Gujarat Budget 2025: ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ માટે ₹2730 કરોડની જોગવાઇ
શહેરી વિકાસ વર્ષ અંતર્ગત શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹30,325 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તો સરકાર નાગરિકોને કેન્દ્રમાં રાખી સ્માર્ટ, સ્વચ્છ, સુંદર અને આધુનિક સમયને અનુરૂપ પસંદગીના શહેરો બનાવવા માટે પ્રતિબદ્ધ છે. શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટેની જોગવાઇ ₹8883 કરોડથી વધારીને ₹12,847 કરોડ કરવામાં આવી છે. મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ માટે ₹2730 કરોડની જોગવાઇ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ₹3353 કરોડની જોગવાઇ હાથ ધરવામાં આવી છે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ માટે ₹2730 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અમૃત 2.0 મિશન હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, તળાવોના વિકાસ, પરિવહન વ્યવસ્થા વગેરે માટે ₹1950 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે 15માં નાણાપંચ હેઠળ ₹1376 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અને પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) 2.0 હેઠળ શહેરી ગરીબોને આવાસ પૂરા પાડવા માટે ₹1350 કરોડની જોગવાઇ કરાઇ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પાર્ટનરશિપ પ્રોગ્રામ માટે અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તાર માટે પેરી-અર્બન લિવેબિલિટી ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બાહ્ય ભંડોળ માટે ₹1000 કરોડની જોગવાઇ હાથ ધરાઇ છે. સ્વચ્છ ભારત મિશન 2.0 અને નિર્મળ ગુજરાત 2.0 જેવી યોજનાઓ સાથે “સ્વચ્છ શહેર, સુંદર શહેર” યોજના અંતર્ગત શહેરી વિસ્તારોમાં બ્યુટીફિકેશન, શહેરી સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન માટે ₹808 કરોડની જોગવાઇ હાથ ધરાઇ હતી. શહેરી વિસ્તારોને રેલ્વે ક્રોસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવર બ્રિજ, અંડર બ્રિજ બનાવવા માટે ₹545 કરોડની જોગવાઇ હાથ ધરાઇ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઇન્ફ્રાસ્ટ્રકચરના કામો માટે ₹253 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અમદાવાદમાં SVP સ્પોર્ટ્સ એન્ક્લેવના વિકાસ માટે ₹250 કરોડની જોગવાઇ હાથ ધરાઇ છે. મુખ્યમંત્રી ગ્રીન રીંગ રોડ યોજના હેઠળ મુખ્ય શહેરોમાં ગ્રીન રીંગ રોડ વિકસાવવા માટે ₹200 કરોડની જોગવાઇ હાથ ધરાઇ છે. આઇકોનિક રસ્તાઓના વિકાસ માટે ₹200 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસ યોજના હેઠળ ધાર્મિક નગરોના વ્યૂહાત્મક માળખાગત વિકાસ માટે ₹200 કરોડની જોગવાઇ છે. તો 12 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર માટે ₹180 કરોડની જોગવાઇ હાથ ધરાઇ છે. રાજ્યમાં અગ્નિશામક સેવાઓ માટે એક રાજ્ય એક કેડરની સ્થાપના દ્વારા અગ્નિશામક અને કટોકટી સેવાઓને મજબૂત બનાવવામાં આવશે. રાજ્ય અગ્નિશામક મુખ્યાલય અને નવા મોડેલ ફાયર સ્ટેશનોની સ્થાપના માટે ₹160 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ ₹120 કરોડની જોગવાઇ છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે હાલમાં ક્લિન એર પ્રોગ્રામના અમલીકરણ સાથે હવે જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગર અને ભરૂચ-અંકલેશ્વર માટે સ્ટેટ ક્લિન એર પ્રોગ્રામના અમલીકરણ માટે ₹100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગિફ્ટ સિટીમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹72 કરોડની જોગવાઇ છે. પી.એમ. ઈ-બસ યોજના હેઠળ ડેપો ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ₹56 કરોડની જોગવાઇ તો સેટેલાઇટ ટાઉનશીપ વિકસાવવા માટે ₹50 કરોડની જોગવાઇ છે. આ તરફ, વડોદરા અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ કન્વેન્શન સેન્ટર વિકસાવવા માટે ₹50 કરોડની જોગવાઇ છે. શહેરી આયોજન ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે તથા સ્પેશિયલ પ્રોજેક્ટ સેલ અને આયોજન પોર્ટલની સ્થાપના માટે ₹14 કરોડની જોગવાઇ છે. ગુજરાત અર્બન એટલાસ હેઠળ મિલકતો અને ઉપયોગિતાઓના GIS મેપિંગ અને મુખ્ય શહેરી પ્રોજેક્ટ માટે ₹10 કરોડની જોગવાઇ હાધ ધરવામાં આવી છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરી વિકાસ વર્ષ અંતર્ગત શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹30,325 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તો સરકાર નાગરિકોને કેન્દ્રમાં રાખી સ્માર્ટ, સ્વચ્છ, સુંદર અને આધુનિક સમયને અનુરૂપ પસંદગીના શહેરો બનાવવા માટે પ્રતિબદ્ધ છે. શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટેની જોગવાઇ ₹8883 કરોડથી વધારીને ₹12,847 કરોડ કરવામાં આવી છે.
મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ માટે ₹2730 કરોડની જોગવાઇ
શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ₹3353 કરોડની જોગવાઇ હાથ ધરવામાં આવી છે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ માટે ₹2730 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અમૃત 2.0 મિશન હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, તળાવોના વિકાસ, પરિવહન વ્યવસ્થા વગેરે માટે ₹1950 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે 15માં નાણાપંચ હેઠળ ₹1376 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અને પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) 2.0 હેઠળ શહેરી ગરીબોને આવાસ પૂરા પાડવા માટે ₹1350 કરોડની જોગવાઇ કરાઇ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પાર્ટનરશિપ પ્રોગ્રામ માટે અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તાર માટે પેરી-અર્બન લિવેબિલિટી ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બાહ્ય ભંડોળ માટે ₹1000 કરોડની જોગવાઇ હાથ ધરાઇ છે. સ્વચ્છ ભારત મિશન 2.0 અને નિર્મળ ગુજરાત 2.0 જેવી યોજનાઓ સાથે “સ્વચ્છ શહેર, સુંદર શહેર” યોજના અંતર્ગત શહેરી વિસ્તારોમાં બ્યુટીફિકેશન, શહેરી સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન માટે ₹808 કરોડની જોગવાઇ હાથ ધરાઇ હતી.
શહેરી વિસ્તારોને રેલ્વે ક્રોસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવર બ્રિજ, અંડર બ્રિજ બનાવવા માટે ₹545 કરોડની જોગવાઇ હાથ ધરાઇ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઇન્ફ્રાસ્ટ્રકચરના કામો માટે ₹253 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અમદાવાદમાં SVP સ્પોર્ટ્સ એન્ક્લેવના વિકાસ માટે ₹250 કરોડની જોગવાઇ હાથ ધરાઇ છે. મુખ્યમંત્રી ગ્રીન રીંગ રોડ યોજના હેઠળ મુખ્ય શહેરોમાં ગ્રીન રીંગ રોડ વિકસાવવા માટે ₹200 કરોડની જોગવાઇ હાથ ધરાઇ છે.
આઇકોનિક રસ્તાઓના વિકાસ માટે ₹200 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસ યોજના હેઠળ ધાર્મિક નગરોના વ્યૂહાત્મક માળખાગત વિકાસ માટે ₹200 કરોડની જોગવાઇ છે. તો 12 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર માટે ₹180 કરોડની જોગવાઇ હાથ ધરાઇ છે. રાજ્યમાં અગ્નિશામક સેવાઓ માટે એક રાજ્ય એક કેડરની સ્થાપના દ્વારા અગ્નિશામક અને કટોકટી સેવાઓને મજબૂત બનાવવામાં આવશે. રાજ્ય અગ્નિશામક મુખ્યાલય અને નવા મોડેલ ફાયર સ્ટેશનોની સ્થાપના માટે ₹160 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ ₹120 કરોડની જોગવાઇ છે.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે હાલમાં ક્લિન એર પ્રોગ્રામના અમલીકરણ સાથે હવે જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગર અને ભરૂચ-અંકલેશ્વર માટે સ્ટેટ ક્લિન એર પ્રોગ્રામના અમલીકરણ માટે ₹100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગિફ્ટ સિટીમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹72 કરોડની જોગવાઇ છે. પી.એમ. ઈ-બસ યોજના હેઠળ ડેપો ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ₹56 કરોડની જોગવાઇ તો સેટેલાઇટ ટાઉનશીપ વિકસાવવા માટે ₹50 કરોડની જોગવાઇ છે. આ તરફ, વડોદરા અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ કન્વેન્શન સેન્ટર વિકસાવવા માટે ₹50 કરોડની જોગવાઇ છે. શહેરી આયોજન ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે તથા સ્પેશિયલ પ્રોજેક્ટ સેલ અને આયોજન પોર્ટલની સ્થાપના માટે ₹14 કરોડની જોગવાઇ છે. ગુજરાત અર્બન એટલાસ હેઠળ મિલકતો અને ઉપયોગિતાઓના GIS મેપિંગ અને મુખ્ય શહેરી પ્રોજેક્ટ માટે ₹10 કરોડની જોગવાઇ હાધ ધરવામાં આવી છે.