Girsomnatha News : સરકારી અનાજને બારોબાર સગેવગે કરવાના કૌભાંડનો મોટો પર્દાફાશ

ગીર સોમનાથ જિલ્લાના કુખ્યાત અનાજ માફિયા કાદુ ઉર્ફે ધીરુ બારડની ફરી સંડોવણી સામે આવી પુરવઠાતંત્ર દ્વારા 19 હજાર કિલો શંકાસ્પદ સરકારી ચોખાનાનો જથ્થો કરાયો સિઝ 15 લાખનો મુદ્દામાલ સિઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી ગીર સોમનાથ જિલ્લામાં સરકારી રેશનિંગના અનાજને બારોબાર વેચી મારવા માટેનું સુનિયોજિત રેકેટ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. અને જેમાં ક્યાંકને ક્યાંક તંત્રના જ અમુક ભ્રષ્ટ અધિકારીઓની પણ મિઠી નજર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આ બદીને ડામવા માટે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કમર કસવામાં આવી છે.વેરાવળ નજીક ગઈકાલે ફરી શંકાસ્પદ સરકારી અનાજ ભરેલ ટ્રક ને ઝડપી પાડયો છે,જેના તાર ઘણા લોકો સુધી પહોંચી શકે છે. કલેકટરની બાતમી પર કામગીરી કરાઈ જિલ્લા કલેકટરને મળેલી ચોક્કસ બાતમીના આધારે પુરવઠા વિભાગની ટિમ દ્વારા વેરાવળ જુનાગઢ હાઇવે પર ટ્રકને રોકી તલાશી લેતાં ટ્રકમાંથી 380 કટ્ટામાં 19240 કિલો શંકાસ્પદ સરકારી ચોખાનો જથ્થો મળી આવતા આ ચોખાને પરીક્ષણ અર્થે લેબમાં મોકલી આપવામાં આવ્યો હતો,તેમજ ટ્રકને સિઝ કરી તપાસ હાથ ધરાઈ હતી.આ કિસ્સામાં પણ સૂત્રાપાડાના કાદુ ઉર્ફે ધીરુ બારડની શંકાસ્પદ ભૂમિકા તંત્રના ધ્યાને આવી હોવાનું પણ સામે આવ્યું હતું, હાલ ટ્રક ચાલક દ્વારા આકાશ ટ્રેડિગ કંપનીની બિલટી રજૂ કરવામાં આવતા આ પેઢીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસ ફરિયાદ પણ કરાઈ દોઢેક માસ પૂર્વે સૂત્રાપાડાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં રાત્રીના સમયે ખુદ જિલ્લા કલેકટર દ્રારા દરોડો પાડી મસ મોટો સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. અને આ સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવામાં સૂત્રાપાડા ના જ અમરાપુર ગામના ધીરુ ઉર્ફે કાદુ બારડ નામના શખ્સની સંડોવણી સામે આવતા તેના વિરુદ્ધ કાર્યવાહી સાથે પોલીસમાં પણ ગુનો નોંધવામાં આવ્યો છે.જેની તપાસ હજુ ચાલી રહી છે દરમિયાન આ અનાજ માફિયા દ્વારા તેની ગેરકાયદેસર પ્રવૃતિને સતત ચાલુ રાખી છે.

Girsomnatha News : સરકારી અનાજને બારોબાર સગેવગે કરવાના કૌભાંડનો મોટો પર્દાફાશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગીર સોમનાથ જિલ્લાના કુખ્યાત અનાજ માફિયા કાદુ ઉર્ફે ધીરુ બારડની ફરી સંડોવણી સામે આવી
  • પુરવઠાતંત્ર દ્વારા 19 હજાર કિલો શંકાસ્પદ સરકારી ચોખાનાનો જથ્થો કરાયો સિઝ
  • 15 લાખનો મુદ્દામાલ સિઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી

ગીર સોમનાથ જિલ્લામાં સરકારી રેશનિંગના અનાજને બારોબાર વેચી મારવા માટેનું સુનિયોજિત રેકેટ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. અને જેમાં ક્યાંકને ક્યાંક તંત્રના જ અમુક ભ્રષ્ટ અધિકારીઓની પણ મિઠી નજર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આ બદીને ડામવા માટે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કમર કસવામાં આવી છે.વેરાવળ નજીક ગઈકાલે ફરી શંકાસ્પદ સરકારી અનાજ ભરેલ ટ્રક ને ઝડપી પાડયો છે,જેના તાર ઘણા લોકો સુધી પહોંચી શકે છે.

કલેકટરની બાતમી પર કામગીરી કરાઈ

જિલ્લા કલેકટરને મળેલી ચોક્કસ બાતમીના આધારે પુરવઠા વિભાગની ટિમ દ્વારા વેરાવળ જુનાગઢ હાઇવે પર ટ્રકને રોકી તલાશી લેતાં ટ્રકમાંથી 380 કટ્ટામાં 19240 કિલો શંકાસ્પદ સરકારી ચોખાનો જથ્થો મળી આવતા આ ચોખાને પરીક્ષણ અર્થે લેબમાં મોકલી આપવામાં આવ્યો હતો,તેમજ ટ્રકને સિઝ કરી તપાસ હાથ ધરાઈ હતી.આ કિસ્સામાં પણ સૂત્રાપાડાના કાદુ ઉર્ફે ધીરુ બારડની શંકાસ્પદ ભૂમિકા તંત્રના ધ્યાને આવી હોવાનું પણ સામે આવ્યું હતું, હાલ ટ્રક ચાલક દ્વારા આકાશ ટ્રેડિગ કંપનીની બિલટી રજૂ કરવામાં આવતા આ પેઢીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.


તપાસ દરમિયાન પોલીસ ફરિયાદ પણ કરાઈ

દોઢેક માસ પૂર્વે સૂત્રાપાડાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં રાત્રીના સમયે ખુદ જિલ્લા કલેકટર દ્રારા દરોડો પાડી મસ મોટો સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. અને આ સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવામાં સૂત્રાપાડા ના જ અમરાપુર ગામના ધીરુ ઉર્ફે કાદુ બારડ નામના શખ્સની સંડોવણી સામે આવતા તેના વિરુદ્ધ કાર્યવાહી સાથે પોલીસમાં પણ ગુનો નોંધવામાં આવ્યો છે.જેની તપાસ હજુ ચાલી રહી છે દરમિયાન આ અનાજ માફિયા દ્વારા તેની ગેરકાયદેસર પ્રવૃતિને સતત ચાલુ રાખી છે.