Ahmedabad: મણિનગર રેલવે ફૂટ ઓવર બ્રિજ ગંદકી અને ગેરકાયદેસર પ્રવૃત્તિનો અડ્ડો બન્યો
સ્વચ્છ શહેરની ઓળખ સુધારવામાં મ્યુનિ. તંત્ર નિષ્ફળતા રોજ ઠેક-ઠેકાણે સામે આવતી રહે છે. જેમાં નાગરિકો ગંદકીથી કંટાળીને મ્યુનિ.ને રજૂઆતરૂપી રોષ ઠાલવતા હોય છે. પણ મ્યુનિ. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં લાલિયાવાડી ચલાવામાં આવતા લોકોને પણ હેરાનગતિ ભોગવવી પડી રહી છે.મણિનગર રેલવે સ્ટેશનની બહાર ફૂટ ઓવર બ્રિજ પરથી દરરોજ હજારો લોકો અવરજવર કરતાં હોય છે. જેની હાલત કથડી ગયેલી છે અને ગંદકીના થર જામેલા છે. જેના રિપેરિંગ કે તેની સફાઈમાં તંત્રને કોઈ જ રસ ન હોય તેમ લાગી રહ્યું છે. એટલું જ નહીં ફૂટ ઓવર બ્રિજની અંદર રાત્રિના સમયે ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હોવાની પણ સ્થાનિકોની ફરિયાદ છે છતાં કોઈ જ પગલાં ભરવામાં આવી રહ્યા નથી.દક્ષિણ ઝોનમાં લોકોને અવર જવર કરવા માટે મણિનગર રેલવે સ્ટેશન મહત્ત્વપૂર્ણ સ્ટેશન છે. જેના પરથી દરરોજ હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે.આ દરમિયાન સ્ટેશનની બહાર નીકળવા માટે અને ત્યાંથી બસ સ્ટેન્ડ અને રિક્ષા સ્ટેન્ડ સુધી પહોંચવા માટે લોકો ફૂટ ઓવર બ્રિજનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી ફૂટ ઓવર બ્રિજ પર ગંદકીની ફરિયાદ ઉઠી છે. તેમજ લાંબા સમયથી સફાઈ ન થતી હોવાના કારણે અહીં ગંદકીનું પ્રમાણ પણ વધી રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ અંગે ત્યાંથી પસાર થતાં લોકોએ અવારનવનર ફરિયાદ કરી હોવા છતાં કામગીરી કરાતી નથી. તેમજ લોકોએ મોંઢા પર રૂમાલ રાખીને પસાર થવું પડે છે.એટલું જ નહીં આ તરફ ઘણી વખત રાત્રિના સમયે અહીં અવરજવરનું પ્રમાણ ઘટી જવના કારણે ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલતી હોવાની સ્થાનિકોની ફરિયાદ રહેલી છે. જેમના અનુસાર, ઘણી વખત રાત્રિના સમયે અંધારુ હોવાના કારણે નશો કરવા માટે લોકો અહીં બેઠેલા નજરે પડે છે. જેમને પોલીસ કે કોઈની ડર લાગી રહ્યો નથી. એટલું જ નહીં મોડેરાત્રે અહીંથી મહિલા અને વૃદ્ધોને પસાર થવામાં પણ ડર લાગે છે. આ જોતાં તંત્રએ ઝડપથી જરૂરી કાયદેસરના પગલાં લેવા જોઇએ જેથી કોઈ ઘટના ન બને અને લોકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્વચ્છ શહેરની ઓળખ સુધારવામાં મ્યુનિ. તંત્ર નિષ્ફળતા રોજ ઠેક-ઠેકાણે સામે આવતી રહે છે. જેમાં નાગરિકો ગંદકીથી કંટાળીને મ્યુનિ.ને રજૂઆતરૂપી રોષ ઠાલવતા હોય છે. પણ મ્યુનિ. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં લાલિયાવાડી ચલાવામાં આવતા લોકોને પણ હેરાનગતિ ભોગવવી પડી રહી છે.
મણિનગર રેલવે સ્ટેશનની બહાર ફૂટ ઓવર બ્રિજ પરથી દરરોજ હજારો લોકો અવરજવર કરતાં હોય છે. જેની હાલત કથડી ગયેલી છે અને ગંદકીના થર જામેલા છે. જેના રિપેરિંગ કે તેની સફાઈમાં તંત્રને કોઈ જ રસ ન હોય તેમ લાગી રહ્યું છે. એટલું જ નહીં ફૂટ ઓવર બ્રિજની અંદર રાત્રિના સમયે ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હોવાની પણ સ્થાનિકોની ફરિયાદ છે છતાં કોઈ જ પગલાં ભરવામાં આવી રહ્યા નથી.દક્ષિણ ઝોનમાં લોકોને અવર જવર કરવા માટે મણિનગર રેલવે સ્ટેશન મહત્ત્વપૂર્ણ સ્ટેશન છે. જેના પરથી દરરોજ હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે.આ દરમિયાન સ્ટેશનની બહાર નીકળવા માટે અને ત્યાંથી બસ સ્ટેન્ડ અને રિક્ષા સ્ટેન્ડ સુધી પહોંચવા માટે લોકો ફૂટ ઓવર બ્રિજનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી ફૂટ ઓવર બ્રિજ પર ગંદકીની ફરિયાદ ઉઠી છે. તેમજ લાંબા સમયથી સફાઈ ન થતી હોવાના કારણે અહીં ગંદકીનું પ્રમાણ પણ વધી રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ અંગે ત્યાંથી પસાર થતાં લોકોએ અવારનવનર ફરિયાદ કરી હોવા છતાં કામગીરી કરાતી નથી. તેમજ લોકોએ મોંઢા પર રૂમાલ રાખીને પસાર થવું પડે છે.એટલું જ નહીં આ તરફ ઘણી વખત રાત્રિના સમયે અહીં અવરજવરનું પ્રમાણ ઘટી જવના કારણે ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલતી હોવાની સ્થાનિકોની ફરિયાદ રહેલી છે. જેમના અનુસાર, ઘણી વખત રાત્રિના સમયે અંધારુ હોવાના કારણે નશો કરવા માટે લોકો અહીં બેઠેલા નજરે પડે છે. જેમને પોલીસ કે કોઈની ડર લાગી રહ્યો નથી. એટલું જ નહીં મોડેરાત્રે અહીંથી મહિલા અને વૃદ્ધોને પસાર થવામાં પણ ડર લાગે છે. આ જોતાં તંત્રએ ઝડપથી જરૂરી કાયદેસરના પગલાં લેવા જોઇએ જેથી કોઈ ઘટના ન બને અને લોકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે.