Chotaudaipur News : રોડ ખખડધજ બનતા રેતી ભરેલી ટ્રક પાછી પડી,ડ્રાઈવર ચિંતામાં

નસવાડીના આંધણી ગામ નજીક રોડ ખખડધજ પાછળ કોઈ વાહન ન આવતું હોવાથી દુર્ઘટના ટળી 2 તાલુકાને જોડતા રસ્તાની પરિસ્થિતિ દયનીય નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના આંધણી ખેરમાર નાનીઝડુલી વચ્ચેના રોડ ખખડધજ બનતા રેતી ભરેલ ટ્રક પાછી પડી હતી,આંધણી ગામના આરસીસી રોડના ઢાળનો રસ્તો એકદમ ખાડા વાળો હોવાથી ટ્રક પાછી પડતા રોડની સાઈડમાં ઉતરી પડી હતી,મહત્વની વાતતો એ છે કે,સદનસીબે પાછળ કોઈ વાહન આવતુ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.નસવાડી અને કવાંટ આમ બે તાલુકાને જોડતા રસ્તાની પરિસ્થિતિ એકદમ ખરાબ બની છે,તો તંત્રના પેટનુ પાણી શુદ્ધા હલતુ નથી. રસ્તાની ખસ્તા હાલત કવાંટ તાલુકાના નવાલજાથી જમલી વગુદણથી મધ્યપ્રદેશનાં વખતગઢને જોડતો રોડ બિસ્માર બન્યો છે. આ રોડ પર છેલ્લા 10 વર્ષથી રીકાર્પેટ તો શું, રીપેરીંગ વર્ક પણ નહીં થતા રોડની હાલત એટલી હદે ખરાબ છે કે, અહીંથી સાયકલ ચલાવવી પણ મુશ્કેલ બની છે. નવાલજાથી મધ્ય પ્રદેશને જોડતો આંતર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ ખસ્તા હાલતમાં હોવાથી પ્રજા પણ ત્રાહીમામ પોકારી છે. ઉપરાંત 108 જેવી ઇમરજન્સી સેવાનો લાભ લેવામાં પણ રસ્તાની હાલતને લઈને હોસ્પિટલ પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે. તે ઉપરાંત અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ પણ સમયસર સ્કૂલ પહોંચી શકતા નથી અને હેરાન થઈ રહ્યા છે.10 વર્ષથી રીપેરીંગ માંગતા રસ્તાકવાંટ તાલુકાના નવાલજાથી રેનદા ગુજરાત રાજ્યની સરહદ લાગુ પડે છે, ત્યારબાદ મધ્યપ્રદેશની સરહદ શરૂ થાય છે. આ આંતર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 24 કલાક વાહનોની અવરજવર રહે છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી આ સડક રીકાર્પેટ બન્યો નથી અને હાલ આ હાઇવે રોડની હાલત ખસ્તા હોવા છતાં આ રોડની મરમત પણ કરવામાં નહીં આવતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. અનેક અકસ્માત અને મોતનું કારણ આ રોડ પર અસંખ્ય ખાડાઓના કારણે 108 એમ્બ્યુલન્સ પણ સમયસર આવતી નથી, અને આવે તો સમયસર હોસ્પિટલ પહોંચતા નથી. ઘણા કિસ્સામાં દર્દીનું રસ્તામાં જ મોત થઈ જાય છે. તો પ્રસૂતાની ડિલિવરી પણ રસ્તામાં થઈ જાય છે. સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ પણ સમયસર સ્કૂલ પહોંચી શકતા નથી. ઉપરાંત મસમોટા ખાડાના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ રસ્તા બાબતે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અનેક રજૂઆત કરી હોવા છતાં આ સરહદી વિસ્તાર અને બે રાજ્યોને જોડતા હાઈવે રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી, તેથી પ્રજાને ખાડામાં પડવાનો વખત આવ્યો છે. પહેલા કલેકટરની પણ ફસાઈ હતી કાર છોટાઉદેપુર જીલ્લાના નસવાડીના તાલુકાના ખેંડા ગામે કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાનું જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા નિરીક્ષણ કરવા ગયા હતા. જે દરમિયાન ખેંડા ગામે બિસ્માર રસ્તા પર જિલ્લા કલેકટરની કાર ઢાળ ચડી ના શકી હતી અને માટીમાં ફસાઈ જતા તેને ટ્રેકટર વડે ખેંચવી પડી હતી.

Chotaudaipur News : રોડ ખખડધજ બનતા રેતી ભરેલી ટ્રક પાછી પડી,ડ્રાઈવર ચિંતામાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નસવાડીના આંધણી ગામ નજીક રોડ ખખડધજ
  • પાછળ કોઈ વાહન ન આવતું હોવાથી દુર્ઘટના ટળી
  • 2 તાલુકાને જોડતા રસ્તાની પરિસ્થિતિ દયનીય

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના આંધણી ખેરમાર નાનીઝડુલી વચ્ચેના રોડ ખખડધજ બનતા રેતી ભરેલ ટ્રક પાછી પડી હતી,આંધણી ગામના આરસીસી રોડના ઢાળનો રસ્તો એકદમ ખાડા વાળો હોવાથી ટ્રક પાછી પડતા રોડની સાઈડમાં ઉતરી પડી હતી,મહત્વની વાતતો એ છે કે,સદનસીબે પાછળ કોઈ વાહન આવતુ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.નસવાડી અને કવાંટ આમ બે તાલુકાને જોડતા રસ્તાની પરિસ્થિતિ એકદમ ખરાબ બની છે,તો તંત્રના પેટનુ પાણી શુદ્ધા હલતુ નથી.

રસ્તાની ખસ્તા હાલત

કવાંટ તાલુકાના નવાલજાથી જમલી વગુદણથી મધ્યપ્રદેશનાં વખતગઢને જોડતો રોડ બિસ્માર બન્યો છે. આ રોડ પર છેલ્લા 10 વર્ષથી રીકાર્પેટ તો શું, રીપેરીંગ વર્ક પણ નહીં થતા રોડની હાલત એટલી હદે ખરાબ છે કે, અહીંથી સાયકલ ચલાવવી પણ મુશ્કેલ બની છે. નવાલજાથી મધ્ય પ્રદેશને જોડતો આંતર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ ખસ્તા હાલતમાં હોવાથી પ્રજા પણ ત્રાહીમામ પોકારી છે. ઉપરાંત 108 જેવી ઇમરજન્સી સેવાનો લાભ લેવામાં પણ રસ્તાની હાલતને લઈને હોસ્પિટલ પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે. તે ઉપરાંત અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ પણ સમયસર સ્કૂલ પહોંચી શકતા નથી અને હેરાન થઈ રહ્યા છે.


10 વર્ષથી રીપેરીંગ માંગતા રસ્તા

કવાંટ તાલુકાના નવાલજાથી રેનદા ગુજરાત રાજ્યની સરહદ લાગુ પડે છે, ત્યારબાદ મધ્યપ્રદેશની સરહદ શરૂ થાય છે. આ આંતર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 24 કલાક વાહનોની અવરજવર રહે છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી આ સડક રીકાર્પેટ બન્યો નથી અને હાલ આ હાઇવે રોડની હાલત ખસ્તા હોવા છતાં આ રોડની મરમત પણ કરવામાં નહીં આવતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.

અનેક અકસ્માત અને મોતનું કારણ

આ રોડ પર અસંખ્ય ખાડાઓના કારણે 108 એમ્બ્યુલન્સ પણ સમયસર આવતી નથી, અને આવે તો સમયસર હોસ્પિટલ પહોંચતા નથી. ઘણા કિસ્સામાં દર્દીનું રસ્તામાં જ મોત થઈ જાય છે. તો પ્રસૂતાની ડિલિવરી પણ રસ્તામાં થઈ જાય છે. સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ પણ સમયસર સ્કૂલ પહોંચી શકતા નથી. ઉપરાંત મસમોટા ખાડાના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ રસ્તા બાબતે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અનેક રજૂઆત કરી હોવા છતાં આ સરહદી વિસ્તાર અને બે રાજ્યોને જોડતા હાઈવે રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી, તેથી પ્રજાને ખાડામાં પડવાનો વખત આવ્યો છે.

પહેલા કલેકટરની પણ ફસાઈ હતી કાર

છોટાઉદેપુર જીલ્લાના નસવાડીના તાલુકાના ખેંડા ગામે કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાનું જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા નિરીક્ષણ કરવા ગયા હતા. જે દરમિયાન ખેંડા ગામે બિસ્માર રસ્તા પર જિલ્લા કલેકટરની કાર ઢાળ ચડી ના શકી હતી અને માટીમાં ફસાઈ જતા તેને ટ્રેકટર વડે ખેંચવી પડી હતી.