Gujarat IPS Transfer order: 12 રાહ જોઈ રહેલા IPSની બદલીનો ગંજીફો ચિપાયો

ગગનદીપ ગંભીરને એડમીન વિભાગના ADGP બનાવાયા રાઘવેન્દ્ર વત્સને સુરત ક્રાઇમના JCP બનાવાયાશરદ સિંઘલને અમદાવાદ ક્રાઇમના JCP બનાવાયાલોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 12 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગૃહ વિભાગે IPSની બદલી અને પ્રમોશનના 12 ઓર્ડર કર્યો છે. જેમાં ગગનદીપ ગંભીરને એડમીન વિભાગના ADGP બનાવાયા છે, રાઘવેન્દ્ર વત્સને સુરત ક્રાઇમના JCP બનાવાયા છે. મળતી માહિતી મુજબ લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 12 IPS અધિકારીઓની બદલીનો ધમધમાટ શરૂ થયો છે. ગૃહ વિભાગના આદેશ મુજબ, ગગનદીપ ગંભીરને એડમીન વિભાગના ADGP બનાવાયા છે. તો રાઘવેન્દ્ર વત્સને સુરત ક્રાઇમના JCP બનાવાયા છે. શરદ સિંઘલને અમદાવાદ ક્રાઇમના JCP બનાવાયા છે. નિરજ બડગુજર અમદાવાદ સેક્ટર - 1ના એડિ.કમિશનર બનાવાયા છે.ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 12472 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પીએસઆઈની ભરતી મામલે અત્યાર સુધી 8.63 લાખ અરજી થઇ છે.. જેમાંથી 7.11 લાખ અરજી કન્ફર્મ થઇ છે. હજુ દોઢ લાખ અરજી કન્ફર્મ કરવાની બાકી છે.જેથી ઉમેદવારોને કહેવામાં આવ્યું છે કે તેઓ જલદી પોતાના ડોકયુમેન્ટસ અપલોડ કરે. ફોર્મની સાથે શું અપલોડ કરવુંઉમેદવારોને ફોટા, સહી તથા ધોરણ 12ની માર્કશીટ અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે. ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ધોરણ 12 પાસ અને કોલેજનું ત્રીજુ વર્ષ પાસ કરનાર ઉમેદવારો આ અરજી કરી શકશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે હાલ દરરોજ 25 હજાર જેટલી અરજી થઇ રહી છે.. અને હજુ પણ દોઢ લાખ જેટલી અરજી થવાની સંભાવના છે. ઉમેદવાર એક વાર અરજી વાંચે ઉમેદવારો અરજી કરતા પહેલા એકવાર વેબસાઇટ પર મુકવામાં આવેલી પ્રશ્નોત્તરી વાંચી લે અને વેબસાઇટ પરનો યૂ-ટયૂબનો વીડિયો જોઇ લે જેથી તેઓ ચોકસાઇ પૂર્વક અરજી કરી શકે અને કોઇ ભૂલ થવાને લઇને અરજીનું કન્ફર્મેશન અટકી ન જાય પોલીસ ભરતી માટે મહત્વની માહિતી ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે છેલ્લો દિવસ 30 એપ્રિલ, 2024 સુધીનો છે. લાયક તથા ઈચ્છુક ઉમેદવારે ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. જે માટે ojas.gujarat.gov.in પર જઈને અરજી કરી શકે છે. ઉમેદવારની યોગ્યતા કેટલી ગુજરાત પોલીસમાં ભરતી માટે ધોરણ 12 અને ગ્રેજ્યુએટ અરજી કરી શકે છે. પોલીસમાં ભરતી માટે ઉમેદવાર ધોરણ12 પાસ હોવો જરૂરી છે. સબ ઈન્સ્પેક્ટરના પદ માટે ગ્રેજ્યુએટની લાયકાત જરૂરી છે. ઉંમર કેટલી કોન્સ્ટેબલના પદ માટે અરજી કરનારાની લઘુત્તમ વય 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. તો એસઆઈના પદ માટે ભરતી થવા માટે 20 વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ. મહત્તમ વય મર્યાદા 35 વર્ષ સુધીની છે. તો અનામત ઉમેદવારોને આ વયમર્યાદામાં નિયમાનુસાર છુટછાટ આપવામાં આવી છે. કેવી રીતે અરજી કરવી પોલીસ ભરતી માટે ઉમેદવારે ગુજરાત સરકારની અધિકૃત ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું પડશે. અહી પોલીસ ભરતીના ફોર્મમાં જે પદ માટે અરજી કરવા માંગતા હોવ તે પદ માટે સિલેક્ટ કરીને તમામ જરૂરી માહિતી ભરી દેવી. અંતે ફી ભરીને ફોર્મ સબમિટ કરવું. ફોર્મ સબમિટ કરતા પહેલા એકવાર બરાબર ચકાસી લેવું. ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને સંભાળી મૂકવી. ફી કેટલી છે લોકરક્ષક જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા અને પીએસઆઈ-એલઆરડી માટે 200 રૂપિયા ફી નક્કી કરાઈ છે. તેમજ એસસી, એસટી, ઈડબલ્યુએસ, ઈબીસી વર્ગના ઉમેદવારોને કોઈ ફી ચૂકવવાની નથી.

Gujarat IPS Transfer order: 12 રાહ જોઈ રહેલા IPSની બદલીનો ગંજીફો ચિપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગગનદીપ ગંભીરને એડમીન વિભાગના ADGP બનાવાયા
  • રાઘવેન્દ્ર વત્સને સુરત ક્રાઇમના JCP બનાવાયા
  • શરદ સિંઘલને અમદાવાદ ક્રાઇમના JCP બનાવાયા

લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 12 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગૃહ વિભાગે IPSની બદલી અને પ્રમોશનના 12 ઓર્ડર કર્યો છે. જેમાં ગગનદીપ ગંભીરને એડમીન વિભાગના ADGP બનાવાયા છે, રાઘવેન્દ્ર વત્સને સુરત ક્રાઇમના JCP બનાવાયા છે. 

મળતી માહિતી મુજબ લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 12 IPS અધિકારીઓની બદલીનો ધમધમાટ શરૂ થયો છે. ગૃહ વિભાગના આદેશ મુજબ, ગગનદીપ ગંભીરને એડમીન વિભાગના ADGP બનાવાયા છે. તો રાઘવેન્દ્ર વત્સને સુરત ક્રાઇમના JCP બનાવાયા છે. શરદ સિંઘલને અમદાવાદ ક્રાઇમના JCP બનાવાયા છે. નિરજ બડગુજર અમદાવાદ સેક્ટર - 1ના એડિ.કમિશનર બનાવાયા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત 

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 12472 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પીએસઆઈની ભરતી મામલે અત્યાર સુધી 8.63 લાખ અરજી થઇ છે.. જેમાંથી 7.11 લાખ અરજી કન્ફર્મ થઇ છે. હજુ દોઢ લાખ અરજી કન્ફર્મ કરવાની બાકી છે.જેથી ઉમેદવારોને કહેવામાં આવ્યું છે કે તેઓ જલદી પોતાના ડોકયુમેન્ટસ અપલોડ કરે.

ફોર્મની સાથે શું અપલોડ કરવું

ઉમેદવારોને ફોટા, સહી તથા ધોરણ 12ની માર્કશીટ અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે. ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ધોરણ 12 પાસ અને કોલેજનું ત્રીજુ વર્ષ પાસ કરનાર ઉમેદવારો આ અરજી કરી શકશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે હાલ દરરોજ 25 હજાર જેટલી અરજી થઇ રહી છે.. અને હજુ પણ દોઢ લાખ જેટલી અરજી થવાની સંભાવના છે.

ઉમેદવાર એક વાર અરજી વાંચે

ઉમેદવારો અરજી કરતા પહેલા એકવાર વેબસાઇટ પર મુકવામાં આવેલી પ્રશ્નોત્તરી વાંચી લે અને વેબસાઇટ પરનો યૂ-ટયૂબનો વીડિયો જોઇ લે જેથી તેઓ ચોકસાઇ પૂર્વક અરજી કરી શકે અને કોઇ ભૂલ થવાને લઇને અરજીનું કન્ફર્મેશન અટકી ન જાય

પોલીસ ભરતી માટે મહત્વની માહિતી

ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે છેલ્લો દિવસ 30 એપ્રિલ, 2024 સુધીનો છે. લાયક તથા ઈચ્છુક ઉમેદવારે ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. જે માટે ojas.gujarat.gov.in પર જઈને અરજી કરી શકે છે.

ઉમેદવારની યોગ્યતા કેટલી

ગુજરાત પોલીસમાં ભરતી માટે ધોરણ 12 અને ગ્રેજ્યુએટ અરજી કરી શકે છે. પોલીસમાં ભરતી માટે ઉમેદવાર ધોરણ12 પાસ હોવો જરૂરી છે. સબ ઈન્સ્પેક્ટરના પદ માટે ગ્રેજ્યુએટની લાયકાત જરૂરી છે.

ઉંમર કેટલી

કોન્સ્ટેબલના પદ માટે અરજી કરનારાની લઘુત્તમ વય 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. તો એસઆઈના પદ માટે ભરતી થવા માટે 20 વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ. મહત્તમ વય મર્યાદા 35 વર્ષ સુધીની છે. તો અનામત ઉમેદવારોને આ વયમર્યાદામાં નિયમાનુસાર છુટછાટ આપવામાં આવી છે.

કેવી રીતે અરજી કરવી

પોલીસ ભરતી માટે ઉમેદવારે ગુજરાત સરકારની અધિકૃત ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું પડશે. અહી પોલીસ ભરતીના ફોર્મમાં જે પદ માટે અરજી કરવા માંગતા હોવ તે પદ માટે સિલેક્ટ કરીને તમામ જરૂરી માહિતી ભરી દેવી. અંતે ફી ભરીને ફોર્મ સબમિટ કરવું. ફોર્મ સબમિટ કરતા પહેલા એકવાર બરાબર ચકાસી લેવું. ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને સંભાળી મૂકવી.

ફી કેટલી છે

લોકરક્ષક જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા અને પીએસઆઈ-એલઆરડી માટે 200 રૂપિયા ફી નક્કી કરાઈ છે. તેમજ એસસી, એસટી, ઈડબલ્યુએસ, ઈબીસી વર્ગના ઉમેદવારોને કોઈ ફી ચૂકવવાની નથી.