Gujarat Monsoon: સાયકલોનીક સર્ક્યુલેશન રહેતા આ શહેરોમાં અતિભારે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી રાજ્યમાં 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે.રાજ્યમાં કેટલાક ભગોમાં 3 કલાક માટે વરસાદને લઈ વેધર બુલેટિન જાહેરરાજ્યમાં કેટલાક ભગોમાં 3 કલાક માટે વરસાદને લઈ વેધર બુલેટિન જાહેર થયુ છે. જેમાં 8 થી 11 વાગ્યા સુધી કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં વરસાદની આગાહી તેમજ દાહોદ, પંચમહાલ, ખેરા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબીમાં વરસાદની આગાહી છે. સુરત, ભરૂચ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ સુરત, ભરૂચ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મોડાસા, મહેસાણા, સાબરકાંઠા અતિભારે વરસાદની આગાહી અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાજવીજ અને ભારે પવન સાથે કેટલાંક વિસ્તારમાં વરસાદ રહેશે. સાયકલોનીક સર્ક્યુલેશન તથા ઑફશોર ટ્રફ અને શિયરઝોનથી વરસાદ રહેશે. રાજ્યમાં 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે રાજ્યમાં 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી વધુ કચ્છના અબડાસામાં 4.3 ઈંચ વરસાદ આવ્યો છે. ત્યારે પાટણના સરસ્વતીમાં 3.7 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે પાટણ તાલુકાની વાત કરવામાં આવે તો ત્યાં 3.1 ઈંચ વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના ભાભરમાં 2.7 ઈંચ, પાટણના સાંતલપુરમાં 2.5 ઈંચ તો કચ્છના માંડવીમાં 2.4 ઈંચ વરસાદ આવ્યો છે. આ સિવાય પણ અન્ય તાલુકામાં મેઘરાજા વરસ્યા છે. વરસાદને પગલે રાજ્યના મોટાભાગના ડેમમાં પાણીની સારી આવક થઈ હતી. તેમજ ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે.

Gujarat Monsoon:  સાયકલોનીક સર્ક્યુલેશન રહેતા આ શહેરોમાં અતિભારે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ
  • સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી
  • રાજ્યમાં 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે

રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં કેટલાક ભગોમાં 3 કલાક માટે વરસાદને લઈ વેધર બુલેટિન જાહેર

રાજ્યમાં કેટલાક ભગોમાં 3 કલાક માટે વરસાદને લઈ વેધર બુલેટિન જાહેર થયુ છે. જેમાં 8 થી 11 વાગ્યા સુધી કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં વરસાદની આગાહી તેમજ દાહોદ, પંચમહાલ, ખેરા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબીમાં વરસાદની આગાહી છે. 

સુરત, ભરૂચ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ

સુરત, ભરૂચ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મોડાસા, મહેસાણા, સાબરકાંઠા અતિભારે વરસાદની આગાહી અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાજવીજ અને ભારે પવન સાથે કેટલાંક વિસ્તારમાં વરસાદ રહેશે. સાયકલોનીક સર્ક્યુલેશન તથા ઑફશોર ટ્રફ અને શિયરઝોનથી વરસાદ રહેશે.

રાજ્યમાં 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે

રાજ્યમાં 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી વધુ કચ્છના અબડાસામાં 4.3 ઈંચ વરસાદ આવ્યો છે. ત્યારે પાટણના સરસ્વતીમાં 3.7 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે પાટણ તાલુકાની વાત કરવામાં આવે તો ત્યાં 3.1 ઈંચ વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના ભાભરમાં 2.7 ઈંચ, પાટણના સાંતલપુરમાં 2.5 ઈંચ તો કચ્છના માંડવીમાં 2.4 ઈંચ વરસાદ આવ્યો છે. આ સિવાય પણ અન્ય તાલુકામાં મેઘરાજા વરસ્યા છે. વરસાદને પગલે રાજ્યના મોટાભાગના ડેમમાં પાણીની સારી આવક થઈ હતી. તેમજ ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે.