FRCના સભ્યપદેથી ભરત પટેલની હકાલપટ્ટી, ભ્રષ્ટાચારના લાગ્યા હતા આરોપો

Fee Regulatory Committee gujarat : રાજ્યની સરકારી કચેરીઓમાં ખદબદી રહેલા ભ્રષ્ટાચારને નાથવા માટે મુખ્યમંત્રી દ્વારા કડક પગલાં લેવાની સૂચના આપી છે. ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરત પટેલને ફી રેગ્યુલેટરી કમિટી (FRC) માંથી સભ્યપદે હટાવવામાં આવ્યા છે. ગાંધીનગરથી પ્રાપ્ત થઇ રહેલા સમાચાર અનુસાર ભરત પટેલ વિરૂદ્ધ ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરઉપયોગ કરતા હોવાની ફરિયાદો જોવા મળી હતી. ભરત પટેલ એફઆરસીમાં અમદાવાદ ઝોનના સભ્ય અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. ખાનગી શાળા સંચાલકો અને ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા હતા હોવાથી તેમને સભ્ય ગુમાવવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2017 માં ગુજરાત સ્વ નિર્ભર શાળાઓ (ફી નિયમન) ના નિયમો માટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ એમ ચાર ઝોન ખાતે 'ફી નિયમન સમિતિ' ની રચના કરવામાં આવી છે. સરકારે 100 જેટલા ભ્રષ્ટ અધિકારીઓની યાદી તૈયાર કરીઉલ્લેખનીય છે કે એક પછી એક કૌભાંડના કારણે હવે સરકાર સફાળી જાગી છે અને પાટનગરના સૂત્રો જણાવે છે કે ખુદ સરકારે 100 જેટલા ભ્રષ્ટ અધિકારીઓની યાદી તૈયાર કરી છે. યાદીની સમીક્ષા કરી તેમને ફરજિયાત ઘરે બેસાડી દેવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 

FRCના સભ્યપદેથી ભરત પટેલની હકાલપટ્ટી, ભ્રષ્ટાચારના લાગ્યા હતા આરોપો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Fee Regulatory Committee gujarat : રાજ્યની સરકારી કચેરીઓમાં ખદબદી રહેલા ભ્રષ્ટાચારને નાથવા માટે મુખ્યમંત્રી દ્વારા કડક પગલાં લેવાની સૂચના આપી છે. ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરત પટેલને ફી રેગ્યુલેટરી કમિટી (FRC) માંથી સભ્યપદે હટાવવામાં આવ્યા છે. 

ગાંધીનગરથી પ્રાપ્ત થઇ રહેલા સમાચાર અનુસાર ભરત પટેલ વિરૂદ્ધ ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરઉપયોગ કરતા હોવાની ફરિયાદો જોવા મળી હતી. ભરત પટેલ એફઆરસીમાં અમદાવાદ ઝોનના સભ્ય અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. ખાનગી શાળા સંચાલકો અને ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા હતા હોવાથી તેમને સભ્ય ગુમાવવાનો વારો આવ્યો છે. 

ઉલ્લેખનીય છે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2017 માં ગુજરાત સ્વ નિર્ભર શાળાઓ (ફી નિયમન) ના નિયમો માટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ એમ ચાર ઝોન ખાતે 'ફી નિયમન સમિતિ' ની રચના કરવામાં આવી છે. 

સરકારે 100 જેટલા ભ્રષ્ટ અધિકારીઓની યાદી તૈયાર કરી

ઉલ્લેખનીય છે કે એક પછી એક કૌભાંડના કારણે હવે સરકાર સફાળી જાગી છે અને પાટનગરના સૂત્રો જણાવે છે કે ખુદ સરકારે 100 જેટલા ભ્રષ્ટ અધિકારીઓની યાદી તૈયાર કરી છે. યાદીની સમીક્ષા કરી તેમને ફરજિયાત ઘરે બેસાડી દેવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.