Ahmedabad: શહેરમાં 1.28 લાખ રુદ્રાક્ષથી 15 ફૂટનું શિવલિંગ કરાયું તૈયાર

વાડજમાં રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કરાયું 1.28 લાખ રુદ્રાક્ષથી શિવલિંગ કરાયું તૈયાર 15 ફૂટ ઊંચા શિવલિંગના દર્શન માટે ભક્તો ઉમટ્યા અમદાવાદમાં 1.28 લાખ રુદ્રાક્ષથી 15 ફૂટનું શિવલિંગ તૈયાર કરાયું છે. અમદાવાદના વાડજમાં રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કરાયુ છે. તમને અનોખા શિવલિંગના દર્શન થશે. 1.28 લાખ રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કરતા તે 15 ફૂટ ઊંચુ બન્યુ છે જેમાં શિવલિંગના દર્શન માટે ભક્તો ઉમટ્યા છે. શ્રાવણ માસના પ્રારંભે અનોખા શિવલિંગના દર્શન કરી ભક્તો ધન્ય થયા છે.શ્રાવણ માસ પૂર્ણ થતા રુદ્રાક્ષને પ્રસાદ તરીકે ભક્તોને અપાશે રુદ્રાક્ષના શિવલિંગના શ્રાવણ માસના પ્રારંભે દર્શન થયા છે. જેમાં વાડજ ખાતેના દુધાધારી મહાદેવમાં અનોખું શિવલિંગ તૈયાર કરાયું છે. તેમાં 1.28 લાખ રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કરાયું છે. 15 ફૂટ ઊંચા શિવલિંગના દર્શન કરવા ભક્તો આવી રહ્યા છે. તેમજ શ્રાવણ માસ પૂર્ણ થતા રુદ્રાક્ષને પ્રસાદ તરીકે ભક્તોને અપાશે. નેપાળ, બંગાળ, આસામ અને કોંકણમાં રુદ્રાક્ષનું ઝાડ થાય છે રુદ્રાક્ષ એક પ્રકારનું બીજ છે. રુદ્રાક્ષના ઝાડ મોટાં થાય છે. તેનાં ઝાડના મૂળ જમીનની બહાર દેખાય છે. તેનાં પાંદડા ગંગેરી નાગવેલનાં પાન જેવા હોય છે. તેનાં ફળમાના બીજને રુદ્રાક્ષ કહે છે. નેપાળ, બંગાળ, આસામ અને કોંકણમાં તેનું ઝાડ થાય છે. તેનાં પાન સાત આઠ આંગળ લાંબા અને કિનારી ઉપર જાડા હોય છે. નવા પાંડદા ઉપર એક જાતની રૂવાટી હોય છે, જે પાછળથી ખરી જાય છે. તેના ફળમાં પાંચ ખાના હોય છે. દરેક ખાનામાં એક નાનું બીજ હોય છે. ધાર્મિક માન્યતા પ્રમાણે ભગવાન શિવના આસુમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ હતી. આ કારણોસર રુદ્રાક્ષને હિંદુ ધર્મમાં ચમત્કારી અને અલૌકિક માનવામાં આવે છે. રુદ્રાક્ષ એકમુખીથી એકવીસ મુખીનો હોય છે અને તમામ રુદ્રાક્ષનું અલગ અલગ મહત્ત્વ હોય છે. જે વ્યક્તિ નિયમ અને વિધિ પ્રમાણે રુદ્રાક્ષ ધારણ કરે તેને તમામ સંકટમાંથી છુટકારો મળે છે તેવું લોકોનું માનવુ છે.

Ahmedabad: શહેરમાં 1.28 લાખ રુદ્રાક્ષથી 15 ફૂટનું શિવલિંગ કરાયું તૈયાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વાડજમાં રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કરાયું
  • 1.28 લાખ રુદ્રાક્ષથી શિવલિંગ કરાયું તૈયાર
  • 15 ફૂટ ઊંચા શિવલિંગના દર્શન માટે ભક્તો ઉમટ્યા

અમદાવાદમાં 1.28 લાખ રુદ્રાક્ષથી 15 ફૂટનું શિવલિંગ તૈયાર કરાયું છે. અમદાવાદના વાડજમાં રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કરાયુ છે. તમને અનોખા શિવલિંગના દર્શન થશે. 1.28 લાખ રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કરતા તે 15 ફૂટ ઊંચુ બન્યુ છે જેમાં શિવલિંગના દર્શન માટે ભક્તો ઉમટ્યા છે. શ્રાવણ માસના પ્રારંભે અનોખા શિવલિંગના દર્શન કરી ભક્તો ધન્ય થયા છે.

શ્રાવણ માસ પૂર્ણ થતા રુદ્રાક્ષને પ્રસાદ તરીકે ભક્તોને અપાશે

રુદ્રાક્ષના શિવલિંગના શ્રાવણ માસના પ્રારંભે દર્શન થયા છે. જેમાં વાડજ ખાતેના દુધાધારી મહાદેવમાં અનોખું શિવલિંગ તૈયાર કરાયું છે. તેમાં 1.28 લાખ રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કરાયું છે. 15 ફૂટ ઊંચા શિવલિંગના દર્શન કરવા ભક્તો આવી રહ્યા છે. તેમજ શ્રાવણ માસ પૂર્ણ થતા રુદ્રાક્ષને પ્રસાદ તરીકે ભક્તોને અપાશે.

નેપાળ, બંગાળ, આસામ અને કોંકણમાં રુદ્રાક્ષનું ઝાડ થાય છે

રુદ્રાક્ષ એક પ્રકારનું બીજ છે. રુદ્રાક્ષના ઝાડ મોટાં થાય છે. તેનાં ઝાડના મૂળ જમીનની બહાર દેખાય છે. તેનાં પાંદડા ગંગેરી નાગવેલનાં પાન જેવા હોય છે. તેનાં ફળમાના બીજને રુદ્રાક્ષ કહે છે. નેપાળ, બંગાળ, આસામ અને કોંકણમાં તેનું ઝાડ થાય છે. તેનાં પાન સાત આઠ આંગળ લાંબા અને કિનારી ઉપર જાડા હોય છે. નવા પાંડદા ઉપર એક જાતની રૂવાટી હોય છે, જે પાછળથી ખરી જાય છે. તેના ફળમાં પાંચ ખાના હોય છે. દરેક ખાનામાં એક નાનું બીજ હોય છે. ધાર્મિક માન્યતા પ્રમાણે ભગવાન શિવના આસુમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ હતી. આ કારણોસર રુદ્રાક્ષને હિંદુ ધર્મમાં ચમત્કારી અને અલૌકિક માનવામાં આવે છે. રુદ્રાક્ષ એકમુખીથી એકવીસ મુખીનો હોય છે અને તમામ રુદ્રાક્ષનું અલગ અલગ મહત્ત્વ હોય છે. જે વ્યક્તિ નિયમ અને વિધિ પ્રમાણે રુદ્રાક્ષ ધારણ કરે તેને તમામ સંકટમાંથી છુટકારો મળે છે તેવું લોકોનું માનવુ છે.