24 કલાકમાં 1 ઇંચ વરસાદ.જૂનાગઢના વિસાવદર, વલસાડના ધરમપુરમાં 1 ઇંચ કપરાડા, થાનગઢમાં 1 ઇંચ વરસાદ,અંકલેશ્વર, રાજુલામાં પોણો ઇંચ વરસાદ,ખેરગામ, વલસાડમાં અડધો ઇંચ વરસાદ.પાતિલાણા, ઉમરગામ, બાબરામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. પવનની ગતીના કારણે વરસાદમાં વિલંબ દક્ષિણ ગુજરાત સુધી ચોમાસાનું આગમન થઈ ગયા પછી હાલમાં વાતાવરણના મધ્ય સ્તરે હાઈપ્રેશર રચાયું છે. જેને કારણે ચોમાસું નબળું પડી જતાં આગળ વધતું નથી. આ ઉપરાંત વાદળ બંધાવા માટે પૂરતો ભેજ છે પરંતુ કલાકના 18થી 20 કિલોમીટરની ઝડપના પવનને લીધે વાદળો ખેંચાઈ જાય છે. સરવાળે શહેરમાં ચોમાસાના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે. 19 અને 20 જૂને વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં બીજા અને ત્રીજા દિવસે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Monsoon: હવામાન વિભાગની આગાહી રાજયમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજયમાં 7 દિવસ વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન
  • દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી
  • ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ રહેશે

ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયુ છે,ત્યારે તેની વચ્ચે વરસાદની ગતી ધીમી પડી છે.19 અને 20 જૂને વડોદરા ભરૂચ છોટા ઉદેપુર નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ દાદારનગર હવેલી સહિત ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.જ્યારે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ મહીસાગર પંચમહાલ દાહોદમાં છૂટો છવાયો વરસાદ રહેશે.

રાજયમાં છેલ્લા 24 કલાકમાં 13 જીલ્લામાં વરસાદ

રાજયમાં છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે.સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં એક ઈંચ વરસાદ,ચાર તાલુકામાં એક ઈંચ સુધી વરસાદ તો 30 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં વરસાદની ગતિ અને જોર ઘટ્યાં

24 કલાકમાં 34 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.4 તાલુકામાં 24 કલાકમાં 1 ઇંચ વરસાદ.જૂનાગઢના વિસાવદર, વલસાડના ધરમપુરમાં 1 ઇંચ

કપરાડા, થાનગઢમાં 1 ઇંચ વરસાદ,અંકલેશ્વર, રાજુલામાં પોણો ઇંચ વરસાદ,ખેરગામ, વલસાડમાં અડધો ઇંચ વરસાદ.પાતિલાણા, ઉમરગામ, બાબરામાં સામાન્ય વરસાદ નોંધાયો છે.

પવનની ગતીના કારણે વરસાદમાં વિલંબ

દક્ષિણ ગુજરાત સુધી ચોમાસાનું આગમન થઈ ગયા પછી હાલમાં વાતાવરણના મધ્ય સ્તરે હાઈપ્રેશર રચાયું છે. જેને કારણે ચોમાસું નબળું પડી જતાં આગળ વધતું નથી. આ ઉપરાંત વાદળ બંધાવા માટે પૂરતો ભેજ છે પરંતુ કલાકના 18થી 20 કિલોમીટરની ઝડપના પવનને લીધે વાદળો ખેંચાઈ જાય છે. સરવાળે શહેરમાં ચોમાસાના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે.

19 અને 20 જૂને વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં બીજા અને ત્રીજા દિવસે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.