Gujarat: આવતીકાલથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ, 32 લાખથી વધુ બાળકોને અપાશે પ્રવેશ

ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં 32.33 લાખ બાળકોને અપાશે પ્રવેશમુખ્યપ્રધાન 27 જુને છોટા ઉદેપુર તો 28 જુને સુરેન્દ્રનગર જશે વર્ગ-1ના 367 અધિકારીઓ આ કાર્યક્રમમાં સહભાગી થશે સમગ્ર રાજ્યમાં આવતીકાલથી એટલે કે 26 જુનથી ત્રી-દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થશે અને આ શાળા પ્રવેશોત્સવમાં સમગ્ર રાજ્યમાંથી 32.33 લાખ બાળકોને પ્રવેશ અપાશે. ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 26મી જુને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ડાંગના અંતરિયાળ સરહદી ગામ બિલિઆંબામાં બાળકોને પ્રવેશ અપાવશે. IAS-IPS અધિકારીઓ જોડાશે કાર્યક્રમમાં ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 27મી જુને છોટા ઉદેપુર તો 28મી જુને સુરેન્દ્રનગરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. આ સાથે જ આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ અને વર્ગ-1ના 367 અધિકારીઓ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આ કાર્યક્રમમાં સહભાગી થશે. અત્યાર સુધી શાળા પ્રવેશોત્સવમાં ધો.1માં જ પ્રવેશ અપાતો હતો. ત્યારે હવે ગત વર્ષથી નેશનલ એજયુકેશન પોલીસી મુજબ 10+2ના બદલે 5+3+3+4 મુજબ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેમાં 3 વર્ષથી લઈ 6 વર્ષના બાળકોને આંગણવાડી, બાલવાટીકા અને પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અપાશે. હાલ પ્રવેશોત્સવના કાર્યક્રમના આયોજનની તૈયારીઓમાં વહીવટી તંત્ર લાગ્યુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવનું આયોજન રાજય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુન માસમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણીનું આયોજન કર્યુ છે. દર વર્ષે શાળા પ્રવેશોત્સવમાં માત્ર ધો. 1માં જ પ્રવેશ આપવામાં આવતો હતો.પરંતુ હવે શૈક્ષણિક વર્ષ 2023-24થી શિક્ષણ વિભાગે નેશનલ એજયુકેશન પોલીસી મુજબ શિક્ષણ કાર્યને આગળ ધપાવ્યુ છે. અત્યાર સુધી શિક્ષણ વિભાગમાં 10+2 મુજબ અભ્યાસ થતો હતો. પરંતુ હવે નવી એજયુકેશન પોલીસી મુજબ 5+3+3+4 મુજબ અભ્યાસ થઈ રહ્યો છે. જેમાં પ્રાથમિક પહેલાના એટલે કે, પૂર્વ પ્રાથમિકના 3 વર્ષ રખાયા છે. જેમાં 3થી 5 વર્ષના બાળકોને 2 વર્ષ આંગણવાડી, 5 વર્ષના બાળકને 1 વર્ષ બાલ વાટીકામાં પ્રવેશ આપવાનો રહેશે. જ્યારે 6 વર્ષ પુરા કરનારને ધો. 1માં પ્રવેશ આપવામાં આવશે. પ્રાથમિકના 2 વર્ષ ધો. 1 અને 2ના રહેશે. ત્યારબાદ ધો. 3થી 5, ધો. 6થી 8 અને ધો. 2થી 12 રહેશે. ત્યારે નેશનલ એજયુકેશન પોલીસી મુજબ સતત બીજીવાર વર્ષ 2024-25માં શાળા પ્રવેશોત્સવનું આયોજન સરકારે કર્યુ છે.

Gujarat: આવતીકાલથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ, 32 લાખથી વધુ બાળકોને અપાશે પ્રવેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં 32.33 લાખ બાળકોને અપાશે પ્રવેશ
  • મુખ્યપ્રધાન 27 જુને છોટા ઉદેપુર તો 28 જુને સુરેન્દ્રનગર જશે
  • વર્ગ-1ના 367 અધિકારીઓ આ કાર્યક્રમમાં સહભાગી થશે

સમગ્ર રાજ્યમાં આવતીકાલથી એટલે કે 26 જુનથી ત્રી-દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થશે અને આ શાળા પ્રવેશોત્સવમાં સમગ્ર રાજ્યમાંથી 32.33 લાખ બાળકોને પ્રવેશ અપાશે. ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 26મી જુને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ડાંગના અંતરિયાળ સરહદી ગામ બિલિઆંબામાં બાળકોને પ્રવેશ અપાવશે.

IAS-IPS અધિકારીઓ જોડાશે કાર્યક્રમમાં

ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 27મી જુને છોટા ઉદેપુર તો 28મી જુને સુરેન્દ્રનગરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. આ સાથે જ આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ અને વર્ગ-1ના 367 અધિકારીઓ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આ કાર્યક્રમમાં સહભાગી થશે. અત્યાર સુધી શાળા પ્રવેશોત્સવમાં ધો.1માં જ પ્રવેશ અપાતો હતો. ત્યારે હવે ગત વર્ષથી નેશનલ એજયુકેશન પોલીસી મુજબ 10+2ના બદલે 5+3+3+4 મુજબ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેમાં 3 વર્ષથી લઈ 6 વર્ષના બાળકોને આંગણવાડી, બાલવાટીકા અને પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અપાશે. હાલ પ્રવેશોત્સવના કાર્યક્રમના આયોજનની તૈયારીઓમાં વહીવટી તંત્ર લાગ્યુ છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવનું આયોજન

રાજય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુન માસમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણીનું આયોજન કર્યુ છે. દર વર્ષે શાળા પ્રવેશોત્સવમાં માત્ર ધો. 1માં જ પ્રવેશ આપવામાં આવતો હતો.પરંતુ હવે શૈક્ષણિક વર્ષ 2023-24થી શિક્ષણ વિભાગે નેશનલ એજયુકેશન પોલીસી મુજબ શિક્ષણ કાર્યને આગળ ધપાવ્યુ છે. અત્યાર સુધી શિક્ષણ વિભાગમાં 10+2 મુજબ અભ્યાસ થતો હતો. પરંતુ હવે નવી એજયુકેશન પોલીસી મુજબ 5+3+3+4 મુજબ અભ્યાસ થઈ રહ્યો છે.

જેમાં પ્રાથમિક પહેલાના એટલે કે, પૂર્વ પ્રાથમિકના 3 વર્ષ રખાયા છે. જેમાં 3થી 5 વર્ષના બાળકોને 2 વર્ષ આંગણવાડી, 5 વર્ષના બાળકને 1 વર્ષ બાલ વાટીકામાં પ્રવેશ આપવાનો રહેશે. જ્યારે 6 વર્ષ પુરા કરનારને ધો. 1માં પ્રવેશ આપવામાં આવશે. પ્રાથમિકના 2 વર્ષ ધો. 1 અને 2ના રહેશે. ત્યારબાદ ધો. 3થી 5, ધો. 6થી 8 અને ધો. 2થી 12 રહેશે. ત્યારે નેશનલ એજયુકેશન પોલીસી મુજબ સતત બીજીવાર વર્ષ 2024-25માં શાળા પ્રવેશોત્સવનું આયોજન સરકારે કર્યુ છે.