Bhujમાં રખડતા ઢોરનો વધ્યો ત્રાસ,રોડ પર અડિંગો જમાવીને બેઠા પશુઓ

ભુજ શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રખડતા ઢોરની સમસ્યા હજી નથી થઈ દૂર ભુજ શહેરમાં રખડતા ઢોર સમસ્યાથી લોકો પરેશાન થઇ ચૂક્યા છે.શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓ અડિંગો જમાવીને બેઠા હોય છે. રસ્તાઓ પર વધતા રખડતા ઢોરના ત્રાસથી રાહદારીઓ પરેશાન છે ત્યાર શહેરના માર્ગોને રખડતા ઢોરે રીતસરના બાનમાં લઇ લીધા હોય તેવા દશ્યો સામે આવ્યા છે. રોડ પર ઢોરનો અડિંગો શહેરના મોટા ભાગના રસ્તા પર રખડતાં ઢોરનું સામ્રાજય જોવા મળી રહ્યું છે જેના કારણે અનેકવાર નાના મોટા અકસ્માતના બનાવ બની રહ્યા છે.પાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોર પકડવાની કામગીરી બંધ કરી દીધી છે જેના કારણે રખડતા ઢોરની સમસ્યા વધી છે.ભુજ પાલિકાના ચીફ ઓફિસરનું આ મામલે કહેવું છે કે આગામી દિવસોમાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવશે,ત્યારે હવે ભુજ વાસીઓને રખડતાં ઢોરના ત્રાસમાંથી ક્યારે મુક્તિ મળશે એ જોવું રહ્યું. રાપરમાં પણ રખડતા ઢોરની સમસ્યા યથાવત રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરો અને આંખલાઓના ત્રાસથી લોકોના જાનમાલની નુકસાની અટકાવવા તંત્રએ તાલુકાની પાંજરાપોળ અને ગૌશાળના ટ્રસ્ટીઓ સાથે ખાસ બેઠક યોજી હતી. નગરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરાયા બાદ તેના નિભાવ માટે ખડા થયેલા પ્રશ્નોના ઉકેલ માટે મામલતદારની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઇ હતી. વડોદરામાં ઢોર ટીમ પર હુમલો થયો વડોદરામાં રખડતા ઢોર મુક્ત બનાવવા માટે કામે લાગેલી પાલિકાની ઢોર પાર્ટીના કર્મચારીઓ પર પશુપાલકે ડાંગ વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં પાલિકાના કામમાં જોતરાયેલા બે કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ હિંસાનો ભોગ બનેલી ટીમના કર્મચારીઓ હરણી પોલીસ મથક પહોંચ્યા હતા. અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથધરી હતી.

Bhujમાં રખડતા ઢોરનો વધ્યો ત્રાસ,રોડ પર અડિંગો જમાવીને બેઠા પશુઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભુજ શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે
  • વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
  • રખડતા ઢોરની સમસ્યા હજી નથી થઈ દૂર

ભુજ શહેરમાં રખડતા ઢોર સમસ્યાથી લોકો પરેશાન થઇ ચૂક્યા છે.શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓ અડિંગો જમાવીને બેઠા હોય છે. રસ્તાઓ પર વધતા રખડતા ઢોરના ત્રાસથી રાહદારીઓ પરેશાન છે ત્યાર શહેરના માર્ગોને રખડતા ઢોરે રીતસરના બાનમાં લઇ લીધા હોય તેવા દશ્યો સામે આવ્યા છે.

રોડ પર ઢોરનો અડિંગો

શહેરના મોટા ભાગના રસ્તા પર રખડતાં ઢોરનું સામ્રાજય જોવા મળી રહ્યું છે જેના કારણે અનેકવાર નાના મોટા અકસ્માતના બનાવ બની રહ્યા છે.પાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોર પકડવાની કામગીરી બંધ કરી દીધી છે જેના કારણે રખડતા ઢોરની સમસ્યા વધી છે.ભુજ પાલિકાના ચીફ ઓફિસરનું આ મામલે કહેવું છે કે આગામી દિવસોમાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવશે,ત્યારે હવે ભુજ વાસીઓને રખડતાં ઢોરના ત્રાસમાંથી ક્યારે મુક્તિ મળશે એ જોવું રહ્યું.


રાપરમાં પણ રખડતા ઢોરની સમસ્યા યથાવત

રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરો અને આંખલાઓના ત્રાસથી લોકોના જાનમાલની નુકસાની અટકાવવા તંત્રએ તાલુકાની પાંજરાપોળ અને ગૌશાળના ટ્રસ્ટીઓ સાથે ખાસ બેઠક યોજી હતી. નગરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરાયા બાદ તેના નિભાવ માટે ખડા થયેલા પ્રશ્નોના ઉકેલ માટે મામલતદારની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઇ હતી.


વડોદરામાં ઢોર ટીમ પર હુમલો થયો

વડોદરામાં રખડતા ઢોર મુક્ત બનાવવા માટે કામે લાગેલી પાલિકાની ઢોર પાર્ટીના કર્મચારીઓ પર પશુપાલકે ડાંગ વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં પાલિકાના કામમાં જોતરાયેલા બે કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ હિંસાનો ભોગ બનેલી ટીમના કર્મચારીઓ હરણી પોલીસ મથક પહોંચ્યા હતા. અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથધરી હતી.