Gujarat Highcourt : સિંહોના અકાળે મોત મુદ્દે હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકણી

સિંહો દેશની શોભા છે તેની કદર તમને નથી : HC સિંહોના અકાળે મોત સરકાર માટે શરમજનક : HC સિંહોના અકાળે થતા મોત અટકાવો : HC ગુજરાતમાં સિંહોના અકાળે મોતને લઈ ગુજરાત હાઈકોર્ટે સરકાર અને રેલવે વિભાગની ધૂળ કાઢી નાખી છે.હાઈકોર્ટનું કહેવું છે કે,સિંહ દેશની શાન છે તેના મોત ના થાય તેને લઈ યોગ્ય નીતિ જાહેર કરો,રેલવે લાઇન સહિતના વિસ્તારમાં ફેન્સીંગ લગાવામાં આવે,તો હાઇકોર્ટે રેલવે વિભાગને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. સિંહોના અકાળે મોતનો કેસ સિંહોના અકાળે મોતને લઈ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથધરવામાં આવી હતી.હાઈકોર્ટે કહ્યું,સિંહો દેશની શોભા છે તેની કદર કરવી જોઈએ,સિંહોના અકાળે થતા મોત એ સરકાર માટે શરમજનક છે,સિંહોના કાળે થતા મોત અટકાવો અને યોગ્ય નીતિ જાહેર કરો,સરકાર સરકરી જવાબ નહીં કામ કરી હાઈકોર્ટમાં જવાબ આપે તો સિંહોના અકાળે મૃત્યુ અટકવવા રેલવે લાઇન સહિતના વિસ્તારોમાં ફેનસિંગ લગાવે. ખાતાકીય તપાસ કરી સંતોષ ના માનો : HC ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ષ 2018માં સિંહોના અપમૃત્યુને લઈને સમાચાર સંસ્થાઓના અહેવાલને આધારે સુઓમોટો પિટિશન હાથ ધરવામાં આવી હતી. જે મુદ્દે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ વધુ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટે રેલવે અને વન વિભાગને ખખડાવતા કહ્યું હતું કે, એક જ મહિનામાં 3 સિંહના ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયા છે. તેમ છતાં અધિકારીઓએ કોઈ પગલા લીધા નથી. માત્ર ખાતાકીય તપાસ કરી સંતોષ માની લીધો છે. ચાલુ વર્ષે 3 સિંહના મોત થયા એડિશનલ એડવોકેટ જનરલે જણાવ્યું છે કે, કમિટી બનીને તપાસ શરૂ થઈ છે. તેનો પ્રોગ્રેસ રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકાશે જેમાં રેલવે અને વનવિભાગ તરફથી સક્ષમ અધિકારી જોઈન્ટ એફિડેવિટ ફાઈલ કરશે. જો કે, આ માટે એડિશનલ એડવોકેટ જનરલે સમય માગતા વધુ સુનાવણી 12 જુલાઈના રોજ રાખવામાં આવી છે. હાઇકોર્ટે રેલવે અને વન વિભાગને અગાઉ ખખડાવતા છેલ્લા બે મહિનામાં અનેક સિંહોના રેલવે ટ્રેક ઉપર જીવ જતા બચ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં અકસ્માતમાં ત્રણ સિંહોના મોત થયા હતા.

Gujarat Highcourt : સિંહોના અકાળે મોત મુદ્દે હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સિંહો દેશની શોભા છે તેની કદર તમને નથી : HC
  • સિંહોના અકાળે મોત સરકાર માટે શરમજનક : HC
  • સિંહોના અકાળે થતા મોત અટકાવો : HC

ગુજરાતમાં સિંહોના અકાળે મોતને લઈ ગુજરાત હાઈકોર્ટે સરકાર અને રેલવે વિભાગની ધૂળ કાઢી નાખી છે.હાઈકોર્ટનું કહેવું છે કે,સિંહ દેશની શાન છે તેના મોત ના થાય તેને લઈ યોગ્ય નીતિ જાહેર કરો,રેલવે લાઇન સહિતના વિસ્તારમાં ફેન્સીંગ લગાવામાં આવે,તો હાઇકોર્ટે રેલવે વિભાગને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

સિંહોના અકાળે મોતનો કેસ

સિંહોના અકાળે મોતને લઈ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથધરવામાં આવી હતી.હાઈકોર્ટે કહ્યું,સિંહો દેશની શોભા છે તેની કદર કરવી જોઈએ,સિંહોના અકાળે થતા મોત એ સરકાર માટે શરમજનક છે,સિંહોના કાળે થતા મોત અટકાવો અને યોગ્ય નીતિ જાહેર કરો,સરકાર સરકરી જવાબ નહીં કામ કરી હાઈકોર્ટમાં જવાબ આપે તો સિંહોના અકાળે મૃત્યુ અટકવવા રેલવે લાઇન સહિતના વિસ્તારોમાં ફેનસિંગ લગાવે.

ખાતાકીય તપાસ કરી સંતોષ ના માનો : HC

ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ષ 2018માં સિંહોના અપમૃત્યુને લઈને સમાચાર સંસ્થાઓના અહેવાલને આધારે સુઓમોટો પિટિશન હાથ ધરવામાં આવી હતી. જે મુદ્દે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ વધુ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટે રેલવે અને વન વિભાગને ખખડાવતા કહ્યું હતું કે, એક જ મહિનામાં 3 સિંહના ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયા છે. તેમ છતાં અધિકારીઓએ કોઈ પગલા લીધા નથી. માત્ર ખાતાકીય તપાસ કરી સંતોષ માની લીધો છે.

ચાલુ વર્ષે 3 સિંહના મોત થયા

એડિશનલ એડવોકેટ જનરલે જણાવ્યું છે કે, કમિટી બનીને તપાસ શરૂ થઈ છે. તેનો પ્રોગ્રેસ રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકાશે જેમાં રેલવે અને વનવિભાગ તરફથી સક્ષમ અધિકારી જોઈન્ટ એફિડેવિટ ફાઈલ કરશે. જો કે, આ માટે એડિશનલ એડવોકેટ જનરલે સમય માગતા વધુ સુનાવણી 12 જુલાઈના રોજ રાખવામાં આવી છે. હાઇકોર્ટે રેલવે અને વન વિભાગને અગાઉ ખખડાવતા છેલ્લા બે મહિનામાં અનેક સિંહોના રેલવે ટ્રેક ઉપર જીવ જતા બચ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં અકસ્માતમાં ત્રણ સિંહોના મોત થયા હતા.