Gujarat : 8 ઓગસ્ટે રાજયકક્ષાનો 75મો વન મહોત્સવ યોજાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યકક્ષાનો વન મહોત્સવ યોજાશે 23મા સાંસ્કૃતિક હરસિદ્ધિ વનનું દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ- હર્ષદ ખાતે લોકાર્પણ કરાશે ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અગાઉ આ સ્થાન પરનો વન મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વધુ સફળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ્ હસ્તે તેમજ વન - પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્ય કક્ષાના વન - પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલની ખાસ ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપૂર તાલુકાના ગાંધવી ગામ ખાતે આવેલા પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે ૭૫મા વન મહોત્સવની ઉજવણી અને ૨૩મા સાંસ્કૃતિક વન 'હરસિદ્ધિ વન' નું લોકાર્પણ આગામી તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ કરવામાં આવશે. આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે આ વનનું લોકાર્પણ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાંજે ૪.૦૦ કલાકે કરવામાં આવશે.ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અગાઉ આ સ્થાન પરનો વન મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો હતો જે હવે આગામી સમયમાં યોજાનાર છે તેમ,વન વિભાગની યાદીમાં જણાવાયું છે.જયારે પર્યાવરણીય સમસ્યાઓથી ખાસ કોઈ જાગૃત ન હતું તે સમયે તત્કાલીન કૃષિ, વન અને સહકાર મંત્રી અને ગુજરાતના લોકપ્રિય લેખક એવા સ્વ. કનૈયાલાલ મુનશીએ આજથી અંદાજે ૭૫ વર્ષ પહેલાં રાજ્યમાં આણંદ ખાતે પ્રથમવાર વન મહોત્સવની ઉજવણી શરૂ કરી હતી. જે પ્રકૃતિ રક્ષાની ધરોહર સમા આ મહા-ઉત્સવ એવા વન મહોત્સવને આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. દર વર્ષે વન મહોત્સવ ઉજવાય છે ભારતની વિવિધ સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા અદભૂત વૃક્ષ વાવેતરોના સંકલનને સાંસ્કૃતિક વનો તરીકે ઓળખવામાં આવે છે. પર્યાવરણ અને સંસ્કૃતિના અનોખા સમન્વય થકી વન મહોત્સવના કાર્યક્રમને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃ્ત્વમાં વર્ષ ૨૦૦૪માં સાંસ્કૃતિક વન નિર્માણની શરૂઆત થઈ હતી. વન મહોત્સવ અંતર્ગત રાજ્યમાં પ્રથમવાર ગાંધીનગરમાં ગ્રહ, નક્ષત્ર, રાશિ અને સંસ્કૃતિ આધારિત સાંસ્કૃતિક ‘પુનિત વન’ સાકાર થયું. આ પહેલ બાદ દર વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સાંસ્કૃતિક વનની હારમાળા શરૂ કરાઇ છે. જે પહેલ હેઠળ અત્યાર સુધીમાં રાજ્યમાં વિવિધ ૨૨ સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાસે આ સાંસ્કૃતિક વનો આજે પર્યાવરણ રક્ષણ સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યા છે. આ વર્ષે ૭૫મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક વનોની હારમાળામાં વધુ એક સાંસ્કૃતિક વન “હરસિદ્ધિ વન” નું લોકાર્પણ કરવામાં આવનાર છે.ગુજરાતમાં ચાલુ વર્ષે ૭૫મા વન મહોત્સવ ઉજવણીના અનોખા લોકોત્સવ દરમ્યાન રાજ્યમાં અંદાજે ૧૦.૫૦ કરોડ રોપાઓનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યને વિવિધ સામાજિક વનીકરણની યોજના થકી વધુ હરિયાળું ગુજરાત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં એગ્રો ફોરેસ્ટ્રી -રાજ્ય આધારીત યોજના હેઠળ ૩૧,૦૦૦ હેકટર વિસ્તારમાં ખેડૂત થકી વાવેતર કરવામાં આવનાર છે. દ્રારકાને મળશે ભેટ આ ઉપરાંત “હરિત વસુંધરા” યોજના હેઠળ ૨૦૦ હેક્ટર વિસ્તારમાં “વન કવચ” વાવેતર સાથે હરિત વનપથ વાવેતર હેઠળ ૭૦ હેક્ટર વિસ્તારમાં ટ્રી ગાર્ડ સાથે મોટા રોપાનું વાવેતર પણ કરવામાં આવનાર છે. આમ ગુજરાત વન વિભાગ દ્વારા મહત્વલક્ષી યોજનાકીય બાબતોથી રાજ્યને વધુ હરિયાળું બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનને વન વિભાગ દ્વારા સાંસ્કૃતિક વન તરીકે "હરસિદ્ધિ વન”ની અનોખી ભેટ મળવા જઈ રહી છે. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની ઝલક દર્શાવતી ‘સૌરાષ્ટ્રની સુગંધ’ થીમ સાથે રાજ્યના ૨૩માં સાંસ્કૃતિક "હરસિદ્ધિ વન”માં નવા અભિગમ સાથે આ વન માં મુખ્ય દ્વાર, પ્રવેશ પરિસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટીકા, સેરેમોનીયલ ગાર્ડન, શ્રી કૃષ્ણ ઉપવન, શ્રી કૃષ્ણ કમળ વાટીકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણો નિમાર્ણ કરવામાં આવેલ છે. સ્વાગત વાટીકા આ ઉપરાંત સાંસ્કૃતિક વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટીકા, આયુષવન, વન કવચ, તાડ વાટીકા, પવિત્ર ઉપવન, ગુગળ વન, કેક્ટસ વાટીકા, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોક વે, વાઈલ્ડ લાઇફ ઝોન વગેરે જેવા વનોનું નિમાર્ણ કરવામાં આવેલ છે.આ વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત ૪૧,૬૧૯ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો, વડ, પીપળો, પ્રાગ વડ, વગેરેનો સમાવેશ થાય છે. દરિયાકાંઠે ઉછરી શકે તે માટે તેને અનુરૂપ રોપાઓ જેવા કે, પીલુ, નાળીયેર, બદામ, અરણી વગેરે વૃક્ષો પણ ઉછેરવામાં આવેલ છે. ગૂગળ વન તથા કેક્ટસ વાટીકા વગેરેમાં તેના નામને અનુરૂપ પ્રજાતિઓ સાથે અન્ય પ્રકારના સુશોભનના રોપાઓ પણ ઉછેરવામાં આવ્યા છે. સેલ્ફી પોઇન્ટ ગાર્ડન ઉપરાંત ઉજાણી સ્થળ તરીકે પર્યટકો આકર્ષાય તે હેતુથી આ સાંસ્કૃતિક વનમાં બાળવાટીકા, સેલ્ફી પોઇન્ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન ગઝેબો, ગઝેબો, સનસેટ પોઇન્ટ વગેરે પણ તૈયાર કરવામાં આવ્યા છે. પર્યટકોની સુગમતા ધ્યાને લઈ પાર્કીંગ એરીયા, પીવાના પાણી-શૌચાલય તેમજ રોપા વેચાણ કેન્દ્ર જેવી જન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આમ ગાંધવી ગામ ખાતે નિર્મિત "હરસિદ્ધિ વન" પર્યાવરણના જતનની સાથે રાજ્યના નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકારની વધુ એક ઉત્કૃષ્ટ પહેલ સાથે ૭૫મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે આ વનનું લોકાર્પણ કરવામાં આવનાર છે તેમ વન વિભાગ દ્વારા વધુમાં જણાવાયું હતું.

Gujarat : 8 ઓગસ્ટે રાજયકક્ષાનો 75મો વન મહોત્સવ યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યકક્ષાનો વન મહોત્સવ યોજાશે
  • 23મા સાંસ્કૃતિક હરસિદ્ધિ વનનું દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ- હર્ષદ ખાતે લોકાર્પણ કરાશે
  • ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અગાઉ આ સ્થાન પરનો વન મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો હતો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વધુ સફળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ્ હસ્તે તેમજ વન - પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્ય કક્ષાના વન - પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલની ખાસ ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપૂર તાલુકાના ગાંધવી ગામ ખાતે આવેલા પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે ૭૫મા વન મહોત્સવની ઉજવણી અને ૨૩મા સાંસ્કૃતિક વન 'હરસિદ્ધિ વન' નું લોકાર્પણ આગામી તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ કરવામાં આવશે.

આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે

આ વનનું લોકાર્પણ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાંજે ૪.૦૦ કલાકે કરવામાં આવશે.ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અગાઉ આ સ્થાન પરનો વન મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો હતો જે હવે આગામી સમયમાં યોજાનાર છે તેમ,વન વિભાગની યાદીમાં જણાવાયું છે.જયારે પર્યાવરણીય સમસ્યાઓથી ખાસ કોઈ જાગૃત ન હતું તે સમયે તત્કાલીન કૃષિ, વન અને સહકાર મંત્રી અને ગુજરાતના લોકપ્રિય લેખક એવા સ્વ. કનૈયાલાલ મુનશીએ આજથી અંદાજે ૭૫ વર્ષ પહેલાં રાજ્યમાં આણંદ ખાતે પ્રથમવાર વન મહોત્સવની ઉજવણી શરૂ કરી હતી. જે પ્રકૃતિ રક્ષાની ધરોહર સમા આ મહા-ઉત્સવ એવા વન મહોત્સવને આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.

દર વર્ષે વન મહોત્સવ ઉજવાય છે

ભારતની વિવિધ સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા અદભૂત વૃક્ષ વાવેતરોના સંકલનને સાંસ્કૃતિક વનો તરીકે ઓળખવામાં આવે છે. પર્યાવરણ અને સંસ્કૃતિના અનોખા સમન્વય થકી વન મહોત્સવના કાર્યક્રમને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃ્ત્વમાં વર્ષ ૨૦૦૪માં સાંસ્કૃતિક વન નિર્માણની શરૂઆત થઈ હતી. વન મહોત્સવ અંતર્ગત રાજ્યમાં પ્રથમવાર ગાંધીનગરમાં ગ્રહ, નક્ષત્ર, રાશિ અને સંસ્કૃતિ આધારિત સાંસ્કૃતિક ‘પુનિત વન’ સાકાર થયું. આ પહેલ બાદ દર વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સાંસ્કૃતિક વનની હારમાળા શરૂ કરાઇ છે. જે પહેલ હેઠળ અત્યાર સુધીમાં રાજ્યમાં વિવિધ ૨૨ સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાસે

આ સાંસ્કૃતિક વનો આજે પર્યાવરણ રક્ષણ સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યા છે. આ વર્ષે ૭૫મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક વનોની હારમાળામાં વધુ એક સાંસ્કૃતિક વન “હરસિદ્ધિ વન” નું લોકાર્પણ કરવામાં આવનાર છે.ગુજરાતમાં ચાલુ વર્ષે ૭૫મા વન મહોત્સવ ઉજવણીના અનોખા લોકોત્સવ દરમ્યાન રાજ્યમાં અંદાજે ૧૦.૫૦ કરોડ રોપાઓનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યને વિવિધ સામાજિક વનીકરણની યોજના થકી વધુ હરિયાળું ગુજરાત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં એગ્રો ફોરેસ્ટ્રી -રાજ્ય આધારીત યોજના હેઠળ ૩૧,૦૦૦ હેકટર વિસ્તારમાં ખેડૂત થકી વાવેતર કરવામાં આવનાર છે.

દ્રારકાને મળશે ભેટ

આ ઉપરાંત “હરિત વસુંધરા” યોજના હેઠળ ૨૦૦ હેક્ટર વિસ્તારમાં “વન કવચ” વાવેતર સાથે હરિત વનપથ વાવેતર હેઠળ ૭૦ હેક્ટર વિસ્તારમાં ટ્રી ગાર્ડ સાથે મોટા રોપાનું વાવેતર પણ કરવામાં આવનાર છે. આમ ગુજરાત વન વિભાગ દ્વારા મહત્વલક્ષી યોજનાકીય બાબતોથી રાજ્યને વધુ હરિયાળું બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનને વન વિભાગ દ્વારા સાંસ્કૃતિક વન તરીકે "હરસિદ્ધિ વન”ની અનોખી ભેટ મળવા જઈ રહી છે. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની ઝલક દર્શાવતી ‘સૌરાષ્ટ્રની સુગંધ’ થીમ સાથે રાજ્યના ૨૩માં સાંસ્કૃતિક "હરસિદ્ધિ વન”માં નવા અભિગમ સાથે આ વન માં મુખ્ય દ્વાર, પ્રવેશ પરિસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટીકા, સેરેમોનીયલ ગાર્ડન, શ્રી કૃષ્ણ ઉપવન, શ્રી કૃષ્ણ કમળ વાટીકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણો નિમાર્ણ કરવામાં આવેલ છે.

સ્વાગત વાટીકા

આ ઉપરાંત સાંસ્કૃતિક વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટીકા, આયુષવન, વન કવચ, તાડ વાટીકા, પવિત્ર ઉપવન, ગુગળ વન, કેક્ટસ વાટીકા, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોક વે, વાઈલ્ડ લાઇફ ઝોન વગેરે જેવા વનોનું નિમાર્ણ કરવામાં આવેલ છે.આ વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત ૪૧,૬૧૯ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો, વડ, પીપળો, પ્રાગ વડ, વગેરેનો સમાવેશ થાય છે. દરિયાકાંઠે ઉછરી શકે તે માટે તેને અનુરૂપ રોપાઓ જેવા કે, પીલુ, નાળીયેર, બદામ, અરણી વગેરે વૃક્ષો પણ ઉછેરવામાં આવેલ છે. ગૂગળ વન તથા કેક્ટસ વાટીકા વગેરેમાં તેના નામને અનુરૂપ પ્રજાતિઓ સાથે અન્ય પ્રકારના સુશોભનના રોપાઓ પણ ઉછેરવામાં આવ્યા છે.

સેલ્ફી પોઇન્ટ ગાર્ડન

ઉપરાંત ઉજાણી સ્થળ તરીકે પર્યટકો આકર્ષાય તે હેતુથી આ સાંસ્કૃતિક વનમાં બાળવાટીકા, સેલ્ફી પોઇન્ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન ગઝેબો, ગઝેબો, સનસેટ પોઇન્ટ વગેરે પણ તૈયાર કરવામાં આવ્યા છે. પર્યટકોની સુગમતા ધ્યાને લઈ પાર્કીંગ એરીયા, પીવાના પાણી-શૌચાલય તેમજ રોપા વેચાણ કેન્દ્ર જેવી જન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આમ ગાંધવી ગામ ખાતે નિર્મિત "હરસિદ્ધિ વન" પર્યાવરણના જતનની સાથે રાજ્યના નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકારની વધુ એક ઉત્કૃષ્ટ પહેલ સાથે ૭૫મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે આ વનનું લોકાર્પણ કરવામાં આવનાર છે તેમ વન વિભાગ દ્વારા વધુમાં જણાવાયું હતું.