વડોદરાથી મહિલાઓનું રાઇડર્સ ગુ્રપ બાઇક પર નડાબેટ પહોંચ્યું
વડોદરા,વડોદરાનું વિમેન રાઇડર્સ ગુ્રપ મોટર સાયકલ પર વડોદરાથી ઇન્ડો પાક બોર્ડર નડાબેટ પહોંચ્યું હતું અને બીએસએફના જવાનો સાથે સ્વતંત્રતા દિનની ઉજવણી કરી હતી. ૧૪મી ઓગસ્ટે મહિલાઓની ટુકડી વડોદરાથી નીકળી હતી અને નડાબેટ પહોંચી હતી.ગુજરાતમાંથી બાઇક પર જનાર આ પ્રથમ રાઇડર્સ ગુ્રપ હતું. ૧૫મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસે પરેડ સહિતના વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. નવ સભ્યોની આ ટુકડી ત્યાં પહોંચી ત્યારે તાળીઓના ગડગડાટથી ટુકડીને વધાવી લીધી હતી, અને ભારત માતાકી જય ના નારા લગાવ્યા હતા. મહિલા બીએસએફ ઓફિસરો દ્વારા આ ટુકડીનું સ્વાગત કરાયું હતું. ધ્વજવંદન અને રાષ્ટ્રગાન પણ કરાયું હતું. ત્યારબાદ નડાબેટથી ઇન્ડો પાક બોર્ડ ઝીરો પોઇન્ટ સુધી બાઇક રેલી આયોજિત કરી હતી. જ્યાં આ મહિલાઓની ટુકડીને સીમા દર્શન કરાવ્યું હતું. આ સ્થળે ભારતીય જવાનો દેશની સુરક્ષા ખડેપગે કરી રહ્યા છે. બાઇકર્સ મહિલા ટીમની હિંમત, બીજી મહિલાઓને પ્રોત્સાહિત કરવી અને મહિલાઓને સશક્તિકરણ સાથે દર્શાવવાની ધગશને બિરદાવી હતી. આ ટુકડીને સન્માનપત્ર આપી સન્માનિત કરાઇ હતી. બીએસએફના હેડ સાથે મુલાકાત પણ કરાવી વિશિષ્ટ બાળકો દ્વારા તૈયાર કરેલા કાર્ડ અને રાખડીઓ સુપ્રત કરી હતી અને વડોદરાની મુલાકાત લેવા આમંત્રિત કર્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,વડોદરાનું વિમેન રાઇડર્સ ગુ્રપ મોટર સાયકલ પર વડોદરાથી ઇન્ડો પાક બોર્ડર નડાબેટ પહોંચ્યું હતું અને બીએસએફના જવાનો સાથે સ્વતંત્રતા દિનની ઉજવણી કરી હતી. ૧૪મી ઓગસ્ટે મહિલાઓની ટુકડી વડોદરાથી નીકળી હતી અને નડાબેટ પહોંચી હતી.
ગુજરાતમાંથી બાઇક પર જનાર આ પ્રથમ રાઇડર્સ ગુ્રપ હતું. ૧૫મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસે પરેડ સહિતના વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. નવ સભ્યોની આ ટુકડી ત્યાં પહોંચી ત્યારે તાળીઓના ગડગડાટથી ટુકડીને વધાવી લીધી હતી, અને ભારત માતાકી જય ના નારા લગાવ્યા હતા. મહિલા બીએસએફ ઓફિસરો દ્વારા આ ટુકડીનું સ્વાગત કરાયું હતું. ધ્વજવંદન અને રાષ્ટ્રગાન પણ કરાયું હતું. ત્યારબાદ નડાબેટથી ઇન્ડો પાક બોર્ડ ઝીરો પોઇન્ટ સુધી બાઇક રેલી આયોજિત કરી હતી. જ્યાં આ મહિલાઓની ટુકડીને સીમા દર્શન કરાવ્યું હતું. આ સ્થળે ભારતીય જવાનો દેશની સુરક્ષા ખડેપગે કરી રહ્યા છે. બાઇકર્સ મહિલા ટીમની હિંમત, બીજી મહિલાઓને પ્રોત્સાહિત કરવી અને મહિલાઓને સશક્તિકરણ સાથે દર્શાવવાની ધગશને બિરદાવી હતી. આ ટુકડીને સન્માનપત્ર આપી સન્માનિત કરાઇ હતી. બીએસએફના હેડ સાથે મુલાકાત પણ કરાવી વિશિષ્ટ બાળકો દ્વારા તૈયાર કરેલા કાર્ડ અને રાખડીઓ સુપ્રત કરી હતી અને વડોદરાની મુલાકાત લેવા આમંત્રિત કર્યા હતા.