Himatnagar ઉદયપુર હાઈવે પર પાણી ભરાવાની અને ખાડાની સમસ્યાઓને લઈ સ્થાનિકો વિફર્યા

હિંમતનગર-ઉદયપુર નેશનલ હાઈવેને કરાયો ચક્કાજામ 7થી 8 કિમી ટ્રાફિકને લઈ પોલીસે સ્થાનિકો પર કર્યો બળપ્રયોગ વિરોધ કરી રહેલા વેપારીઓની પોલીસે અટકાયત કરી સાબરકાંઠાના હિંમતનગરમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો તેમજ સ્થાનિક વેપારીઓએ રોડ ચક્કાજામ કરી સહકારીજીન વિસ્તારમાં વિરોધ કર્યો હતો,સ્થાનિકોનો આક્ષેપ છે કે,વરસાદના સમયે પાણી ભરાઈ જાય છે સાથે સાથે રોડ પર ખાડા પણ પડી ગયા છે,મહત્વનું છે કે આ રોડ નેશનલ હાઈવે ઓથોરિટી હસ્તક આવે છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી આ રોડનું સમારકામ જલ્દીથી કરાવે તે જરૂરી બન્યું છે. રોડ ખાડાથી ભરપૂર સ્થાનિકોનું અને વેપારીઓનું કહેવું છે કે,ધનસુરા સહકારી જીન પાસે બે ફૂટ જેટલા ખાડા પડયા છે,ત્યારે વાહન ચલાવીએ ત્યારે રોડમાં ખાડો છે કે,ખાડામાં વાહન ચાલે છે તે ખબર નથી રહેતી જેને લઈ સ્થાનિકોએ આજે વિરોધ કર્યો હતો,સ્થાનિકો અને વેપારીઓ વિરોધ કરતા પોલીસે તમામ લોકોની અટકાયત કરી હતી અને હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા.પાણી ભરાતા બાળકો અને મહિલાઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. કયાં છે ચૂંટાયેલા ધારાસભ્ય અને સંસદ સભ્ય ? હિંમતનગરના ધારાસભ્ય અને સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા,તમારી સ્થાનિકોને જરૂર છે તેમની પડખે તો ઉભા રહો,તમે નહી ઉભા રહો તો કોણ ઉભા રહેશે,ખોબલે ખોબલે મત આપીને ચૂંટાયેલ ધારાસભ્ય કે સાંસદ સભ્ય સ્થાનિકોની પડખે આવીને ઉભા રહ્યાં નથી,સ્થાનિકોએ અવાર-નવાર ધારાસભ્ય અને સાંસદને રજૂઆત કરી પણ તેમના કાને પણ આ વાત પહોંચતી નથી તેવું લાગી રહ્યું છે. પાણી ભરાતા વાહન લઈ નિકળતા કપડા પણ ગંદા થાય છે આ રોડ હિંમતનગર સિટીને જોડે છે માટે અવર-જવર માટે આ રોડ ધમધમતો રહેતો હોય છે,હિંમતનગરના સ્થાનિકોનું કહેવું છે કે રોડ પર જયારે વાહન લઈ નિકળીએ ત્યારે અન્ય વાહનોના છાંટા કપડા પર પડે છે અને તે ધબ્બા પછી જતા નથી તેના કારણે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પોલીસે કર્યો બળપ્રયોગ સાતથી આઠ કિલોમીટર લાંબી લાઈનો લાગતા પોલીસે સ્થાનિકો અને વેપારીઓ પર બળપ્રયોગ કર્યો હતો.ત્રણ કલાકથી વધુના સમય બાદ હાઈવે પોલીસ દ્વારા રોડને ખુલ્લો કરાયો હતો.સ્થાનિકોએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી સાથે મિટીંગ યોજી અને કહ્યું કે એક મહિનામાં રોડનું કામ નહી થાય તો રોડ પર બેસીને ધરણા કરવામાં આવશે.  

Himatnagar ઉદયપુર હાઈવે પર પાણી ભરાવાની અને ખાડાની સમસ્યાઓને લઈ સ્થાનિકો વિફર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હિંમતનગર-ઉદયપુર નેશનલ હાઈવેને કરાયો ચક્કાજામ
  • 7થી 8 કિમી ટ્રાફિકને લઈ પોલીસે સ્થાનિકો પર કર્યો બળપ્રયોગ
  • વિરોધ કરી રહેલા વેપારીઓની પોલીસે અટકાયત કરી

સાબરકાંઠાના હિંમતનગરમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો તેમજ સ્થાનિક વેપારીઓએ રોડ ચક્કાજામ કરી સહકારીજીન વિસ્તારમાં વિરોધ કર્યો હતો,સ્થાનિકોનો આક્ષેપ છે કે,વરસાદના સમયે પાણી ભરાઈ જાય છે સાથે સાથે રોડ પર ખાડા પણ પડી ગયા છે,મહત્વનું છે કે આ રોડ નેશનલ હાઈવે ઓથોરિટી હસ્તક આવે છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી આ રોડનું સમારકામ જલ્દીથી કરાવે તે જરૂરી બન્યું છે.

રોડ ખાડાથી ભરપૂર

સ્થાનિકોનું અને વેપારીઓનું કહેવું છે કે,ધનસુરા સહકારી જીન પાસે બે ફૂટ જેટલા ખાડા પડયા છે,ત્યારે વાહન ચલાવીએ ત્યારે રોડમાં ખાડો છે કે,ખાડામાં વાહન ચાલે છે તે ખબર નથી રહેતી જેને લઈ સ્થાનિકોએ આજે વિરોધ કર્યો હતો,સ્થાનિકો અને વેપારીઓ વિરોધ કરતા પોલીસે તમામ લોકોની અટકાયત કરી હતી અને હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા.પાણી ભરાતા બાળકો અને મહિલાઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.


કયાં છે ચૂંટાયેલા ધારાસભ્ય અને સંસદ સભ્ય ?

હિંમતનગરના ધારાસભ્ય અને સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા,તમારી સ્થાનિકોને જરૂર છે તેમની પડખે તો ઉભા રહો,તમે નહી ઉભા રહો તો કોણ ઉભા રહેશે,ખોબલે ખોબલે મત આપીને ચૂંટાયેલ ધારાસભ્ય કે સાંસદ સભ્ય સ્થાનિકોની પડખે આવીને ઉભા રહ્યાં નથી,સ્થાનિકોએ અવાર-નવાર ધારાસભ્ય અને સાંસદને રજૂઆત કરી પણ તેમના કાને પણ આ વાત પહોંચતી નથી તેવું લાગી રહ્યું છે.

પાણી ભરાતા વાહન લઈ નિકળતા કપડા પણ ગંદા થાય છે

આ રોડ હિંમતનગર સિટીને જોડે છે માટે અવર-જવર માટે આ રોડ ધમધમતો રહેતો હોય છે,હિંમતનગરના સ્થાનિકોનું કહેવું છે કે રોડ પર જયારે વાહન લઈ નિકળીએ ત્યારે અન્ય વાહનોના છાંટા કપડા પર પડે છે અને તે ધબ્બા પછી જતા નથી તેના કારણે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.


પોલીસે કર્યો બળપ્રયોગ

સાતથી આઠ કિલોમીટર લાંબી લાઈનો લાગતા પોલીસે સ્થાનિકો અને વેપારીઓ પર બળપ્રયોગ કર્યો હતો.ત્રણ કલાકથી વધુના સમય બાદ હાઈવે પોલીસ દ્વારા રોડને ખુલ્લો કરાયો હતો.સ્થાનિકોએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી સાથે મિટીંગ યોજી અને કહ્યું કે એક મહિનામાં રોડનું કામ નહી થાય તો રોડ પર બેસીને ધરણા કરવામાં આવશે.