Gift City અને TiEએ ઉદ્યોગસાહસિકતા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા કર્યા એમઓયુ

ઉદ્યોગસાહસિકતા દ્વારા રોજગારીની તકો ઊભી કરવા કરશે કામ આ ભાગીદારી આર્થિક વિકાસને આગળ વધારશે આ ભાગીદારી રોજગારીની તકો પૂરી પાડશે ભારતના એકમાત્ર ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટીએ ઉદ્યોગસાહસિકતા દ્વારા રોજગારીની તકો ઊભી કરવા તથા દેશમાં મજબૂત બિઝનેસ ઈકોસિસ્ટમ બનાવીને આર્થિક વિકાસ આગળ વધારવા માટે TiE ઈન્કોર્પોરેશન (TiE જે અગાઉ ધ ઇન્ડસ આંત્રપ્રિન્યોર્સ તરીકે ઓળખાતી હતી) સાથે સહયોગ સાધ્યો છે. આ અંગે વૈશ્વિક બિન-નફાકારી સંસ્થા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતા નેટવર્ક એવા TiE અને ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી કંપની લિમિટેડ વચ્ચે મંગળવારે એક સમજૂતીપત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રોજગારીની મળશે નવી તકો આ એમઓયુ હેઠળ ગિફ્ટ સિટી થકી ભારતમાં બિઝનેસ માટે સાનુકૂળ માહોલ ઊભો કરવા અને રોકાણો આકર્ષવા તથા ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે ગિફ્ટ સિટી તથા TiE વચ્ચે સહયોગાત્મક રૂપરેખા તૈયાર કરવામાં આવશે. બંને સંસ્થાનોની ક્ષમતા તથા તેમના નેટવર્કનો લાભ લઈને આ ભાગીદારી આર્થિક વિકાસને આગળ વધારશે અને નોંધપાત્ર રોજગારીની તકો પૂરી પાડશે. ડાયનેમિક ઈકોસિસ્ટમ બનશે ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઈઓ તપન રેએ જણાવ્યું હતું કે “ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રે વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવતી TiE સાથે ભાગીદારી કરતા અમને આનંદ થાય છે. આ સહયોગથી અમે ટોચના ઉદ્યોહસાહસિકો અને બિઝનેસીસને ગિફ્ટ સિટીમાં આકર્ષી શકીશું જેનાથી અગ્રણી ફાઈનાન્શિયલ અને ટેક્નોલોજી સર્વિસીઝ હબ તરીકે અમારી સ્થિતિ વધુ મજબૂત બનશે. સાથે મળીને અમે વિકાસ તથા નવીનતાને સમર્થન આપે તેવી ડાયનેમિક ઈકોસિસ્ટમ બનાવીશું.” પરિવર્તન લાવવા માટે કરશે કામ TiE ગ્લોબલના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરમેન તથા ઈકોસિસ્ટમ ગ્રુપના ગ્રુપ સીઈઓ અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે “TiE ખાતે અમે માનીએ છીએ કે ઉદ્યોગસાહસિકતા એ કેવળ બિઝનેસ માટે જ સારી નથી, તે સમગ્ર વિશ્વ માટે સારી છે કારણ કે તે આપણા અનેક મોટા પડકારોનો ઉકેલ લાવવા માટે નવીનતાઓ લાવે છે. ગિફ્ટ સિટી સાથે આ એમઓયુ કરતા અમે રોમાંચિત છીએ જે ક્ષમતા નિર્માણથી માંડીને નોકરીઓના સર્જન, આર્થિક વૃદ્ધિને વેગ આપવા તથા સમાજને અને અર્થતંત્રોના ઉત્થાન અને પરિવર્તન માટે નવીનતાઓ લાવવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે.” વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ એમઓયુ હેઠળ સહકારની બાબતોમાં ગિફ્ટ સિટીને TiE મેમ્બર્સ તથા પોર્ટફોલિયો કંપનીઓ માટે પસંદગીનું સ્થળ બનાવવું, નિયમનકારી માર્ગદર્શન અને સલાહકારી મદદ પૂરી પાડવી, જરૂરી મંજૂરીઓ, લાયસન્સીસ અને જગ્યાની ફાળવણીઓ મેળવવામાં મદદ કરવી અને ગિફ્ટ સિટીની વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓની એક્સેસ ઓફર કરવાનો સમાવેશ થાય છે. વૈશ્વિક નેટવર્ક વચ્ચે જોડાણ થશે આ ઉપરાંત TiE તેના ચેપ્ટર્સ સાથે ગિફ્ટ સિટી અને તેના ઉદ્યોગસાહસિકો તેમજ ઉદ્યોગના અગ્રણીઓના વૈશ્વિક નેટવર્ક વચ્ચે જોડાણ કરાવશે, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધારવા માટે આંતરદ્રષ્ટિ તેમજ ભલામણો પૂરી પાડશે અને સંયુક્તપણે નોલેજ-શેરિંગ સેશન્સ, નેટવર્કિંગ ઈવેન્ટ્સ અને બૂટ કેમ્પ્સનું આયોજન કરશે. બંને પક્ષકારો સંયુક્ત પ્રમોશન અને બ્રાન્ડિંગ પ્રવૃત્તિઓ હાથ ધરશે, અભ્યાસ તથા સંશોધનો બહાર પાડવા માટે સહયોગ કરશે અને ઉદ્યોગસાહસિકો તેમજ ભારતીય બજારમાં રસ ધરાવતા રોકાણકારોને લક્ષ્ય બનાવીને આઉટરિચ પ્રોગ્રામ્સ હાથ ધરશે. પડકારોનું લાવશે સમાધાન એમઓયુના ભાગરૂપે સહયોગાત્મક પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે ગિફ્ટ સિટી અને TiEના પ્રતિનિધિઓની એક જોઈન્ટ વર્કિંગ કમિટી પણ બનાવવામાં આવશે. આ કમિટી સમયાંતરે કામમાં પ્રગતિ અંગે ચર્ચા કરશે, પડકારોનું સમાધાન લાવશે તથા નવી તકો શોધશે. TiEના વિશાળ નેટવર્કને સાંકળીને ગિફ્ટ સિટી ખાતે વાર્ષિક આંત્રપ્રિન્યોરશિપ સમિટ પણ યોજવામાં આવશે.

Gift City અને TiEએ ઉદ્યોગસાહસિકતા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા કર્યા એમઓયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉદ્યોગસાહસિકતા દ્વારા રોજગારીની તકો ઊભી કરવા કરશે કામ
  • આ ભાગીદારી આર્થિક વિકાસને આગળ વધારશે
  • આ ભાગીદારી રોજગારીની તકો પૂરી પાડશે

ભારતના એકમાત્ર ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટીએ ઉદ્યોગસાહસિકતા દ્વારા રોજગારીની તકો ઊભી કરવા તથા દેશમાં મજબૂત બિઝનેસ ઈકોસિસ્ટમ બનાવીને આર્થિક વિકાસ આગળ વધારવા માટે TiE ઈન્કોર્પોરેશન (TiE જે અગાઉ ધ ઇન્ડસ આંત્રપ્રિન્યોર્સ તરીકે ઓળખાતી હતી) સાથે સહયોગ સાધ્યો છે. આ અંગે વૈશ્વિક બિન-નફાકારી સંસ્થા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતા નેટવર્ક એવા TiE અને ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી કંપની લિમિટેડ વચ્ચે મંગળવારે એક સમજૂતીપત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

રોજગારીની મળશે નવી તકો

આ એમઓયુ હેઠળ ગિફ્ટ સિટી થકી ભારતમાં બિઝનેસ માટે સાનુકૂળ માહોલ ઊભો કરવા અને રોકાણો આકર્ષવા તથા ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે ગિફ્ટ સિટી તથા TiE વચ્ચે સહયોગાત્મક રૂપરેખા તૈયાર કરવામાં આવશે. બંને સંસ્થાનોની ક્ષમતા તથા તેમના નેટવર્કનો લાભ લઈને આ ભાગીદારી આર્થિક વિકાસને આગળ વધારશે અને નોંધપાત્ર રોજગારીની તકો પૂરી પાડશે.

ડાયનેમિક ઈકોસિસ્ટમ બનશે

ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઈઓ તપન રેએ જણાવ્યું હતું કે “ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રે વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવતી TiE સાથે ભાગીદારી કરતા અમને આનંદ થાય છે. આ સહયોગથી અમે ટોચના ઉદ્યોહસાહસિકો અને બિઝનેસીસને ગિફ્ટ સિટીમાં આકર્ષી શકીશું જેનાથી અગ્રણી ફાઈનાન્શિયલ અને ટેક્નોલોજી સર્વિસીઝ હબ તરીકે અમારી સ્થિતિ વધુ મજબૂત બનશે. સાથે મળીને અમે વિકાસ તથા નવીનતાને સમર્થન આપે તેવી ડાયનેમિક ઈકોસિસ્ટમ બનાવીશું.”

પરિવર્તન લાવવા માટે કરશે કામ

TiE ગ્લોબલના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરમેન તથા ઈકોસિસ્ટમ ગ્રુપના ગ્રુપ સીઈઓ અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે “TiE ખાતે અમે માનીએ છીએ કે ઉદ્યોગસાહસિકતા એ કેવળ બિઝનેસ માટે જ સારી નથી, તે સમગ્ર વિશ્વ માટે સારી છે કારણ કે તે આપણા અનેક મોટા પડકારોનો ઉકેલ લાવવા માટે નવીનતાઓ લાવે છે. ગિફ્ટ સિટી સાથે આ એમઓયુ કરતા અમે રોમાંચિત છીએ જે ક્ષમતા નિર્માણથી માંડીને નોકરીઓના સર્જન, આર્થિક વૃદ્ધિને વેગ આપવા તથા સમાજને અને અર્થતંત્રોના ઉત્થાન અને પરિવર્તન માટે નવીનતાઓ લાવવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે.”

વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ

એમઓયુ હેઠળ સહકારની બાબતોમાં ગિફ્ટ સિટીને TiE મેમ્બર્સ તથા પોર્ટફોલિયો કંપનીઓ માટે પસંદગીનું સ્થળ બનાવવું, નિયમનકારી માર્ગદર્શન અને સલાહકારી મદદ પૂરી પાડવી, જરૂરી મંજૂરીઓ, લાયસન્સીસ અને જગ્યાની ફાળવણીઓ મેળવવામાં મદદ કરવી અને ગિફ્ટ સિટીની વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓની એક્સેસ ઓફર કરવાનો સમાવેશ થાય છે.

વૈશ્વિક નેટવર્ક વચ્ચે જોડાણ થશે

આ ઉપરાંત TiE તેના ચેપ્ટર્સ સાથે ગિફ્ટ સિટી અને તેના ઉદ્યોગસાહસિકો તેમજ ઉદ્યોગના અગ્રણીઓના વૈશ્વિક નેટવર્ક વચ્ચે જોડાણ કરાવશે, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધારવા માટે આંતરદ્રષ્ટિ તેમજ ભલામણો પૂરી પાડશે અને સંયુક્તપણે નોલેજ-શેરિંગ સેશન્સ, નેટવર્કિંગ ઈવેન્ટ્સ અને બૂટ કેમ્પ્સનું આયોજન કરશે. બંને પક્ષકારો સંયુક્ત પ્રમોશન અને બ્રાન્ડિંગ પ્રવૃત્તિઓ હાથ ધરશે, અભ્યાસ તથા સંશોધનો બહાર પાડવા માટે સહયોગ કરશે અને ઉદ્યોગસાહસિકો તેમજ ભારતીય બજારમાં રસ ધરાવતા રોકાણકારોને લક્ષ્ય બનાવીને આઉટરિચ પ્રોગ્રામ્સ હાથ ધરશે.

પડકારોનું લાવશે સમાધાન

એમઓયુના ભાગરૂપે સહયોગાત્મક પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે ગિફ્ટ સિટી અને TiEના પ્રતિનિધિઓની એક જોઈન્ટ વર્કિંગ કમિટી પણ બનાવવામાં આવશે. આ કમિટી સમયાંતરે કામમાં પ્રગતિ અંગે ચર્ચા કરશે, પડકારોનું સમાધાન લાવશે તથા નવી તકો શોધશે. TiEના વિશાળ નેટવર્કને સાંકળીને ગિફ્ટ સિટી ખાતે વાર્ષિક આંત્રપ્રિન્યોરશિપ સમિટ પણ યોજવામાં આવશે.