Gandhinagarમાં ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર રજત દલાલે હોટલના મેનેજર સાથે બબાલ કરતા નોંધાઈ ફરિયાદ

હોટલ બંધ થઈ ગઈ હોવા છતા મેનેજર સાથે ગેરવર્તણૂક રજત દલાલે અપશબ્દો બોલી વીડિયો કર્યો હતો વાયરલ અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી ગાંધીનગરના મેકડોનાલ્સમાં બેસી બર્ગર ખાવા મુદ્દે સ્ટાફને ગાળો ભાંડતો વીડિયો યુટ્યૂબ ચેનલ પર વાઇરલ કરવા મામલે ગાંધીનગર પોલીસના ચોપડે રજત દલાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ગાંધીનગરના અદાણી શાંતિગ્રામના મેઇન ગેટ પાસે આવેલ મેકડોનાલ્સમાં હાર્દિક શ્રીમાળી સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગાળો બોલી વીડિયો બનાવ્યો આ સાંભળીને ઉશ્કેરાયેલા ગ્રાહકે હુ અહિં સ્ટોરમાં બેસીને જ જમીશ કહી મોબાઇલ ફોન ચાલુ કરી બધાનો વીડિયો બનાવવાનું ચાલુ કર્યું હતું. જે બાબતે ના પાડતા ગ્રાહક ગાળો બોલીને ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારે બીજા દિવસે સ્ટાફ મારફતે મેનેજરને જાણવા મળેલું કે, રાત્રે આવેલો ગ્રાહક રજત દલાલ હતો અને તેણે પોતાની યુટ્યૂબ ચેનલ પર સ્ટોરનો જાહેરમાં ગાળો ભાંડતો વીડિયો વાઇરલ કર્યો છે.મેનેજરે કહ્યું અહી પાર્સલની સુવિધા સાથે સ્ટોરમાં બેસીને જમવાની પણ વ્યવસ્થા છે. ગત તા. 29 મી મેના રોજ રાત્રીના બારેક વાગે સ્ટાફના માણસો હાજર હતા અને સ્ટોર બંધ કરી હિસાબ કરવામાં આવી રહ્યો હતો. એ વખતે એક ગ્રાહકે જઈને બર્ગરનો ઓર્ડર કરેલો પરંતુ સ્ટોર બંધ થઈ ગયો હોવાથી મેનેજરે સ્ટોરમાં બેસીને જમવાની જગ્યાએ પાર્સલ કરી આપવાની વાત કરી હતી.અગાઉ પણ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જાણીતા બોડી બિલ્ડર અને ઈન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર રજત દલાલ સહિતના ત્રણ શખ્સોએ એક વિદ્યાર્થીનું અપહરણ કરીને છાણ લગાવી ચંપલથી મારમારી મોઢા પર પેશાબ કરતો વીડિયો વાઇરલ કરવા મામલે સાબરમતી પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.MLA લખેલું સ્ટીકર કારમાં લગાવ્યું હતુસાબરમતી પોલીસે રજત દલાલ અને તેના બે સાગરીતોની ધરપકડ કરી હતી. અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ થાર કાર પણ જપ્ત કરી હતી. જો કે પોલીસને તપાસ દરમિયાન થાર ગાડીમાં MLA લખેલું સ્ટિકર મળી આવ્યું હતું. આ મામલે સાબરમતી પોલીસે રજત દલાલની પૂછપરછ કરી હતી. જો કે રજત દલાલ કે તેના પરિવારના કોઇ સભ્ય MLA ન હોવા છતાં તેણે આ સ્ટીકર લગાવતા પોલીસ એ તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો

Gandhinagarમાં ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર રજત દલાલે હોટલના મેનેજર સાથે બબાલ કરતા નોંધાઈ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હોટલ બંધ થઈ ગઈ હોવા છતા મેનેજર સાથે ગેરવર્તણૂક
  • રજત દલાલે અપશબ્દો બોલી વીડિયો કર્યો હતો વાયરલ
  • અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી

ગાંધીનગરના મેકડોનાલ્સમાં બેસી બર્ગર ખાવા મુદ્દે સ્ટાફને ગાળો ભાંડતો વીડિયો યુટ્યૂબ ચેનલ પર વાઇરલ કરવા મામલે ગાંધીનગર પોલીસના ચોપડે રજત દલાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ગાંધીનગરના અદાણી શાંતિગ્રામના મેઇન ગેટ પાસે આવેલ મેકડોનાલ્સમાં હાર્દિક શ્રીમાળી સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવે છે. 

ગાળો બોલી વીડિયો બનાવ્યો

આ સાંભળીને ઉશ્કેરાયેલા ગ્રાહકે હુ અહિં સ્ટોરમાં બેસીને જ જમીશ કહી મોબાઇલ ફોન ચાલુ કરી બધાનો વીડિયો બનાવવાનું ચાલુ કર્યું હતું. જે બાબતે ના પાડતા ગ્રાહક ગાળો બોલીને ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારે બીજા દિવસે સ્ટાફ મારફતે મેનેજરને જાણવા મળેલું કે, રાત્રે આવેલો ગ્રાહક રજત દલાલ હતો અને તેણે પોતાની યુટ્યૂબ ચેનલ પર સ્ટોરનો જાહેરમાં ગાળો ભાંડતો વીડિયો વાઇરલ કર્યો છે.મેનેજરે કહ્યું અહી પાર્સલની સુવિધા સાથે સ્ટોરમાં બેસીને જમવાની પણ વ્યવસ્થા છે. ગત તા. 29 મી મેના રોજ રાત્રીના બારેક વાગે સ્ટાફના માણસો હાજર હતા અને સ્ટોર બંધ કરી હિસાબ કરવામાં આવી રહ્યો હતો. એ વખતે એક ગ્રાહકે જઈને બર્ગરનો ઓર્ડર કરેલો પરંતુ સ્ટોર બંધ થઈ ગયો હોવાથી મેનેજરે સ્ટોરમાં બેસીને જમવાની જગ્યાએ પાર્સલ કરી આપવાની વાત કરી હતી.

અગાઉ પણ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો

જાણીતા બોડી બિલ્ડર અને ઈન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર રજત દલાલ સહિતના ત્રણ શખ્સોએ એક વિદ્યાર્થીનું અપહરણ કરીને છાણ લગાવી ચંપલથી મારમારી મોઢા પર પેશાબ કરતો વીડિયો વાઇરલ કરવા મામલે સાબરમતી પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.

MLA લખેલું સ્ટીકર કારમાં લગાવ્યું હતુ

સાબરમતી પોલીસે રજત દલાલ અને તેના બે સાગરીતોની ધરપકડ કરી હતી. અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ થાર કાર પણ જપ્ત કરી હતી. જો કે પોલીસને તપાસ દરમિયાન થાર ગાડીમાં MLA લખેલું સ્ટિકર મળી આવ્યું હતું. આ મામલે સાબરમતી પોલીસે રજત દલાલની પૂછપરછ કરી હતી. જો કે રજત દલાલ કે તેના પરિવારના કોઇ સભ્ય MLA ન હોવા છતાં તેણે આ સ્ટીકર લગાવતા પોલીસ એ તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો