Dahod: સરકારી સાયકલો ધૂળ ખાય છે, વિદ્યાર્થીનીઓ વંચિત

સાયકલોની આજુબાજુમાં ઘાસચારો ઉગી નિકળ્યો છેલ્લા એક વર્ષથી કાટ ખાય છે સાયકલો તંત્ર દ્વારા કામગીરી નહીં કરતા હોવાના પુરાવા દાહોદ જિલ્લામાં સરકારી સાયકલો ધુળ ખાતી જોવા મળી રહી છે. વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલોની આજુબાજુ ઘાસચારો ઉગી નિકળ્યો છે અને કાટ ખાઈ રહી છે. જે તંત્રની બેદરકારી સૂચવે છે. છાત્રાલયના મેદાનમાં હજારોની સંખ્યામાં સાયકલો વર્ષ 2023ના શાળા પ્રવેશોત્સવમા આપવાની સાયકલો ધૂળ ખાતી નજરે ચડી રહી છે. શહેરની મામ સાહેબ ફાળકે સરકારી કુમાર છાત્રાલયના પ્રાંગણમા હજારો સાયકલો કાટ ખાઈ રહી છે. લાખો રૂપિયાના ખર્ચે ફાળવેલી સાયકલો સરકારના જવાબદાર અધિકારીઓ દ્વારા આપવામા ના આવતા રોષ લાગણી જોવા મળી રહી છે. શાળા પ્રવેશોત્સવમાં સાયકલો આપવાની હતી ગુજરાત સરકાર દ્વારા 2023ના શાળા પ્રવેશોત્સવમાં દાહોદ જિલ્લામાં જે-તે શાળાઓમા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ઘરેથી શાળાએ જવા માટે સાઇકલો આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સાઇકલો દાહોદની મામાં સાહેબ ફાળકે સરકારી કુમાર છાત્રાલયની ખુલ્લી જગ્યામાં હજારોની સંખ્યામાં રાખવામાં આવી છે. અને તે ખુલ્લી જગ્યામાંમા હાલ જંગલી વનસ્પતિ ઉગી નિકળી છે અને સાયકલને વિંટળાઈ ગઈ છે. આ દ્રશ્ય જોતામાં એમ લાગી રહ્યું છે કે સાયકલને સાચવવા માટે જંગલી વનસ્પતિ ઉગી નિકળી છે. સરસ્વતી યોજના ધૂળ ખાય છે સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ 9માં ધોરણમાં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ આપવામાં આવે છે. જેથી તેઓ ઘરેથી શાળા સુધી સાયકલ પર જઈ શકે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. શાળામાં ડ્રોપઆઉટ રેશિયામાં ઘટાડો થાય તે માટે સત્ર શરૂ થાય તે પહેલા વિદ્યાર્થિનીઓને નિ:શુલ્ક સાયકલ આપવામાં આવે છે. 2023માં ધોરણ 9 ની વિદ્યાર્થિનીઓને વિતરણ કરવાની સાયકલો ધૂળ ખાતી જોવા મળી રહી છે અને વરસાદમાં કાટ લાગવાથી ખરાબ થઈ ગઈ છે.

Dahod: સરકારી સાયકલો ધૂળ ખાય છે, વિદ્યાર્થીનીઓ વંચિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાયકલોની આજુબાજુમાં ઘાસચારો ઉગી નિકળ્યો
  • છેલ્લા એક વર્ષથી કાટ ખાય છે સાયકલો
  • તંત્ર દ્વારા કામગીરી નહીં કરતા હોવાના પુરાવા

દાહોદ જિલ્લામાં સરકારી સાયકલો ધુળ ખાતી જોવા મળી રહી છે. વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલોની આજુબાજુ ઘાસચારો ઉગી નિકળ્યો છે અને કાટ ખાઈ રહી છે. જે તંત્રની બેદરકારી સૂચવે છે.

છાત્રાલયના મેદાનમાં હજારોની સંખ્યામાં સાયકલો

વર્ષ 2023ના શાળા પ્રવેશોત્સવમા આપવાની સાયકલો ધૂળ ખાતી નજરે ચડી રહી છે. શહેરની મામ સાહેબ ફાળકે સરકારી કુમાર છાત્રાલયના પ્રાંગણમા હજારો સાયકલો કાટ ખાઈ રહી છે. લાખો રૂપિયાના ખર્ચે ફાળવેલી સાયકલો સરકારના જવાબદાર અધિકારીઓ દ્વારા આપવામા ના આવતા રોષ લાગણી જોવા મળી રહી છે.


શાળા પ્રવેશોત્સવમાં સાયકલો આપવાની હતી

ગુજરાત સરકાર દ્વારા 2023ના શાળા પ્રવેશોત્સવમાં દાહોદ જિલ્લામાં જે-તે શાળાઓમા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ઘરેથી શાળાએ જવા માટે સાઇકલો આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સાઇકલો દાહોદની મામાં સાહેબ ફાળકે સરકારી કુમાર છાત્રાલયની ખુલ્લી જગ્યામાં હજારોની સંખ્યામાં રાખવામાં આવી છે. અને તે ખુલ્લી જગ્યામાંમા હાલ જંગલી વનસ્પતિ ઉગી નિકળી છે અને સાયકલને વિંટળાઈ ગઈ છે. આ દ્રશ્ય જોતામાં એમ લાગી રહ્યું છે કે સાયકલને સાચવવા માટે જંગલી વનસ્પતિ ઉગી નિકળી છે.


સરસ્વતી યોજના ધૂળ ખાય છે

સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ 9માં ધોરણમાં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ આપવામાં આવે છે. જેથી તેઓ ઘરેથી શાળા સુધી સાયકલ પર જઈ શકે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. શાળામાં ડ્રોપઆઉટ રેશિયામાં ઘટાડો થાય તે માટે સત્ર શરૂ થાય તે પહેલા વિદ્યાર્થિનીઓને નિ:શુલ્ક સાયકલ આપવામાં આવે છે. 2023માં ધોરણ 9 ની વિદ્યાર્થિનીઓને વિતરણ કરવાની સાયકલો ધૂળ ખાતી જોવા મળી રહી છે અને વરસાદમાં કાટ લાગવાથી ખરાબ થઈ ગઈ છે.