Ahmedabad: હેલ્મેટ નહીં પહેરનાર વાહનચાલકોને પોલીસે પ્રેમથી સમજાવ્યા

અમદાવાદમાં દિવાળીના તહેવારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો. હેલ્મેટ નહીં પહેરનાર વાહનચાલકોને દંડ નહીં ગુલાબ આપવામાં આવ્યા. નિયમનું પાલન નહીં કરનાર વાહનચાલકોને ગુલાબ આપવામાં આવ્યા. વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવાની સૂચના આપી. હેલ્મેટ વગર વાહન ચલાવતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેને લઈને પોલીસ દ્વારા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તહેવારોના દિવસોમાં ‘પાવતી’ નહીં ‘ગુલાબ’ આપ્યા તહેવારોના દિવસોમાં ગુજરાત પોલીસ ટ્રાફિક અવેરનેસ માટે એક નવો જ અભિગમ અપનાવી રહી છે. જે અનુસાર, આ દિવસોમાં પોલીસ ‘પાવતી બુક’ લઈને નહીં પણ ફૂલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ લઈને ઊભેલી જોવા મળી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતની જાહેરાત કરી છે તેમણે X પર લખ્યું, “ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકને ગુજરાત પોલીસ ફૂલ આપીને પરિવાર માટે તેમના જીવનના મૂલ્ય અંગેની સમજ આપશે. ઉપરાંત, વાહનચાલકે જે નિયમ ભંગ કર્યો છે તેનું અવેરનેસ પેમ્ફલેટ આપવામાં આવશે.” તહેવારો પર લોકો સુખરૂપ ઉજવણી કરી શકે અને તેમાં બિનજરૂરી અડચણ ન આવે તે માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

Ahmedabad: હેલ્મેટ નહીં પહેરનાર વાહનચાલકોને પોલીસે પ્રેમથી સમજાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં દિવાળીના તહેવારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો. હેલ્મેટ નહીં પહેરનાર વાહનચાલકોને દંડ નહીં ગુલાબ આપવામાં આવ્યા. નિયમનું પાલન નહીં કરનાર વાહનચાલકોને ગુલાબ આપવામાં આવ્યા. વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવાની સૂચના આપી. હેલ્મેટ વગર વાહન ચલાવતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેને લઈને પોલીસ દ્વારા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.


તહેવારોના દિવસોમાં ‘પાવતી’ નહીં ‘ગુલાબ’ આપ્યા

તહેવારોના દિવસોમાં ગુજરાત પોલીસ ટ્રાફિક અવેરનેસ માટે એક નવો જ અભિગમ અપનાવી રહી છે. જે અનુસાર, આ દિવસોમાં પોલીસ ‘પાવતી બુક’ લઈને નહીં પણ ફૂલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ લઈને ઊભેલી જોવા મળી રહી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતની જાહેરાત કરી છે

તેમણે X પર લખ્યું, “ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકને ગુજરાત પોલીસ ફૂલ આપીને પરિવાર માટે તેમના જીવનના મૂલ્ય અંગેની સમજ આપશે. ઉપરાંત, વાહનચાલકે જે નિયમ ભંગ કર્યો છે તેનું અવેરનેસ પેમ્ફલેટ આપવામાં આવશે.”

તહેવારો પર લોકો સુખરૂપ ઉજવણી કરી શકે અને તેમાં બિનજરૂરી અડચણ ન આવે તે માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.