Gujarat Latest News: ગુજરાતના શહેરોમાં ગરમીની સાથે આગના બનાવોમાં સતત વધારો

તાજેતરમાં અમદાવાદમાં પ્રહલાદનગર, લાલ દરવાજા અને એસ.જી.હાઈવે પર આગ લાગી હતીરાજકોટના ટીઆપી ગેમ ઝોનમાં આગમાં 15થી વધુ બાળકોનું રૅસ્ક્યૂરાજ્યમાં સતત વધતી ગરમી વચ્ચે આગના બનાવો વધ્યાગુજરાતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે જનતા ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે રાજ્યના વિવિધ શહેરો સહિત વિસ્તારોમાં આગના બનાવો પણ વધી રહ્યા છે. દિવસેને દિવસે વધતી ગરમી સામે આગના ફોન કોલ્સ પણ ફાયર બ્રિગેડને સતત મળતા રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરો રાજકોટ, ભાવનગર, વડોદરા, જામનગર, સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. તીવ્ર ગરમીમાં આગ લાગી શકે છે. આગ અને અન્ય ઈમરજન્સી જેવા બનાવો વધતા સતત 101 અને 108 નંબર પર કોલમાં ધરખમ નોંધપાત્ર વધારો થયો છે.બે દિવસ અગાઉ અમદાવાદ શહેરના લાલ દરવાજા પાસે આવેલા માર્કેટના ભોયંરામાં આગ લાગતા ફાયર બ્રિગેડને 15 કલાક કરતાં વધુ સમય લાગ્યો હતો. આ આગ કાબૂ કરવા 112 ફાચર બ્રિગેડના જવાનોને જોતરવામાં આવ્યા હતા. ત્યારે આ ભીષણ આગ કાબૂમાં આવી હતી. જો કે ભોંયરામાં કોઈ વ્યકિત ન હોવાથી કોઈ જાનહાનિ નહોતી જોવા મળી. આમ છતાં આગના સતત વધતા બનાવને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ જવાનોને દોડવું પડયું હતું. આગને લીધે ફાયર બ્રિગેડના કોલમાં સતત વધારોતાજેતરમાં પ્રહલાદનગરમાં આવેલા કોમર્સ બિલ્ડિંગના નવમા માળે આગ લાગી હતી. જેમાં ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ ગભરાઈ ગયા હતા. જો કે ફાયર બ્રિગેડ અને સ્થાનિકોએ ભારે જહેમતપૂર્વક તમામનું રૅસ્ક્યૂ કરી લીધું હતું. જો કે આગ એટલી ભીષણ હતી કે ઉપરતા બે માળ પણ આગની જવાળામાં સપડાઈ જતા ફાયર બ્રિગેડને ખાસી જહેમત લાગી હતી.  અમદાવાદના બોપલમાં આવેલા ટીઆપી મૉલમાં બે મહિના પહેલા ભીષણ આગ લાગી હતી. આગને લીધે પાંચમો અને છઠ્ઠો માળ આખો ખાખ થઈ ગયો હતો. અમદાવાદમાં એટલી તો ગરમી છે કે બે દિવસ અગાઉ બોલિવૂડના એક અભિનેતાને અમદાવાદની એક હોસ્પિટલમાં સારવાર લેવાની નોબત આવી હતી. અમદાવાદના ચંડોળા વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના ત્રણ ગોડાઉમાં આગ લાગી હતી. આ ઉપરાંત આજે રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા ગેમઝોનમાં લાગેલી આગથી ફાયર વિભાગની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ગેમ ઝોનમાં કેટલાક બાળકો પણ ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. તો છેલ્લે મળતી માહિતી મુજબ આગને કારણે 2 બાળકોના મોત થયાની આશંકા સેવવામાં આવી રહી છે. તો ગેમઝોનના સ્ટ્રક્ચર ડિઝાઇનને લઈને સંચાલકો શંકાના ઘેરામાં આવી ગયા છે. 

Gujarat Latest News: ગુજરાતના શહેરોમાં ગરમીની સાથે આગના બનાવોમાં સતત વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તાજેતરમાં અમદાવાદમાં પ્રહલાદનગર, લાલ દરવાજા અને એસ.જી.હાઈવે પર આગ લાગી હતી
  • રાજકોટના ટીઆપી ગેમ ઝોનમાં આગમાં 15થી વધુ બાળકોનું રૅસ્ક્યૂ
  • રાજ્યમાં સતત વધતી ગરમી વચ્ચે આગના બનાવો વધ્યા


ગુજરાતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે જનતા ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે રાજ્યના વિવિધ શહેરો સહિત વિસ્તારોમાં આગના બનાવો પણ વધી રહ્યા છે. દિવસેને દિવસે વધતી ગરમી સામે આગના ફોન કોલ્સ પણ ફાયર બ્રિગેડને સતત મળતા રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરો રાજકોટ, ભાવનગર, વડોદરા, જામનગર, સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. તીવ્ર ગરમીમાં આગ લાગી શકે છે. આગ અને અન્ય ઈમરજન્સી જેવા બનાવો વધતા સતત 101 અને 108 નંબર પર કોલમાં ધરખમ નોંધપાત્ર વધારો થયો છે.

બે દિવસ અગાઉ અમદાવાદ શહેરના લાલ દરવાજા પાસે આવેલા માર્કેટના ભોયંરામાં આગ લાગતા ફાયર બ્રિગેડને 15 કલાક કરતાં વધુ સમય લાગ્યો હતો. આ આગ કાબૂ કરવા 112 ફાચર બ્રિગેડના જવાનોને જોતરવામાં આવ્યા હતા. ત્યારે આ ભીષણ આગ કાબૂમાં આવી હતી. જો કે ભોંયરામાં કોઈ વ્યકિત ન હોવાથી કોઈ જાનહાનિ નહોતી જોવા મળી. આમ છતાં આગના સતત વધતા બનાવને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ જવાનોને દોડવું પડયું હતું. 

આગને લીધે ફાયર બ્રિગેડના કોલમાં સતત વધારો

તાજેતરમાં પ્રહલાદનગરમાં આવેલા કોમર્સ બિલ્ડિંગના નવમા માળે આગ લાગી હતી. જેમાં ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ ગભરાઈ ગયા હતા. જો કે ફાયર બ્રિગેડ અને સ્થાનિકોએ ભારે જહેમતપૂર્વક તમામનું રૅસ્ક્યૂ કરી લીધું હતું. જો કે આગ એટલી ભીષણ હતી કે ઉપરતા બે માળ પણ આગની જવાળામાં સપડાઈ જતા ફાયર બ્રિગેડને ખાસી જહેમત લાગી હતી. 

અમદાવાદના બોપલમાં આવેલા ટીઆપી મૉલમાં બે મહિના પહેલા ભીષણ આગ લાગી હતી. આગને લીધે પાંચમો અને છઠ્ઠો માળ આખો ખાખ થઈ ગયો હતો. અમદાવાદમાં એટલી તો ગરમી છે કે બે દિવસ અગાઉ બોલિવૂડના એક અભિનેતાને અમદાવાદની એક હોસ્પિટલમાં સારવાર લેવાની નોબત આવી હતી. 

અમદાવાદના ચંડોળા વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના ત્રણ ગોડાઉમાં આગ લાગી હતી. આ ઉપરાંત આજે રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા ગેમઝોનમાં લાગેલી આગથી ફાયર વિભાગની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ગેમ ઝોનમાં કેટલાક બાળકો પણ ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. તો છેલ્લે મળતી માહિતી મુજબ આગને કારણે 2 બાળકોના મોત થયાની આશંકા સેવવામાં આવી રહી છે. તો ગેમઝોનના સ્ટ્રક્ચર ડિઝાઇનને લઈને સંચાલકો શંકાના ઘેરામાં આવી ગયા છે.