Junagadhના બાંટવા ખારા ડેમના અદભુત દ્રશ્યો સામે આવ્યા, ડેમમાં પાણીની ભારે આવક

જૂનાગઢના બાંટવા ખારા ડેમમાં પાણીની આવક જૂનાગઢમાં છેલ્લા બે દિવસથી છે ભારે વરસાદ ભારે વરસાદ વરસતા નદી-નાળા છલકાયા જૂનાગઢનો બાંટવા ખારા ડેમનો અદભુત નજારો સામે આવ્યો છે,જે દ્રશ્યો છે તે જોઈને તમે પણ ખુશ થઈ જશો.જૂનાગઢ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ડેમમાં નવા નીરની આવક થઈ છે,સાથે સાથે આસપાસના ખેતરોનો પણ અદભુત નજારો જોવા મળી રહ્યો છે.ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે,બાંટવા ડેમ જૂનાગઢ તેમજ આસપાસના ગામોને પાણી પૂરૂ પાડતો ડેમ છે. ભાખરવડ ડેમ પણ ઓવરફલો માળીયા હાટીના ભાખરવડ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માળીયાહાટીનો ભાખરવડ ડેમ બીજી વખત ઓવરફ્લો થયો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે છેલ્લા ચાર પાંચ દિવસ થઈ માળીયાહાટીના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.ત્યારે ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા ભાખરવડ, માળીયા હાટીના, જાનડી, ધુમટી, આબેચા, ખૌરાસા, ધણેજ સહિતના 11 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને વહીવટી તંત્ર પણ ખડેપગે તૈનાત છે. જૂનાગઢના જોષીપરા અંડરબ્રિજમાં ભરાયા વરસાદી પાણી જૂનાગઢના જોષીપરા અંડરબ્રિજમાં પણ વરસાદી પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. જોષીપરા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહારને ભારે અસર થઈ હતી અને સાથે સાથે રસ્તાને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. રસ્તો ડાયવર્ટ કરાતા લોકોને ફરીને જવાનો વારો આવ્યો હતો, ત્યારે મહત્વનું છે કે દર ચોમાસામાં આ અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને લાંબા દિવસો સુધી આ પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું પણ તંત્ર દ્વારા આ અંગે કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી. પાણીમાં ગટરના પાણી ભળી જતા હોય છે અને પાણીમાંથી ખુબ જ દુર્ગંધ આવે છે અને મચ્છરોની સમસ્યા પણ વધે છે, પરિણામે રોગચાળો પણ શહેરમાં વકરે છે પણ તંત્ર ઘોર નિદ્રામાંથી બહાર આવતુ નથી.

Junagadhના બાંટવા ખારા ડેમના અદભુત દ્રશ્યો સામે આવ્યા, ડેમમાં પાણીની ભારે આવક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૂનાગઢના બાંટવા ખારા ડેમમાં પાણીની આવક
  • જૂનાગઢમાં છેલ્લા બે દિવસથી છે ભારે વરસાદ
  • ભારે વરસાદ વરસતા નદી-નાળા છલકાયા

જૂનાગઢનો બાંટવા ખારા ડેમનો અદભુત નજારો સામે આવ્યો છે,જે દ્રશ્યો છે તે જોઈને તમે પણ ખુશ થઈ જશો.જૂનાગઢ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ડેમમાં નવા નીરની આવક થઈ છે,સાથે સાથે આસપાસના ખેતરોનો પણ અદભુત નજારો જોવા મળી રહ્યો છે.ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે,બાંટવા ડેમ જૂનાગઢ તેમજ આસપાસના ગામોને પાણી પૂરૂ પાડતો ડેમ છે.

ભાખરવડ ડેમ પણ ઓવરફલો

માળીયા હાટીના ભાખરવડ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માળીયાહાટીનો ભાખરવડ ડેમ બીજી વખત ઓવરફ્લો થયો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે છેલ્લા ચાર પાંચ દિવસ થઈ માળીયાહાટીના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.ત્યારે ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા ભાખરવડ, માળીયા હાટીના, જાનડી, ધુમટી, આબેચા, ખૌરાસા, ધણેજ સહિતના 11 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને વહીવટી તંત્ર પણ ખડેપગે તૈનાત છે.


જૂનાગઢના જોષીપરા અંડરબ્રિજમાં ભરાયા વરસાદી પાણી

જૂનાગઢના જોષીપરા અંડરબ્રિજમાં પણ વરસાદી પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. જોષીપરા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહારને ભારે અસર થઈ હતી અને સાથે સાથે રસ્તાને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. રસ્તો ડાયવર્ટ કરાતા લોકોને ફરીને જવાનો વારો આવ્યો હતો, ત્યારે મહત્વનું છે કે દર ચોમાસામાં આ અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને લાંબા દિવસો સુધી આ પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું પણ તંત્ર દ્વારા આ અંગે કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી. પાણીમાં ગટરના પાણી ભળી જતા હોય છે અને પાણીમાંથી ખુબ જ દુર્ગંધ આવે છે અને મચ્છરોની સમસ્યા પણ વધે છે, પરિણામે રોગચાળો પણ શહેરમાં વકરે છે પણ તંત્ર ઘોર નિદ્રામાંથી બહાર આવતુ નથી.