Crime News : સુરતમાં આંતરરાજય ટોળકીના બે રીઢા આરોપીઓ ઝડપાયા

મધ્ય પ્રદેશના ખારગૌન પોલીસ સ્ટેશનના ફરાર આરોપીઓ ઝડપાયા લૂંટના ત્રણ ગુનામાં ફરાર હોવાનું તપાસ દરમિયાન આવ્યું સામે રાજકોટમાં સોના-ચાંદી, ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે લૂંટ કરતી ગેંગના બે આરોપીઓને ઝડપ્યા છે,આરોપીઓ આંતરરાજય ગેંગના રીઢા આરોપીઓ છે,લૂંટના ત્રણ ગુનામાં આરોપીઓ ફરાર હોવાની વાત સામે આવી છે,આરોપીઓ પાસેથી 10.02 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.મધ્યપ્રદેશના ખારગૌન પોલીસ સ્ટેશનના ગુનામાં પણ આ આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે,પોલીસે 10,02,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે શું કર્યુ જપ્ત પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યુ કે,રાજકોટ શહેરમાં કરેલ સોના-ચાંદી સહિતના ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ પાસેથી સોના-ચાંદીના,ઘરેણા, લેપટોપ, DSLR કેમેરો તથા રોકડ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે,આરોપી દસ્તગીર ઉર્ફે રબાની ઉર્ફે ટાઈગર મોહમદ સકિલ ખલીલ કુરેશીએ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ચોરી કરી હતી સાથે સાથે બંન્ને આરોપીઓએ બે માસ પહેલા મહારાષ્ટ્રના ધુલીયા ચૌગાવ ખાતે પણ ચોરી કરી હતી. ચોરીનો અજબ કિસ્સો આવ્યો સામે શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક અનોખો ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં મિત્રના ઘરમાં પાંચ લાખની ચોરી કરવા માટે મિત્રએ અન્ય એક વ્યક્તિને 20 હજારની સોંપારી આપી હતી. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે દગાખોર મિત્ર અને સોંપારી લેનાર બન્નેની ધરપકડ કરી ચોરીના પાંચ લાખ રૂપિયા રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ડીંડોલીમાં હત્યા સુરત શહેરના ડીંડોલી-ચલથાણ કેનાલ રોડ ઉપર વધુ એક હત્યા થઇ હતી. માતાને દારૂ પીને મોટોભાઈ સતત મારઝુડ કરતો હોવાથી નાનાભાઈએ જ આ હત્યા કરી હોવાનું બહાર આવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સાથે તેના પિતરાઈ ભાઈએ પણ સાથ આપ્યો હતો. જેથી બંનેની ધરપકડ કરવામાં આવી છે.

Crime News : સુરતમાં આંતરરાજય ટોળકીના બે રીઢા આરોપીઓ ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મધ્ય પ્રદેશના ખારગૌન પોલીસ સ્ટેશનના ફરાર આરોપીઓ ઝડપાયા
  • લૂંટના ત્રણ ગુનામાં ફરાર હોવાનું તપાસ દરમિયાન આવ્યું સામે
  • રાજકોટમાં સોના-ચાંદી, ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે લૂંટ કરતી ગેંગના બે આરોપીઓને ઝડપ્યા છે,આરોપીઓ આંતરરાજય ગેંગના રીઢા આરોપીઓ છે,લૂંટના ત્રણ ગુનામાં આરોપીઓ ફરાર હોવાની વાત સામે આવી છે,આરોપીઓ પાસેથી 10.02 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.મધ્યપ્રદેશના ખારગૌન પોલીસ સ્ટેશનના ગુનામાં પણ આ આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે,પોલીસે 10,02,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે શું કર્યુ જપ્ત

પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યુ કે,રાજકોટ શહેરમાં કરેલ સોના-ચાંદી સહિતના ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ પાસેથી સોના-ચાંદીના,ઘરેણા, લેપટોપ, DSLR કેમેરો તથા રોકડ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે,આરોપી દસ્તગીર ઉર્ફે રબાની ઉર્ફે ટાઈગર મોહમદ સકિલ ખલીલ કુરેશીએ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ચોરી કરી હતી સાથે સાથે બંન્ને આરોપીઓએ બે માસ પહેલા મહારાષ્ટ્રના ધુલીયા ચૌગાવ ખાતે પણ ચોરી કરી હતી.

ચોરીનો અજબ કિસ્સો આવ્યો સામે

શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક અનોખો ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં મિત્રના ઘરમાં પાંચ લાખની ચોરી કરવા માટે મિત્રએ અન્ય એક વ્યક્તિને 20 હજારની સોંપારી આપી હતી. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે દગાખોર મિત્ર અને સોંપારી લેનાર બન્નેની ધરપકડ કરી ચોરીના પાંચ લાખ રૂપિયા રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


ડીંડોલીમાં હત્યા

સુરત શહેરના ડીંડોલી-ચલથાણ કેનાલ રોડ ઉપર વધુ એક હત્યા થઇ હતી. માતાને દારૂ પીને મોટોભાઈ સતત મારઝુડ કરતો હોવાથી નાનાભાઈએ જ આ હત્યા કરી હોવાનું બહાર આવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સાથે તેના પિતરાઈ ભાઈએ પણ સાથ આપ્યો હતો. જેથી બંનેની ધરપકડ કરવામાં આવી છે.