Dangમાં સાર્વત્રિક વરસાદથી બાહુબલી ફિલ્મના નજારા જેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

ગીરા ધોધના નયનરમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ સાંસદ ધવલ પટેલે વીડિયો કર્યો પોસ્ટ ડાંગમાં કુદરતી સૌંદર્ય જોવા માટે આપ્યું નિમંત્રણ ગુજરાતના ડાંગમાં સાર્વત્રિક વરસાદથી ગીરા ધોધ શરૂ થયો છે. જેમાં ગીરા ધોધના નયનરમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ત્યારે સાંસદ ધવલ પટેલે વીડિયો પોસ્ટ કર્યો છે. તેમજ ડાંગમાં કુદરતી સૌંદર્ય જોવા માટે નિમંત્રણ આપ્યું છે. જેમાં વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટના માધ્યમથી ડાંગ જિલ્લાનો પ્રસિદ્ધ ગીરાધોધનો વીડિયો અપલોડ કરીને કુછ દિન તો ગુજારો ડાંગ મેં ટ્વિટ કર્યું છે. સાંસદ ધવલ પટેલે ડાંગ જિલ્લાની મુલાકાત કરીડાંગ જિલ્લાની મુલાકાત થોડા દિવસ પહેલા સાંસદ ધવલ પટેલે કરી હતી. સાંસદ ધવલ પટેલે ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળો સાપુતારા સહિત ડોન હિલ સ્ટેશનના વિકાસ સાથે, કૃષિ તેમજ ઇકોટુરિઝ માટે કામ કરવા સાથે પર્યાવરણની કાળજી રાખવાનું જણાવ્યું હતું. હાલ ગુજરાતમાં વરસાદનો માહોલ જામ્યો છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતાની સાથે પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠતી હોય છે. જોકે, પ્રકૃતિની સાચી મજા માણવી હોય તો ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લાની મુલાકાત લેવી જોઈએ. આખો ડાંગ જિલ્લો જાણે કે ખીલી ઉઠ્યો હોય તેવા દ્રશ્યો ઊભા થયા ચોમાસાના દિવસોમાં ડાંગ જિલ્લા સહિતના જિલ્લામાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. જેના પગલે આખો ડાંગ જિલ્લો જાણે કે ખીલી ઉઠ્યો હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે. ડાંગ જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે અહીંની નદીઓ વહેતી થઈ છે. વરસાદને કારણે ડાંગમાં નાના અને મોટા ધોધ પણ જીવંત થઈ ગયા છે. ચોમાસા દરમિયાન ડાંગનો ગીરા ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે. ગીરા ધોધ વઘઈ શહેરથી પાંચ કિલોમીટર દૂર સાપુતારા રોડ પર આવેલો છે. આ ધોધ સુધી પહોંચવા માટે મુખ્ય રોડ પરથી એક કિલોમીટર અંદરની સફર કરવી પડે છે.

Dangમાં સાર્વત્રિક વરસાદથી બાહુબલી ફિલ્મના નજારા જેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગીરા ધોધના નયનરમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ
  • સાંસદ ધવલ પટેલે વીડિયો કર્યો પોસ્ટ
  • ડાંગમાં કુદરતી સૌંદર્ય જોવા માટે આપ્યું નિમંત્રણ

ગુજરાતના ડાંગમાં સાર્વત્રિક વરસાદથી ગીરા ધોધ શરૂ થયો છે. જેમાં ગીરા ધોધના નયનરમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ત્યારે સાંસદ ધવલ પટેલે વીડિયો પોસ્ટ કર્યો છે. તેમજ ડાંગમાં કુદરતી સૌંદર્ય જોવા માટે નિમંત્રણ આપ્યું છે. જેમાં વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટના માધ્યમથી ડાંગ જિલ્લાનો પ્રસિદ્ધ ગીરાધોધનો વીડિયો અપલોડ કરીને કુછ દિન તો ગુજારો ડાંગ મેં ટ્વિટ કર્યું છે.

સાંસદ ધવલ પટેલે ડાંગ જિલ્લાની મુલાકાત કરી

ડાંગ જિલ્લાની મુલાકાત થોડા દિવસ પહેલા સાંસદ ધવલ પટેલે કરી હતી. સાંસદ ધવલ પટેલે ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળો સાપુતારા સહિત ડોન હિલ સ્ટેશનના વિકાસ સાથે, કૃષિ તેમજ ઇકોટુરિઝ માટે કામ કરવા સાથે પર્યાવરણની કાળજી રાખવાનું જણાવ્યું હતું. હાલ ગુજરાતમાં વરસાદનો માહોલ જામ્યો છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતાની સાથે પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠતી હોય છે. જોકે, પ્રકૃતિની સાચી મજા માણવી હોય તો ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લાની મુલાકાત લેવી જોઈએ.

આખો ડાંગ જિલ્લો જાણે કે ખીલી ઉઠ્યો હોય તેવા દ્રશ્યો ઊભા થયા

ચોમાસાના દિવસોમાં ડાંગ જિલ્લા સહિતના જિલ્લામાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. જેના પગલે આખો ડાંગ જિલ્લો જાણે કે ખીલી ઉઠ્યો હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે. ડાંગ જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે અહીંની નદીઓ વહેતી થઈ છે. વરસાદને કારણે ડાંગમાં નાના અને મોટા ધોધ પણ જીવંત થઈ ગયા છે. ચોમાસા દરમિયાન ડાંગનો ગીરા ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે. ગીરા ધોધ વઘઈ શહેરથી પાંચ કિલોમીટર દૂર સાપુતારા રોડ પર આવેલો છે. આ ધોધ સુધી પહોંચવા માટે મુખ્ય રોડ પરથી એક કિલોમીટર અંદરની સફર કરવી પડે છે.