Chhota Udepur: સુખી ડેમના જમણા કાંઠા નહેરમાં પાણી છોડાતાં ખેડૂતોમાં આનંદ

Apr 16, 2026 - 04:00
Chhota Udepur: સુખી ડેમના જમણા કાંઠા નહેરમાં પાણી છોડાતાં ખેડૂતોમાં આનંદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છોટાઉદેપુર જિલ્લાના સૌથી મોટા સુખી ડેમ પાણીથી છલોછલ ભરેલો હોવા છતાં, જમણાં કાંઠાની નહેરનું નવીનીકરણ કાર્ય ચાલુ હોવાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નહોતું. પરંતુ હવે જમણાં કાંઠાની મુખ્ય કેનાલનું કામ પૂર્ણ થવાના આરે છે, અને ડેમમાં પૂરતું પાણી ઉપલબ્ધ હોવાથી ખેડૂતોની લાંબા સમયથી ચાલતી માંગ બાદ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે.

ખેડૂતો દ્વારા વારંવાર ઉઠાવવામાં આવેલી આ માંગને સંદેશ એ પણ વાચા આપી હતી. જે અંગેના અહેવાલો પ્રકાશિત થતાં જ તંત્ર હરકતમાં આવ્યું, અને સુખી ડેમમાંથી જમણાં કાંઠાની નહેરમાં પાણી છોડવાનું શરૂ કરાયું. જેના પરિણામે ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. હાલ ઉનાળાની તીવ્ર ગરમીને કારણે કુવા અને બોરમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે ઘટી ગયું હતું, જેના કારણે ખેડૂતો સિંચાઈ માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. ખાસ કરીને શાકભાજી, તલ, મગફ્ળી, મગ અને ઘાસચારા જેવા ઉનાળુ પાક માટે પાણીનો સંકટ સર્જાયો હતો. હવે કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો સીધું કેનાલમાંથી લિફ્ટિંગ કરી પાણી લઈ સિંચાઈ કરી શકે છે, તેમજ ભૂગર્ભ જળસ્તર પણ જાળવાઈ રહેવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે પશુઓ માટે પીવાના પાણીની સમસ્યામાં પણ રાહત મળી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0