GST Scam:ભાવનગરમાં ગુજસીટોકમાં વધુ એક આરોપીની ધરપકડ, રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે

2058 કરોડના બોગસ બિલિંગના કૌભાંડનો મામલોગુજસીટોકમાં વધુ એક આરોપીની કરવામાં આવી ધરપકડ અગાઉ 20 ભેજાબાજો સામે ગુજસીટોક હેઠળ નોંધવામાં આવ્યો હતો ગુન્હો સમગ્ર ગુજરાતના હચમચાવનાર રૂપિયા 2058 કરોડના બોગસ બિલિંગ કૌભાંડ મામલે વધુ એક સફળતા મળી છે. ગુજસીટોકમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જીએસટી ગેરરીતિના બે ગુન્હામાં સાબરમતી જેલમાં રહેલા ઈમરાન ઈબ્રાહિમ ઉર્ફે બીડી બાપુની જેલ ટ્રાન્સફર કરીને ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ઈબ્રાહિમની ગુજસીટોક હેઠળ ધરપકડ કરીને ભાવનગર લાવવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ ખાતે ગુજસીટોક કોર્ટમાં આરોપી ઈમરાન ઈબ્રાહિમને હાજર કરીને રિમાન્ડની માગણી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અગાઉ પણ 20 ભેજબાજો સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ રીતે આધાર કાર્ડનો કરવામાં આવતો ઉપયોગ સમગ્ર કૌભાંડની વાત કરીએ તો આ 2058 કરોડ રૂપિયાનું GST કૌભાંડ છે. કૌભાંડમાં આરોપીઓ દ્વારા ખોટી રીતે 258 કરોડ રૂપિયાની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી મુજબ રાજુ નામનો વ્યક્તિ આધાર કાર્ડ બનાવી આપતો હતો. અભણ અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિને ખબર ના પડે તેમ તેના આધાર કાર્ડ સાથે બીજા ફોન નંબરને લિંક કરવામાં આવતો હતો, જેનો ઉપયોગ કરીને પાન કાર્ડ મેળવવામાં આવતું હતું. જે પાન કાર્ડના આધારે બોગસ શેલ કંપનીઓ બનાવીને ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવતી હતી.

GST Scam:ભાવનગરમાં ગુજસીટોકમાં વધુ એક આરોપીની ધરપકડ, રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 2058 કરોડના બોગસ બિલિંગના કૌભાંડનો મામલો
  • ગુજસીટોકમાં વધુ એક આરોપીની કરવામાં આવી ધરપકડ
  • અગાઉ 20 ભેજાબાજો સામે ગુજસીટોક હેઠળ નોંધવામાં આવ્યો હતો ગુન્હો

સમગ્ર ગુજરાતના હચમચાવનાર રૂપિયા 2058 કરોડના બોગસ બિલિંગ કૌભાંડ મામલે વધુ એક સફળતા મળી છે. ગુજસીટોકમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જીએસટી ગેરરીતિના બે ગુન્હામાં સાબરમતી જેલમાં રહેલા ઈમરાન ઈબ્રાહિમ ઉર્ફે બીડી બાપુની જેલ ટ્રાન્સફર કરીને ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ઈબ્રાહિમની ગુજસીટોક હેઠળ ધરપકડ કરીને ભાવનગર લાવવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ ખાતે ગુજસીટોક કોર્ટમાં આરોપી ઈમરાન ઈબ્રાહિમને હાજર કરીને રિમાન્ડની માગણી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અગાઉ પણ 20 ભેજબાજો સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

આ રીતે આધાર કાર્ડનો કરવામાં આવતો ઉપયોગ

સમગ્ર કૌભાંડની વાત કરીએ તો આ 2058 કરોડ રૂપિયાનું GST કૌભાંડ છે. કૌભાંડમાં આરોપીઓ દ્વારા ખોટી રીતે 258 કરોડ રૂપિયાની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી મુજબ રાજુ નામનો વ્યક્તિ આધાર કાર્ડ બનાવી આપતો હતો. અભણ અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિને ખબર ના પડે તેમ તેના આધાર કાર્ડ સાથે બીજા ફોન નંબરને લિંક કરવામાં આવતો હતો, જેનો ઉપયોગ કરીને પાન કાર્ડ મેળવવામાં આવતું હતું. જે પાન કાર્ડના આધારે બોગસ શેલ કંપનીઓ બનાવીને ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવતી હતી.